scorecardresearch
Premium

RBIએ વિલફુલ ડિફોલ્ટરો માટે સેટલમેન્ટના નિયમો જાહેર કર્યા, 10 વર્ષમાં બેંકોએ 13.22 લાખ કરોડની લોન રાઇટ-ઓફ કરી

RBI settlement rule for defaulters: રિઝર્વ બેંકે એક RTIના પ્રત્યુત્તરમાં ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ કે, છેલ્લા દર વર્ષમાં 13.22 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરવામાં આવતા એનપીએમાં ઘટાડો થયો છે.

Reserve Bank of India
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ફાઇલ તસવીર

(જ્યોર્જ મેથ્યુ) RBI compromise settlement rule for Wilful defaulters: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ‘ફ્રોડ’ અથવા ‘વિલફુલ ડિફોલ્ટર્સ’ની ઘટનાઓમાં બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC)ને સમાધાન અથવા ટેક્નિકલ રાઇટ ઓફ કરવાની મંજૂરી આપી છે. તાજેતરમાં રિઝર્વ બેંક આવા લોન એકાઉન્ટના સેટલમેન્ટ અને ટેકનિકલ રાઈટ-ઓફ અંગે એક માળખું- નીતિનિયમો જાહેર કર્યા છે. આ ફ્રેમવર્ક તમામ ધિરાણકર્તાઓના કિસ્સામાં લાગુ થશે. આમાં બેંકો, સહકારી બેંકો, નોન બેંક ફાઇનાન્સરોનો સમાવેશ થાય છે.

સેટલમેન્ટ થયાના 12 મહિના બાદ જ નવી લોન મળશે

RBIએ એવો પણ નિર્દેશ આપ્યો છે કે જેઓએ સમાધાન કર્યું હોય તેવા લોનધારકોને નવી લોન આપવાની પહેલા ઓછામાં ઓછા 12 મહિનાનો મિનિમમ કુલિંગ પીરિયડ નક્કી કરવો પડશે. બીજા શબ્દોમાં કહીયે તો વિલફુલ ડિફોલ્ટર અથવા છેતરપિંડીમાં સંડોવાયેલી કંપનીઓએ સેટલમેન્ટના અમલના 12 મહિના બાદ જ નવી લોન મેળવી શકે છે. કંપનીઓ ક્રેડિટ એક્સપોઝર સિવાયના એક્સપોઝર માટે કુલિંગ પીરિયડનો સમયગાળો 12 મહિનાની મુદ્દતને આધીન હોવો જોઈએ. બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ જેવી નિયમનકારી સંસ્થાઓ તેમની બોર્ડ-મંજૂર નીતિઓના સંદર્ભમાં લાંબો કુલિંગ પીરિડય નક્કી કરવા માટે સ્વતંત્ર છે, એવું RBIએ જણાવ્યું હતું. બેંકોને કરોડો રૂપિયાના લોન કૌભાંડમાં મોટી રકમ જતી કરવી પડી છે અને છેવટે મોટું નુકસાન સહન કરવુ પડ્યું છે.

કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટનો અર્થ એ છે કે એક કરાર જેમાં લેનારા બેંકના સંપૂર્ણ બાકી લેણાંની રોકડમાં પતાવટ કરે છે. પરંતુ આમાં ધિરાણકર્તાને તેની લેવાની નીકળતી લોનની રકમનો અમુક હિસ્સો જતો કરવો પડે છે. ટેકનિકલ રાઈટ-ઓફ એવા કિસ્સાઓ છે કે જ્યાં ધિરાણકર્તાએ એકાઉન્ટિંગ હેતુઓ માટે એકાઉન્ટને રાઈટ-ઓફ કર્યું હોય. પરંતુ વ્યક્તિગત લોનધારકના કિસ્સામાં બેડ લોનના લેણાં બાકી રહે છે, તેમાં લોનનો કોઈ હિસ્સો માફ થતો નથી.

કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ માટે મંજૂરી લેવી પડશે

એવા કિસ્સામાં જ્યાં ધિરાણકર્તાએ લોનધારક સામે કાયદાકીય રીતે વસૂલાતની કાર્યવાહી શરૂ કરી હોય અને સમાધાન થઈ ગયું હોય, તેવા કિસ્સામાં રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી કે સંબંધિત ન્યાયિક સત્તાધિકારી પાસેથી ‘સંમતિ હુકમનામું’ મેળવવું પડશે. કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ માટે બેંકોએ ખાતરી કરવી પડશે કે આવી મંજૂરીઓનો અધિકાર બેંક ઓફિસર કે કમિટીની પાસે રહે, જે લોન મંજૂરી અંગે નિર્ણય લેનાર ઓફિસર કે કમિટીથી ઓછામાં ઓછા એક લેવલ ઉંચા હોય.

માર્ગદર્શિકા મુજબ કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટના કિસ્સામાં, જ્યાં રિપેમેન્ટનો સમયગાળો ત્રણ મહિનાથી વધુ થઇ જાય છે, ત્યાં એકાઉન્ટને રિસ્ટ્રક્ચર્ડ તરીકે ગણવામાં આવશે. બેંકોએ મંજૂર કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ અને ટેકનિકલ રાઇટ-ઓફ માટે ઓછામાં ઓછા ત્રિમાસિક ધોરણે રિપોર્ટિંગની સિસ્ટમ પણ રાખવી પડશે.

આ પણ વાંચોઃ હોમ લોનનો EMI ઘટાડવાની ટીપ્સ, ફ્લોટિંગ રેટ કે ફિક્સ્ડ રેપો રેટ લિંક બંનેમાંથી કઇ લોન સારી?

10 વર્ષમાં 13.22 લાખ કરોડની માંડવાળી કરી

પાછલા કેટલાંક વર્ષોમાં બેન્કિંગ સેક્ટરના નોન પફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએમા જંગી વધારો થયો છે અને તે ઘટાડવા માટે બેંકોને લાખો કરોડો રૂપિયાની લોન રાઇટ-ઓફ કરવી પડી છે. એક RTIના પ્રત્યુત્તરમાં રિઝર્વ બેંકે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, છેલ્લા વર્ષમાં 13,22,309 કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરવામાં આવી છે અને તેના પ્રતાપે બેંકોની એનપીએમાં ઘટાડો થયો છે. છેલ્લાં દસ વર્ષમાં એકાઉન્ટિંગ અને ટેક્સ હેતુઓ માટે એનપીએને લોન બુકમાં દૂર કરીને અથવા તો રાઇટ ઓફ કરીને બેંકો દ્વારા નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ને ઓછી દેખાડવાનો પ્રયાસ કર્યો છે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Rbi compromise settlement rules wilful defaulters fraudsters banks nbfc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×