scorecardresearch
Premium

RBIએ 2000ની નોટ રદ કર્યા બાદ જનતા પાસે રોકડ રકમમાં ₹ 83,242 કરોડનો ઘટાડો

RBI 2000 note withdrawl : ઉલ્લેખનિય છે કે, 19 મેના રોજ 2000ની નોટ પરત ખેંચવાની ઘોષણા કરતી વખતે રિઝર્વ બેંકે કહ્યું હતું કે 31 માર્ચ, 2023 સુધીમાં ચલણમાં મોટા મૂલ્યની ચલણી નોટોની કુલ કિંમત 3.62 લાખ કરોડ રૂપિયા હતી.

2000 notes
રિઝર્વ બેંકે ગત સપ્તાહે 2000 રૂપિયાની નોટ રદ કરવાની ઘોષણા કરી હતી. (ફોટો- એક્સપ્રેસ)

(જ્યોર્જ મેથ્યુ / હિતેષ વ્યાસ) RBI report cash currency circulation after 2000 note withdrawl : ચલણમાં રહેલા કુલ ચલણમાંથી બેંકો પાસે રોકડ બાદ કર્યા પછી જનતા સાથેનું ચલણ આવે છે. ચલણમાં ચલણ એ દેશની અંદર રોકડ અથવા ચલણનો સંદર્ભ આપે છે જેનો ભૌતિક રીતે વ્યવહારો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2000 રૂપિયાના મૂલ્યની ચલણમી નોટ પાછી આવવાના આદેશ બાદ જનતાની પાસે રોકડ રકમ ઘટી છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડા અનુસાર 2 જૂન, 2023 સુધીમાં દેશમાં લોકો પાસે રોકડ રકમનું પ્રમાણ 83,242 કરોડ રૂપિયા ઘટીને 32.88 લાખ કરોડ રૂપિયા થયું છે.

સામાન્ય રીતે આ સમય દરમિયાન વાવેતરની સીઝનમાં ઉપાડ વધતા સર્ક્યુલેશનમાં નાણાંનું ચલણ વધી જાય છે જો કે 2000ની નોટો થતા તેમ થઇ શક્યુ નથી.

ઉલ્લેખનિય છે કે, 19 મેના રોજ 2000ની ચલણી નોટ પરત ખેંચવાની ઘોષણા કરતી વખતે રિઝર્વ બેંકે કહ્યું હતું કે 31 માર્ચ, 2023 સુધીમાં ચલણમાં મોટા મૂલ્યની ચલણી નોટોની કુલ કિંમત 3.62 લાખ કરોડ રૂપિયા હતી. ત્યારબાદ 8 જૂને ધિરાણનીતિની ઘોષણા કરતી વખતે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ હતુ કે, મોટા મૂલ્યની નોટો રદ કરવાની જાહેરાત બાદ આશરે 1.8 લાખ કરોડ રૂપિયા અથવા 50 ટકા નોટો બેંકોમાં પરત આવી છે.

આ દરમિયાન 2 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પખવાડિયા દરમિયાન બેંકોની ટર્મ ડિપોઝિટમાં 2,68,262 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 19 મે, 2023ના રોજ પૂરા થયેલા પખવાડિયા દરમિયાન તેમાં 3,998 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

કુલ ચલણમાંથી બેંકો પાસેની રોકડ બાદ કર્યા બાદ જનતા પાસે રહેલા નાણાં સર્ક્યુલેશનમાં આવે છે. સર્ક્યુલેશનમાં ચલણનો અર્થ દેશની અંદર રોકડ અથવા ચલણનો સંદર્ભ આપે છે જેનો ભૌતિક રીતે નાણાંકીય વ્યવહારો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ હતુ કે, “કામચલાઉ ધોરણે હું કહી શકું છું કે 2,000ની લગભગ 85 ટકા નોટો બેંક ખાતામાં જમા થવાના રૂપમાં પરત આવી રહી છે. જે અમારી અપેક્ષાને અનુરૂપ છે.” ગયા મહિને આરબીઆઈએ જણાવ્યું હતું કે 2,000 મૂલ્યની બૅન્ક નોટમાંથી લગભગ 89 ટકા માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી અને તેનું આયુષ્ય અંદાજે ચારથી પાંચ વર્ષનું હોય છે. 2000ની નોટોનું પ્રિન્ટિંગ 2018-19માં બંધ કરી દેવામાં આવ્યું હતું.

રિઝર્વ બેંક 2,000ની નોટ જમા કરવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે.

એચડીએફસી બેંકના ચીફ ઇકોનોમિસ્ટ અભિક બરુઆએ જણાવ્યું હતું કે, લોકો પાસેના રોકડ નાણાં ઘટાડો એ બેંકોમાં 2,000ની નોટ જમા થવામાં વધારાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચોઃ રિઝર્વ બેંકે ઓનલાઇન ધિરાણમાં લોન ડિફોલ્ટ ગેરંટીને મંજૂરી આપી, શું ફિનટેક ઇન્ડસ્ટ્રીઝને તેનાથી ફાયદો થશે?

29 મેના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું હતું કે તેમની બેંકને 14,000 કરોડ રૂપિયાના મૂલ્યની 2,000 નોટો ડિપોઝિટ તરીકે આવી છે. નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2016માં 500 અને 1000ના મૂલ્યની ચલણી નોટો રદ કરતા હડકંપ મચી ગયો હતો.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Web Title: Rbi 2000 notes withdraw currency circulation down 83242 crore rupee

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×