scorecardresearch
Premium

RBI CRR Cut: આરબીઆઈ ધિરાણનીતિમાં લોનધારકો ખાલી હાથ જ્યારે બેંકોને લહાણી, સીઆરઆર ઘટવાથી કોને ફાયદો થશે?

RBI Monetary Policy News: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણનીતિ બેઠકમાં રેપો રેટ સતત 11મી વખત યથાવત રાખ્યો છે. જો કે કેશ રિઝર્વ રેશિયો (CRR) અડધા ટકા ઘટાડી 4 ટકા કર્યો છે. જાણો સીઆરઆર ઘટવાથી શું અસર થાય છે.

RBI Governor Shaktikanta Das | RBI MPC | rbi monetary policy news | RBI News | CRR | Repo Rate | Bank News
RBI Governor Shaktikanta Das: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક મોનેટરી પોલિસીની ઘોષણા કરી હતી. (Photo: RBI)

RBI Rapo Rate Unchanged, CRR Cut: આરબીઆઈ મોનટરી પોલિસી મિટિંગમાં સતત 11મી વખત રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા જ્યારે કેશ રિઝર્વ રેશિયો અડધા ટકા ઘટાડ્યો છે. રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસે 6 ડિસેમ્બર 2024ના રોજ ચાલુ નાણાકીય વર્ષની પાંચમી દ્વિમાસિક ધિરાણનીતિ સમીક્ષામાં સતત 11મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

જો કે, RBI ગવર્નરેકેશ રિઝર્વ રેશિયો (CRR) 50 બેસિસ પોઈન્ટ ઘટાડવાની જાહેરાત કરી છે. આ સાથે સીઆરઆર 4.5 ટકા થી ઘટી 4 ટકા થશે. CRR ઘટવાથી માર્કેટમાં લિક્વિડિટી વધશે અને અર્થતંત્રને વેગ મળશે. આ સાથે MPCએ પોતાનું વલણ તટસ્થ જાળવવાનું નક્કી કર્યું છે.

RBI | RBI Governor Shaktikanta Das | RBI Rate Cut | RBI MPC Meeting Announcement | Reserve Bank of India | RBI News
RBI Monetary Policy Meeting 2024: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ ધિરાણનીતિ પોલિસી જાહેર કરી છે. (Photo: RBI)

What Is Cash Reserve Ratio (CRR)? કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) શું છે?

કેશ રિઝર્વ રેશિયોને ટુંકમાં સીઆરઆર કહેવાય છે. દરેક બેંકે તેની કુલ થાપણોનો એક ભાગ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે અનામત તરીકે રાખવાનો હોય છે. આ રકમને બેંકનો CRR કહેવામાં આવે છે. હાલ આરબીઆઈ એ સીઆરઆર 4.5 ટકાથી ઘટાડી 4 ટકા કરવાની ઘોષણા કરી છે.

સીઆરઆર ઘટવાથી શું અસર થશે?

સીઆરઆર ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ બેંકિંગ સિસ્ટમમાં નાણાંકીય તરલતા વધારવાનો અને ફુગાવાને નિયંત્રિત કરવાનો છે. CRR ઘટવાથી બેંકો પાસે વધુ ભંડોળ ઉપલબ્ધ થશે, જેનાથી તેઓ વધુ ધિરાણ આપી શકશે. આનાથી સીધા રોકાણને પ્રોત્સાહન મળશે, જે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે.

હકીકતમાં, જ્યારે ફુગાવો વધે છે ત્યારે આરબીઆઈ સીઆરઆર વધારે છે, જેથી બેંકો પાસે લોન આપવા માટે ઓછું ભંડોળ ઘટી જાય છે. આમ કરવાથી બજારમાં નાણાંકીય તરલતા ઓછી થાય છે અને ફુગાવો ઘટે છે. પરંતુ જ્યારે આર્થિક વૃદ્ધિ ધીમી હોય ત્યારે RBI CRR ઘટાડી શકે છે. આના કારણે બેંકો પાસે વધુ ભંડોળ ઉપલબ્ધ થાય છે અને માર્કેટ લિક્વિડિટી વધે છે. બજારમાં નાણાંકીય પ્રવાહ વધવાથી અર્થતંત્રને ટેકો મળે છે.

રિઝર્વ બેંકે આર્થિક વિકાસદરનો અંદાજ ઘટાડ્યો

ભારતનો આર્થિક વિકાસ છેલ્લા ક્વાર્ટરમાં 5.4 ટકાના સાત-ક્વાર્ટરની નીચી સપાટીએ આવી ગયો હોવા છતાં, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 6 ડિસેમ્બરે મુખ્ય બેન્ચમાર્ક દરમાં કોઈ ફેરફાર કર્યો નથી કારણ કે ફુગાવો હજુ પણ ઊંચો છે. વર્તમાન સ્થિતિને જોતા આરબીઆઈએ આર્થિક વૃદ્ધિ દર અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે.

આરબીઆઈ મોંઘવારી દર લક્ષ્યાંક

આરબીઆઈ એ ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે શરૂ થયેલી MPCની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે MPCએ પોલિસી રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. કમિટીના 6માંથી 4 સભ્યોએ પોલિસી રેટને સ્થિર રાખવાની તરફેણમાં મતદાન કર્યું જ્યારે 2 તેમાં ફેરફાર કરવાની તરફેણમાં હતા.

આ પણ વાંચો | RBI દ્વારા સતત 11મી વખત રેપો રેટ સ્થિર, લોન સસ્તી નહીં થાય

લોન ઇએમઆઈ નહીં ઘટે

તમને જણાવી દઇયે કે, રેપો રેટ ઘટે તો જ લોન ઇએમઆઈ ઘટી શકે છે. રેપો રેટ એ વ્યાજ દર છે કે જેના પર બેંકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી ધિરાણ મેળવે છે. આરબીઆઈ એ સતત 11મી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે. આમ રેપો રેટ સ્થિર રહેતા લોનના વ્યાજદર કે લોન ઇએમઆઈ ઘટવાની કોઇ શક્યતા નથી. RBI રેપો રેટનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરે છે. રેપો રેટ યથાવત રહેવાનો અર્થ છે કે હોમ લોન, ઓટો લોન સહિત તમામ બેંક લોનના માસિક હપ્તા (EMI)માં ફેરફારની શક્યતા ઓછી છે.

Web Title: Rbi monetary policy rapo rate unchanged crr cut what will affect you as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×