scorecardresearch
Premium

Bank Holiday In November: નવેમ્બરમાં 13 દિવસ બેંક બંધ રહેશે, કેલેન્ડરમાં તારીખ નોંધી લો

Bank Holiday List In November 2024: બેંક સંબંધિત વહેલાસર પતાવી લેજો, કારણ કે નવેમ્બરમાં 13 દિવસ બેંક બંધ રહેવાની છે. નવેમ્બરમાં બેસતું વર્ષ, છઠ્ઠ પૂજા અને ગુરુ નાનક જયંતી સહિત ઘણા મહત્વપૂર્ણ તહેવાર આવી રહ્યા છે.

Bank Holiday List In November 2024 | Bank Holiday | November 2024 Holiday Date
Bank Holiday List In November 2024: નવેમ્બરમાં બેંક 13 દિવસ બંધ રહેવાની છે.

Bank Holiday In November 2024: નવેમ્બર મહિનો 2024માં ઘણા તહેવારો આવી રહ્યા છે. જેના કારણે નવેમ્બરમાં લગભગ 15 દિવસ બેંક બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2024ની બેંક રજાની યાદી જાહેર કરવામાં આવી છે. નવેમ્બર 2024માં 5 શનિવાર અને 4 રવિવાર છે. ઓક્ટોબર જેમ નવેમ્બરમાં પણ બેંકોમાં ઘણી રજાઓ આવી રહી છે. જી હા, નવેમ્બરમાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. નવું વર્ષ, છઠ પૂજા, ગુરુનાનક જયંતિ સહિત આ તહેવારના દિવસે બેંક બંધ રહેશે. જાણો નવેમ્બર મહિનામાં તમારા શહેરમાં સરકારી રજા ક્યારે છે.

1 નવેમ્બર – દિવાળી લક્ષ્મી પૂજા અને કન્નડ રાજ્યોત્સવ અવસર પર કર્ણાટક, અગરતલા, શિલોંગ, શ્રીનગર, મુંબઇ, નાગપુર, જમ્મુ, ઇમ્ફાલ, ગંગટોક, દહેરાદૂન, બેલાપુર, બેંગ્લોરમાં બેંક બંધ રહેશે.

2 નવેમ્બર – નવા વર્ષ, બલી પ્રતિપદા, ગોવર્ધન પૂજા અને નવા વિક્રમ સંવતની શરૂઆત નિમિત્તમે ગુજરાત, બેલાપુર, બેંગ્લોર, દહેરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુરમાં બેંકમાં રજા રહેશે.

3 નવેમ્બર – રવિવાર હોવાથી દેશભરની તમામ બેંકો બંધ રહેશે.

7 નવેમ્બર – છઠ પૂજા નિમિત્તે બિહાર, કલકત્તા, રાંચીમાં બેંક બંધ રહેશે.

8 નવેમ્બર – છઠ્ઠ પૂજા અને અન વાંગ્લા તહેવાર નિમિત્તે પટના, રાંચી અને શિલોંગમાં બેંક બંધ રહેશે.

9 નવેમ્બર- નવેમ્બર મહિનાનો બીજો શનિવાર હોવાથો બેંક બંધ રહેશે.

10 નવેમ્બર – નવેમ્બર મહિનાનો બીજો રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.

12 નવેમ્બર – ઇગાસ બગવાલના કારણે દેહરાદૂનમાં બેંકો બંધ રહેશે.

15 નવેમ્બર – કારતક પૂનમ, દેવદિવાળી અને ગુરુ નાનક જયંતી નિમિત્તે દેશભરની બેંકોમાં રજા રહેશે.

17 નવેમ્બર – નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.

18 નવેમ્બર : કનકદાસ જયંતીને કારણે ૧૮ નવેમ્બરે બેંગલુરુમાં બેંકમાં રજા રહેશે.

23 નવેમ્બર : નવેમ્બર મહિના ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.

24 નવેમ્બર : નવેમ્બર મહિના ચોથા રવિવારે બેંક બંધ રહેશે.

તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા બેંક રજાઓને 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. તેમાં રિયલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે, બેન્ક ક્લોઝિંગ ઓફ એકાઉન્ટ્સ હોલિડે અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની રજાઓનો સમાવેશ થાય છે. મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહે છે. 2015માં આરબીઆઈએ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પ્રાઈવેટ અને પીએસયુ બેન્ક બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

Web Title: Rbi bank holiday list in november 2024 bank closed 13 day in november chhath puja guru nanak jayanti as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×