scorecardresearch
Premium

દેશના 150 સ્ટેશન સ્ટેશન પર મળે છે આરોગ્યપ્રદ ભોજન, જાણો ઇટ રાઈટ સર્ટિફિકેટ શું છે અને ગુજરાતના કેટલા સ્ટેશનોને મળ્યું છે?

Railway Stations Eat Right FSSAI Certificate : રેલવે ટ્રેન મુસાફરોને આરોગ્યપ્રદ ભોજન ઉપલબ્ધ થાય તેવા પ્રયત્ન કરે છે. જે અંતર્ગત દેશના 150 રેલવે સ્ટેશનને એફએસએસએઆઈ ઇટ રાઈટ સર્ટિફિકેટ દ્વારા આપવામાં આવ્યા છે.

indian railway | train passenger | train | eat right certificate | railway stations | eat right certificate railway
Railway Stations Eat Right Certificate : દેશના 150 રેલવે સ્ટેશનને ઇટ રાઈટ સર્ટિફિકેટ મળ્યું છે. (Photo – Freepik)

Railway Stations Eat Right FSSAI Certificate : રેલવે ભારતની જીવદોરી સમાન છે. ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકો ખાણીપીણીની વસ્તુઓ સાથે લઇને જાય છે. ઉપરાંત ટ્રેન મુસાફરો રેલવે પ્લેટફોર્મ પર વેચાતી ખાદ્યચીજો પણ ખરીદતા હોય. જો કે કેટલીક વખતે રેલવે પ્લેટફોર્મ પર વેચાતી ખાદ્યચીજો બિન આરોગ્યપ્રદ હોવાની ફરિયાદ મળે છે. આ દરમિયાન દેશના એવા 150 રેલવે સ્ટેશનની યાદી જાહેર કરવામાં આવી છે જ્યાં આરોગ્યપ્રદ ખાદ્યચીજો વેચાય છે. રેલવે સ્ટેશન પર આવેલા ફૂડ સ્ટોકને એક ખાસ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

150 રેલવે સ્ટેશનને મળ્યું FSSAIનું સર્ટિફિકેટ

ટ્રેન મુસાફરોને ભોજનની સુવિધા પૂરી પાડવા માટે દેશભરના રેલવે સ્ટેશનો પર ફૂડ સ્ટોલ, વિક્રેતાઓ અને ફૂડ કોર્નર ઉપલબ્ધ છે. હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ દેશના 150 રેલવે સ્ટેશન અને 6 મેટ્રો સ્ટેશનને ‘ઈટ રાઈટ સ્ટેશન’ (Eat Right Railway Station) સર્ટિફિકેટ આપ્યું છે.

એફએસએશએઆઈ એ એવા સ્ટેશનોને ‘ઈટ રાઈટ સ્ટેશન’ સર્ટિફિકેટ આપ્યું છે જેઓ ટ્રેન મુસાફરોને સલામત, આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ભોજન – ખાદ્યચીજો પૂરી પાડે છે.

ગુજરાતના આ 3 રેલવે સ્ટેશનને મળ્યું FSSAIનું સર્ટિફિકેટ

FSSAIનું ઇટ રાઇટ સર્ટિફિકેટ મેળવનાર 150 રેલવે સ્ટેશનમાં ગુજરાતના 3 સ્ટેશનનો સમાવેશ થાય છે.
વડોદરા રેલવ સ્ટેશન, આણંદ રેલવ સ્ટેશન, એકતા નગર રેલવ સ્ટેશનને FSSAI દ્વારા ઇટ રાઈટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

ઇટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ શું છે? (What Is Eat Right certificate Railway Station?)

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલું આ પ્રમાણપત્ર એવા સ્ટેશનોને આપવામાં આવે છે જેઓ સ્વચ્છતા અને સાફ સફાઈના નિયમોનું કડક પાલન કરે છે. આ ઉપરાંત લોકોને ખાદ્યપદાર્થોની પસંદગી અંગે પણ જાગૃત કરવા પડશે. આ નિયમોનું પાલન કરનાર સ્ટેશનોને ‘ઈટ રાઈટ સ્ટેશન’નું પ્રમાણપત્ર મળે છે.

vande bharat train | Indian Railway | train
વંદે ભારત ટ્રેન ફાઇલ તસવીર

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) નું ઈટ રાઈટ સ્ટેશન અભિયાન હેઠળ એ વાતની ખાતરી કરવામાં આવે છે કે, રેલવે સ્ટેશન પર ખાણીપીણીની જગ્યાએ સાફ સફાઈના માપદંડોનું પાલન થાય અને દરેકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે.

તમને જણાવી દઈએ કે, આ સર્ટિફિકેશનની પ્રક્રિયામાં ખાદ્ય વિક્રેતાઓનું કડક ઓડિટ, ફૂડ ઓપરેટરોની તાલીમ, કડક સ્વચ્છતા અને સાફસફાઈના ધોરણોનું પાલન જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકોને યોગ્ય ખોરાક પસંદ કરવા અંગે જાગૃત કરવાની બાબત પણ આ પ્રક્રિયામાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે આ સ્ટેશનોએ ‘ઈટ રાઈટ સ્ટેશન’ સર્ટિફિકેટ માટે જરૂરી તમામ ધોરણોને પૂર્ણ કર્યા છે. અને તે ખાતરી કરે છે કે લાખો મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન ઉપલબ્ધ થાય.

FSSAIનું Eat Right Certificate મેળવનાર રેલ્વે સ્ટેશનોની યાદી

એફએસએસએઆઈ દ્વારા દેશના 150 રેલવે સ્ટેશનને ઇટ રાઈટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ 150 રેલવે સ્ટેશનનમાં નવી દિલ્હી, વારાણસી, કલકત્તા, ઉજ્જૈન, અયોધ્યા કેન્ટ, હૈદરાબાદ, ચંડીગઢ, કોઝીકોડ, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, વડોદરા, મૈસુર સિટી, ભોપાલ, ઇગતપુરી અને ચેન્નઇ સહિત ઘણા અન્ય રેવલે સ્ટેશન સામેલ છે.

આ પણ વાંચો | દેશમાં કેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડે છે? જાણો તમામ ટ્રેનોનું ટાઇમ ટેબલ, રૂટ સહિત તમામ વિગત

6 મેટ્રો સ્ટેશનને FSSAI સર્ટિફિકેટ મળ્યું

150 રેલવે સ્ટેશનો ઉપરાંત 6 મેટ્રો સ્ટેશનોએ પણ FSSAIનું આ સર્ટિફિકેટ મળ્યું છે. તેમાં નોઇડા સેક્ટર 51, એસ્પ્લેનેડ કોલકાતા, આઈઆઈટી કાનપુર, બોટનિકલ ગાર્ડન નોઇડા અને નોઇડા ઇલેક્ટ્રોનિક સિટી સ્ટેશનનો સમાવેશ થાય છે.

Web Title: Railway 150 stations eat right fssai certificate train passenger as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×