scorecardresearch
Premium

POCO F6 5G vs POCO F6 Pro: પોકો એફ6 5જી અને પોકો એફ6 પ્રો બંને માંથી કોણ સૌથી બેસ્ટ, જાણો પોકો સ્માર્ટફોનના કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત

POCO F6 5G And POCO X6 Pro Compared: પોકો એફ6 5જી પ્રીમિયમ ફીચર્સ થી સજ્જ શાનદાર સ્માર્ટફોન છે. અહીં પોકો એફ6 5જી અને પોકો એફ પ્રો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સની તુલનાત્મક માહિતી આપવામાં આવી છે.

poco f6 5g vs poco f6 pro | poco f6 5g Price | poco f6 5g features | poco f6 pro Price | poco f6 pro features | poco f6 5g vs poco f6 pro comparison
POCO F6 5G vs POCO F6 Pro Comparison: પોકો એફ6 5જી અને પોકો એફ6 પ્રો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ. (Photo – @IndiaPOCO)

POCO F6 5G And POCO X6 Pro Compared: પોકો એફ 6 સ્માર્ટફોન તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે પ્રીમિયમ ફિચર્સ અને સ્પેક્સ સાથે સજ્જ મિડ રેન્જમાં એક શાનદાર સ્માર્ટફોન છે. આ મોબાઇલ ફોનમાં સ્નેપડ્રેગન 8 સીરીઝ ચિપસેટ છે. જે તેને મિડ રેન્જમાં શાનદાર સ્માર્ટફોનની કેટેગરીમાં સ્થાન અપાવે છે. અહીં POCO F6 5G અને POCO F6 Pro સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સની તુલનાત્મક માહિતી રજૂ કરવામાં આવી છે, જે તમને ક્યો પોકો સ્માર્ટફોન ખરીદવો તે નિર્ણય લેવામાં મદદ કરશે.

પોકો એફ6 સ્માર્ટફોન રેડમી, રિયલમી સાથે સ્પર્ધા

પોકો એફ6 સ્માર્ટફોન રેડમી નોટ 13 પ્રો+, રિયલમી 12 પ્રો+ 5જી સહિત ઘણી કંપનીઓના સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરશે. પોકો એફ6 5જીના ફીચર્સ, રિવ્યૂ અને કિંમતની વાત કરીએ તો આ સ્માર્ટફોન ફીચર્સ શાનદાર છે. પોકો એફ ૬ પ્રો ડ્યુઅલ સિમ સપોર્ટ ફીચર્સ આપે છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 14 આધારિત HyperOS પર ચાલે છે. પોકોએ આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં 4 વર્ષ માટે 3 મોટા એન્ડ્રોઇડ અને સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે.

પોકો એફ6 5જી ફીચર્સ (POCO F6 5G Features)

પોકો એફ6 5જીમાં 6.67 ઇંચની 1.5K (1,220×2,712 પિક્સલ) રિઝોલ્યુશન એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 446ppi છે. તેમજ ફોનની ડિસ્પ્લે HDR10, ડોલ્બી વિઝન અનેWidevine એલ1 સપોર્ આવે છે. આ સ્માર્ટફોનની સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 2400 નેટ્સ છે અને આ ડિવાઇસની ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન સાથે આવે છે. આ ડિવાઇસમાં 4nm સ્નેપડ્રેગન 8s Gen3 ચિપસેટ અને 12 જીબી સુધીની રેમ મળે છે. ઉપરાંત આ સ્માર્ટફોનમાં 512 જીબી સુધીનું સ્ટોરેજ છે.

https://x.com/IndiaPOCO/status/1796462489984778326

પોકો એફ6 5જી સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. જે 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર છે. તેમજ ડોલ્બી એટમોસ અને હાઇ-રેઝ સર્ટિફિકેશન સપોર્ટ સાથે હાઇબ્રિડ ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે પોકો એફ5 5જી સ્માર્ટફોનમાં 5G, વાઇ ફાઇ 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

પોકો એફ6 5જી કિંમત (Poco F6 5G Price In India)

પોકો એફ6 5જી સ્માર્ટફોનમાં 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા સાથે 8 મેગાપિક્સલનો કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. પોકો એફ6 5જીના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ 29,999 રૂપિયા છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે.

પોકો એફ6 પ્રો ફીચર્સ અને રિઝર્વ (Poco F6 Pro Features And Review)

પોકો એફ6 પ્રો સ્માર્ટફોન શાનદાર ફીચર્સથી સજ્જ છે. પોકો એફ6 પ્રો સ્માર્ટફોન માં WQHD+ એમોલ્ડ ડિસ્પ્લે સાથે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 3840 હર્ટ્ઝ પીડબલ્યુએમ ડિમિંગ અને 4,000 નીટ પીક બ્રાઇટનેસ આપે છે. આ મોબાઇલ ફોનની સ્કીન 6.67 ઇંચ છે. પોકો એફ6 પ્રો કેમેરામાં 50 એમપી ટ્રિપલ કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ-એંગલ સ્નેપર છે. આ ડિવાઇસ 2 મેગાપિક્સલના મેક્રો લેન્સ સાથે આવે છે. પોકો એફ6 પ્રો સ્માર્ટફોનમાં સેલ્ફી માટે ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો શૂટર છે.

આ પણ વાંચો | માત્ર ₹ 6999માં શાનદાર સ્માર્ટફોન, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો ફીચર્સ

પોકો એફ6 પ્રો કિંમત (Poco F6 Pro Price)

પોકો એફ6 પ્રો સ્માર્ટફોનના 16 જીબી + 1ટીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 619 યુરો (લગભગ 55,800 રૂપિયા) છે. આ મોબાઇલ ફોનને અમેઝોન પરથી ખરીદી શકાય છે.

Web Title: Poco f6 5g vs poco f6 pro price features specification comparison know all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×