Poco X7 5G Series Launch In India: પોકો એક્સ7 5જી સીરિઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. પોકો દ્વારા ભારતમાં પોતાની નવી સિરીઝના બે સ્માર્ટફોન પોકો એક્સ7 5જી અને પોકો એક્સ7 પ્રો 5જી લોન્ચ કર્યા છે. બેઝ મોડલ પોકો એક્સ7 5જીમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 અલ્ટ્રા ચિપસેટ, 5500mAh બેટરી આપવામાં આવી છે. તો પોકો એક્સ7 પ્રો 5જી સ્માર્ટફોનને 6550mAhની બેટરી, ડિમેન્સિટી 8400 અલ્ટ્રા ચિપસેટ સાથે આવે છે. પોકો એક્સ7 5જી સીરિઝ સ્માર્ટફોનમાં શું ખાસ છે? જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ વિશે તમામ વિગત
Poco X7 5G, Poco X7 Pro 5G Price : પોકો એક્સ7 5જી, પોકો એક્સ7 પ્રો 5જી કિંમત
પોકો એક્સ7 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 23999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસ કોસ્મિક સિલ્વર, ગ્લેશિયર ગ્રીન અને પોકો યલો કલરમાં લઇ શકાય છે.
પોકો એક્સ 7 પ્રો 5 જી સ્માર્ટફોનનું 8 જીબી રેમ અને 256 જીબી વેરિયન્ટ 26999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 28999 રૂપિયા છે. આ પોકો મોબાઇલ નેબ્યુલા ગ્રીન, ઓબ્સિડિયન બ્લેક અને પોકો યલો કલરમાં ઉપલબ્ધ છે.
પોકો એક્સ 7 5જી સીરિઝના સ્ટાન્ડર્ડ અને પોકો એકસ7 5જી પ્રો વેરિઅન્ટ અનુક્રમે 14 અને 17 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો આ સ્માર્ટફોન ફોન 2000 રૂપિયાની બેંક ઓફર સાથે ખરીદી શકે છે. પોકો એક્સ7 પ્રો 5જી પર સેલના પ્રથમ દિવસે 1000 રૂપિયાની વધારાની ડિસ્કાઉન્ટ કૂપન પણ આપવામાં આવી રહી છે.
Poco X7 5G, Poco X7 Pro 5G Features : પોકો એક્સ 7 5જી, પોકો એક્સ7 પ્રો 5જી ફીચર્સ
પોકો એક્સ7 5જી સ્માર્ટફોનમાં 1.5K કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ આપે છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે, પીક બ્રાઇટનેસ 3000 નાઇટ્સ છે. કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 ડિસ્પ્લે પ્રોટેક્શન માટે આપવામાં આવ્યું છે.
પોકો એક્સ7 પ્રો 5જીમાં 6.73 ઇંચની 1.5K કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને પીક બ્રાઇટનેસ લેવલ લેવલ 3200 નાઇટ છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પ્રો વેરિઅન્ટમાં 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ પણ છે.
પોકો એક્સ7 પ્રો 5જી સ્માર્ટફોનને પાવર આપવો એ 6550mAh બેટરી આવે છે જે 90W HyperCharge સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોન માત્ર 47 મિનિટમાં 100 ટકા સુધી ચાર્જ કરે છે. પોકો એક્સ7 5જી સ્માર્ટફોનમાં 5500mAh બેટરી આવે છે જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

પોકો એક્સ7 5જી મીડિયાટેક ડિમેન્સિટી 7300 અલ્ટ્રા ચિપસેટ દ્વારા સંચાલિત છે. જ્યારે પ્રો વેરિઅન્ટમાં મીડિયાટેક ડિમેન્સિટી 8400 અલ્ટ્રા પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ વેરિએન્ટમાં 8 જીબી રેમ સાથે 128 અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. ડિવાઇસ એન્ડ્રોઇડ 14 બેસ્ડ HyperOS છે. તો પોકો એક્સ 7 પ્રો 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ HyperOS 2.0 સાથે આવે છે. ડિવાઇસમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. બંને હેન્ડસેટને ત્રણ વર્ષ માટે OS અને ચાર વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનું વચન આપવામાં આવ્યું છે.
Poco X7 5G, Poco X7 Pro 5G Camera : પોકો એક્સ 7 5જી, પોકો એક્સ7 પ્રો 5જી કેમેરા
કેમેરાની વાત કરીએ તો પોકો એક્સ7 5જીમાં એફ/1.59 અપાર્ચર, ઓઆઇએસ અને ઇઆઇએસ સાથે 50MP પ્રાઇમરી રિયર કેમેરો આવે છે. પ્રો મોડેલમાં 50 મેગાપિક્સલનું સોની એલવાયટી 600 સેન્સર આપવામાં આવ્યું છે. આ બંને ફોનમાં 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર અને 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પોકોના આ ફોનને AI પાવર્ડ ઇમેજિંગ, ફોટો એડિટિંગ અને પોકો એઆઇ નોટ્સ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.
કનેક્ટિવિટી માટે પોકો એક્સ7 5જી સીરીઝમાં 5જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આવે છે. પોકો X7 5G સીરિઝ IP66+ IP68+ IP69 રેટિંગ ધરાવે છે અને તે ધૂળ અને પાણી સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. આ ઉપકરણોમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે જે Dolby Atmos પાવર્ડ છે.