PPF Rules Changes: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. હવે પીપીએફ ખાતામાં નોમિનીની વિગતોને અપડેટ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. સરકારી બચત પ્રમોશન જનરલ રૂલ્સ 2018 હેઠળ સરકારે પીપીએફ ખાતાધારકો માટે આ મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને, સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમને તાજેતરમાં પીપીએફ ખાતાઓમાં “નોમિની વિગતોને અપડેટ કરવા / સુધારવા” માટે નાણાકીય સંસ્થાઓ દ્વારા વસૂલવામાં આવતી આ ફી વિશે માહિતી આપવામાં આવી હતી. ’
તેમણે કહ્યું કે, પીપીએફ એકાઉન્ટમાં નોમિનીને અપડેટ કરવા પર કોઇ પણ ચાર્જ દૂર કરવા માટે સરકારી બચત પ્રોત્સાહન જનરલ રૂલ્સ 2018માં ગેઝેટ નોટિફિકેશન 02/4/25 દ્વારા જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.
કોઈપણ પીપીએફ ખાતા માટે નોમિનીની વિગતો આવશ્યક છે કારણ કે ખાતાધારકના મૃત્યુની સ્થિતિમાં, PPF એકાઉન્ટમાં રહેલા નાણાં ઉલ્લેખિત લાભાર્થીના ખાતામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં પસાર થયેલા બેંકિંગ સુધારા બિલ 2025 માં થાપણદારોના પૈસા, સેફ્ટી કસ્ટડી અને સેફ્ટી લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓની ચુકવણી માટે 4 વ્યક્તિઓ સુધીના નામાંકનની મંજૂરી આપવામાં આવી છે.
પીપીએફ યોજનામાં રોકાણ સંપૂર્ણપણે કર મુક્ત છે?
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પોસ્ટ ઓફિસની નાની બચત યોજના છે. તેમાં વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. પીપીએફ એકાઉન્ટમાં રોકાણની વાર્ષિક મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. પીપીએફમાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે, જે બાદ સ્કીમ મેચ્યોર થાય છે અને તમને વ્યાજ અને મુદ્દલ ઉમેરીને પૂરી રકમ મળી જાય છે. પીપીએફમાં દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. સવાલ એ છે કે, જો તમે 15 વર્ષ માટે વધુમાં વધુ રકમ જમા કરાવવા માટે તૈયાર છો, તો પાકતી મુદત પર તમને કેટલું વ્યાજ અને કુલ ફંડ મળશે
પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં મોટો ટેક્સ બેનિફિટ છે. આ યોજના “ઇ-ઇ-ઇ” કેટેગરી (ઇઇઇ) હેઠળ આવે છે. આમાં તમે એક નાણાકીય વર્ષમાં 1.50 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર ટેક્સમાં છૂટ મેળવી શકો છો. સાથે જ તેમાંથી મળતા વ્યાજ પર ટેક્સ લાગતો નથી, જ્યારે મેચ્યોરિટી પર મળનારી રકમ પણ ટેક્સના દાયરાની બહાર છે.