રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે ધિરાણનીતિની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં લોન ધારકોને રાહત આપતા વ્યાજદર સ્થિર રાખવાની સાથે સાથે થાપણદારો માટે એક મહત્વપૂર્ણ લેવાયો છે. રિઝર્વ બેંકે વિવિધ બેંકોમાં થાપણદારો અથવા તેમના લાભાર્થીઓની દાવા વગરની થાપણો એટલ કે અનક્લેમ્ડ ડિપોઝિટની વિગતો મેળવવા માટે સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ વિકસાવવાની જાહેરાત કરી છે.
RBI ગવર્નરે ઘોષણા કરી
આ વિશે ઘોષણા કરતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “બેંક ખાતાઓમાં પડેલી અનક્લેમ્ડ ડિપોઝિટની વિગતો ડેટા સુધી થાપણદારો/લાભાર્થીઓની પહોંચ વધારવા માટે RBIએ વેબ પોર્ટલ વિકસાવવાનું નક્કી કર્યું છે. આ યુઝર્સના ઇનપુટ્સના આધારે સંભવિત અનક્લેમ્ડ ડિપોઝિટને સરળતાથી ટ્રૅક કરવાની મંજૂરી આપે છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષા નીતિના નિર્ણયોની ઘોષણા કરતી વખતે આ વાત જણાવી છે. તેમણે કહ્યું કે, આ માટે કેટલાક ખાસ AI ટૂલ્સનો (આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ટુલ્સ) ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે સર્ચ રિઝલ્ટ વધુ સારા આવશે.
બેંકોમાં પડેલી 35000 કરોડની થાપણોનો કોઇ દાવેદાર નથી
ફેબ્રુઆરી 2023 સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકો એ લગભગ 35,000 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો એટલે કે અનક્લેમ્ડ ડિપોઝિટ્સ RBIને ટ્રાન્સફર કરી છે. આ એવી થાપણો બની ગઈ છે, જેમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ ટ્રાન્ઝેક્શન થયા નથી.
આ પણ વાંચોઃ બેંકોમાં જમા ₹ 35,012 કરોડની થાપણોનો કોઇ દાવેદાર નથી, શું છે RBIનો નિયમ? જાણો
SBIમાં સૌથી વધારે નણણીયાત થાપણો
સરકારી માલિકીની વિવિધ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે સૌથી વધારે દાવા વગરની 8,086 કરોડ રૂપિયાની અનક્લેમ્ડ ડિપોઝિટ છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેન્કમાં 5,340 કરોડ રૂપિયા, કેનેરા બેન્કમાં 4,558 કરોડ રૂપિયા અને બેન્ક ઓફ બરોડામાં 3,904 કરોડ રૂપિયાની અનક્લેમ્ડ ડિપોઝિટ છે. બેંકમાં 10 વર્ષ સુધી રહેલી આવી અનક્લેમ્ડ ડિપોઝિટ્સને RBIના ડિપોઝિટ્સ એજ્યુકેશન અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે થાપણદારોની સુરક્ષા એ સર્વોપરી છે, રિઝર્વ બેંક એની ખાતરી કરવા માટે વિવિધ પગલાં લઈ રહી છે કે હવે જમા કરાયેલી થાપણો દાવા ક્યા વગરની ન રહી જાય અને હાલની દાવા વગરની રકમ તેના માલિકો અથવા લાભાર્થીઓને પરત કરવામાં આવે.