Ration card Aadhaar card link deadline extended : હાલના સમયમાં રાશન કાર્ડ અને આધાર કાર્ડ બંને અત્યંત મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. સરકારે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યુ છે. જો તમે હજી સુધી લિંક નથી કરાવ્યું તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે.સરકારે રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઇનને ફરી લંબાવી દીધી છે. અગાઉ રાશન – આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 હતી, જે હવે લંબાવીને 30 સપ્ટેમ્બર 2023 કરવામાં આવી છે.
રાશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું કેમ જરૂરી છે
પાન કાર્ડને જેમ આધારકાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી બની ગયુ છે તેવી જ રીતે રાશન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું પણ મહત્વપૂર્ણ છે. રાશન કાર્ડનો ઉપયોગ સરકાર તરફથી રાહતદરે અનાજ મેળવવા ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી છે. તેમજ આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે હવે મોટાભાગને આવશ્યક દસ્તાવેજ બની ગયો છે.
આથી રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આમ કરવા પાછળનો હેતુ એકથી વધારે રાશન કાર્ડ કે બોગસ રાશન કાર્ડને કેન્સલ કરવાનો છે અને જરૂરિયાતમંદ લોકોને સરકારી સહાય આપવાનો છે.
રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે ઘરે બેઠાં ઓનલાઇન લિંક કરવાની ટીપ્સ
સરકારી ઓફિસના ધક્કા ખાધા વગર હવે તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે ઘરે બેઠાં ઓનલાઇન લિંક કરાવી શકો છો. લિંક કરવા માટે નીચે જણાવેલા પગલાં અનુસરો
- સૌથી પહેલા રાશન કાર્ડની સત્તાવાર વેબસાઇટ food.wb.gov.in પર જાઓ
- ત્યારબાદ આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ નંબર અને પોતાનો રજિસ્ટર્ડ નંબર દાખલ કરો
- હવે ‘ચાલુ રાખો’ના વિકલ્પ પર ક્લિક કરો
- ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે
- આ ઓટીપી ઇન્ટર કરવાની સાથે જ તમારું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઇ જશે.
રાશન કાર્ડને આધાર કાર્ડ લિંક કરવા જરૂરી દસ્તાવેજો
- અસલ રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ
- રાશનકાર્ડમાં જેમના નામ હોય તેવા પરિવારના તમામ સભ્યોની આધાર કાર્ડ ઝેરોક્ષ નકલ
- રાશનકાર્ડ જેમના નામ છે તે પરિવારના મુખ્ય વ્યક્તિના આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ
- બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ
- પરિવારના મુખ્ય વ્યક્તિના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.