scorecardresearch
Premium

Poco Pad Launched: પોકો પેડ ભારતમાં લોન્ચ, 10000mAh બેટરી અને 12.1 ઇંચની સ્ક્રીન, જાણો કિંમત અને ફીચર્સ

Poco Pad Launched: પોકો પેડ ટેબ્લેટ રેડમી પેડ પ્રોના રિબ્રાન્ડેડ વેરિઅન્ટ તરીકે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. પોકો ટેબ્લેટ અલગ અલગ બે વેરિયન્ટ અને કલરમાં ઉપલબ્ધ છે

poco pad launched | poco pad price | poco pad features | poco pad specifications | poco pad Tablet | budget Tablet
Poco Pad Launched: પોકો પેડમાં 10000mAhની મોટી બેટરી, સ્નેપડ્રેગન 7s જેન 2 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. (Photo: @IndiaPOCO)

Poco Pad Launches: પોકો દ્વારા ભારતીય બજારમાં પોતાનું નવું એન્ડ્રોઇડ ટેબલેટ લોન્ચ કરવામાં આવ્યું છે. પોકો પેડ એ ભારતમાં કંપનીનું પહેલું એન્ડ્રોઇડ ટેબ્લેટ છે. આ ટેબ્લેટ મે 2024માં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ટેબ્લેટ રેડમી પેડ પ્રોનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. નવા પોકો પેડમાં 10000mAhની મોટી બેટરી, સ્નેપડ્રેગન 7s જેન 2 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો શું છે ખાસ પોકોના આ લેટેસ્ટ ટેબલેટમાં…

પોકો પેડ કિંમત (Poco Pad Price In India)

પોકો પેડ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ વાળું 23999 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ વાળું 25999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ટેબ્લેટ કોબાલ્ટ બ્લૂ અને ગ્રીન કલરમાં ખરીદી શકાય છે.

લોન્ચ ઓફર હેઠળ, ગ્રાહકોને એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ હેઠળ 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત સેલના પ્રથમ દિવસે કંપની વિદ્યાર્થીઓને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે, જેનાથી આ ડિવાઇસની અસરકારક કિંમત ઘટીને 19999 રૂપિયા થઇ જશે.

પોકો પેડ સ્પેસિફિકેશન્સ (Poco Pad Specifications)

પોકો પેડ ટેબ્લેટમાં 12.1 ઇંચની એલસીડી સ્ક્રીન છે જે 2.5K (2560×1600 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 294ppi છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ એડેપ્ટિવસિન્ક રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ ઓફર કરે છે. સ્ક્રીન 500 નાઇટ્સ પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે.

પોકોના લેટેસ્ટ ટેબ્લેટમાં ક્વાડ સ્પીકર સેટઅપ, ડોલ્બી એટમોસ અને 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યું છે. પોકો પેડમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7s Gen 2 ચિપસેટ આપવામાં આવી છે. હેન્ડસેટમાં Adreno 710 GPU છે. આ ટેબ્લેટમાં 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ડિવાઇસમાં 8જીબી રેમ આપવામાં આવી છે.

આ પણ વાંચો | iQOO Z9s 5G સ્માર્ટફોન લોન્ચ, ₹ 3000 ડિસ્કાઉન્ટ, જાણો કિંમત અને ફીચર્સ

પોકો પેડ ટેબ્લેટ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ HyperOS સાથે આવે છે. તેને પાવર આપવા માટે 10000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 280 × 181.85 × 7.52mm અને વજન 571 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે તેમાં વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.2 અને યુએસબી 2.0 છે. આ ટેબ્લેટમાં રિયર પર અપર્ચર એફ/2.0 સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરો અને સેલ્ફી તેમજ વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Web Title: Poco pad launched in india price features specifications all details know here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×