scorecardresearch
Premium

Rapid Rail : દેશમાં પ્રથમ રેપિડ રેલ શરૂ થશે, પીએમ મોદી 20 ઓક્ટોબરે લીલી ઝંડી દેખાડશે; રેપિડ ટ્રેનના રૂટ અને ટિકિટ ભાડુ સહિતની સંપૂર્ણ વિગત

Rapid Rail Speed, Route And Fare All Details : દેશની પ્રથમ રેપિડ રેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે લીલી ઝંડી દેખાડશે. પ્રથમ રેપિડ ટ્રેનનો રૂટ, ટિકિટ ભાડું અને સુવિધા વિશે તમામ વિગતો અહીં જાણ

Rapid Train | Delhi Meerut Rapid Rail News | Delhi Meerut Rapid Rail Inauguration
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે રેપિડ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. (ફોટો સ્ત્રોત: @metrorailtoday)

PM Narendra Modi Inaugurate Rapid Rail : દેશમાં ટુંક સમયમાં પ્રથમ રેપિડ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે રેપિડ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે સવારે 11.15 વાગ્યે સાહિબાબાદમાં રેપિડ ટ્રેનને લીલી ઝંડી આપશે. ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના 17 કિલોમીટર લાંબા સેક્શનમાં રેપિડ રેલ શરૂ કરવામાં આવશે.

દેશની પ્રથમ રેપિડ રેલ 17 કિમીના ટ્રેક પર દોડશે (India First’s Rapid Rail Inaugurate)

દેશની પ્રથમ રેપિડ ટ્રેન ગાઝિયાબાદ-મેરઠ વચ્ચે દોડશે. આ કોરિડોરની કુલ લંબાઈ 82 કિલોમીટર છે અને તેનો 14 કિલોમીટર દિલ્હીમાં છે, જ્યારે 68 કિલોમીટર ઉત્તર પ્રદેશમાં છે. રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે જે દિલ્હી મેટ્રો લાઇન સાથે જોડવામાં આવશે. આ રેપિડ ટ્રેન શરૂ થવાથી અલવર, પાણીપત અને મેરઠ જેવા શહેરો સીધા દિલ્હી સાથે જોડાઈ જશે.

રેપિડ રેલનો રૂટ અને ભાડું (Rapid Rail Speed, Route And Fare All Details)

પ્રથમ તબક્કામાં સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો વચ્ચે રેપિડ રેલ દોડશે. આરઆરટીએસ નો પ્રાથમિક વિભાગ દેશની પ્રથમ રેલ્વે સિસ્ટમ છે જે 160 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઓપરેટિંગ ઝડપે સમગ્ર મુસાફરીને આવરી લેવા માટે ખોલવામાં આવી છે. જોકે, મેરઠથી સાહિબાબાદનું ભાડું 170 રૂપિયાથી 200 રૂપિયાની વચ્ચે હશે.

રેપિડ રેલના સ્ટેશન પર કેવી સુવિધા હશે (Rapid Rail Specialty)

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના RRTS સ્ટેશનો ત્રણથી ચાર માળના છે અને ઘણી લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવી રહ્યા છે. પ્લેટફોર્મ સ્ક્રીન ડોર્સ (PSD), જે ડબલ-ટેમ્પર્ડ ગ્લાસથી સજ્જ હશે અને ટ્રેનો, ટ્રેક અને મુસાફરો વચ્ચે સુરક્ષા માટે ઢાલ તરીકે કામ કરશે. આવા દરવાજા RRTS સ્ટેશનો પર પણ લગાવવામાં આવી રહ્યા છે.

રેપિડ ટ્રેનમાં કેવી સુવિધાઓ મળશે

દેશની પ્રથમ રેપિડ ટ્રેનના કોચમાં વ્હીલચેર અને સ્ટ્રેચર માટે ચોક્કસ જગ્યા આપવામાં આવી છે. તબીબી જરૂરિયાતો માટે સ્ટ્રેચરની હિલચાલની સુવિધા માટે સ્ટેશનો પર મોટી લિફ્ટ પણ લગાડવામાં આવી છે. સ્ટેશન પર સરળતાથી પહોંચાય તેની ખાતરી કરવા ેમાટે એક સમર્પિત પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન અને તમામ પ્રકારના વાહનો માટે વધારાની ડ્રાઇવ-ઇન સ્પેસ પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો | હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં માણો મુસાફરી, ઇન્ટીરિયર લૂકના ફોટા વાયરલ; જાણો સ્લીપર ટ્રેનમાં કેટલા કોચ હશે અને ક્યારે શરૂ થશે?

આરઆરટીએસ કોરિડોરના દુહાઈ ડેપો-સાહિબાબાદ સેક્શન (Duhai Depot Sahidabad Section) ના સ્ટેશનોને હવે આરઆરટીએસના સિગ્નેચર બ્લૂ ફેશિયલથી શણગારવામાં આવ્યા છે. જ્યારે ટ્રેનોમાં તેમજ સ્ટેશનો પર ઘણી નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

Web Title: Rapid train inaugurate 20 october pm narendra modi rapid rail speed route fare indian railways as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×