RBI Hike ATM Interchange Fee: એટીએમ માંથી પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવું મોંઘુ પડશે. આરબીઆઈ દ્વારા એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે જો તમે તમારી બેંક સિવાય અન્ય કોઇ બેંકના એટીએમ માંથી પૈસા ઉપાડશો કે બેલેન્સ ચેક કરશો તો વધારે એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવો પડશે. નવા એટીએમ ચાર્જ 1 મે, 2025થી લાગુ થશે. જાણો એટીએમ માંથી રોકડ ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા પર કેટલો ચાર્જ ચૂકવવો પડશે.
RBI Hike ATM Interchange Fee : આરબીઆઈ એ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારી
રિઝર્વ બેંકે ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર 2 રૂપિયા અને નોન ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર 1 રૂપિયા ચાર્જ વધાર્યો છે. જો કે બેંકો એ હજી સુધી નક્કી કર્યું નથી કે એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારાનો બોજ કસ્ટમર પર લાદશે કે નહીં. જો કસ્ટમર પર આ ચાર્જ લાદવામાં આવશે તો દેશમાં કરોડો એટીએમ કાર્ડધારકોને પર બોજ પડશે. તમને જણાવી દઇયે કે, વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સની માંગણી પર રિઝર્વ બેંક દ્વારા એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવામાં આવી છે.
એટીએમ ઇન્ટરચેન્જ ફી ક્યારે લાગે છે?
એટીએમ ઇન્ટરચેન્જ ફી તમારા બેંક એકાઉન્ટ સિવાયની અન્ય કોઇ બેંકના એટીએમ માંથી પૈસા ઉપાડવા કે બેલેન્સ ચેક કરવા પર વસૂલવામાં આવે છે. હાલ મેટ્રો સિટીમાં એક બેંક ગ્રાહક અન્ય બેંકોના ATM માંથી દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જ્યારે નોન મેટ્રો સિટીમાં ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ 3 સુધી મર્યાદિત છે.
New ATM Interchange Fee : નવા એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવામાં આવી છે, જે 1 મે, 2025થી લાગુ થશે. હવે એટીએમ માંથી પૈસા ઉપાડવા પર ATM ઇન્ટરચેન્જ ફી 17 રૂપિયાથી વધારી 19 રૂપિયા કરવામાં આવી છે. તો બેલેન્સ ઇન્કવાયરી જેવા નોન ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે એટીએમ ઇન્ટરચેન્જ ફી 6 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવામાં આવી છે. આરબીઆઈ એ છેલ્લે જૂન 2021માં એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારી હતી.