scorecardresearch
Premium

POCO C61 Airtel Edition પરથી ઉઠ્યો પડદો, 6000 થી ઓછી કિંમતમાં નવો ફોન, જાણો ફિચર્સ

POCO C61 Airtel Edition : પોકોએ ભારતમાં પોતાના એન્ટ્રી લેવલ સ્માર્ટફોન પોકો સી61નું સ્પેશિયલ એરટેલ એડિશન લોન્ચ કર્યું છે. પોકો સી61 એરટેલ એડિશન રેગ્યુલર વેરિએન્ટ કરતા ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે

POCO C61 Airtel Edition Launched, POCO C61 Airtel Edition, POCO C61
POCO C61 Airtel Edition Launched : પોકોએ ભારતમાં પોતાના એન્ટ્રી લેવલ સ્માર્ટફોન પોકો સી61નું સ્પેશિયલ એરટેલ એડિશન લોન્ચ કર્યું.

POCO C61 Airtel Edition Launched : પોકોએ ભારતમાં પોતાના એન્ટ્રી લેવલ સ્માર્ટફોન પોકો સી61નું સ્પેશિયલ એરટેલ એડિશન લોન્ચ કર્યું છે. પોકો સી61 એરટેલ એડિશન રેગ્યુલર વેરિએન્ટ કરતા ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નામથી જ ખ્યાલ આવે છે કે નવો ફોન માત્ર એરટેલ સિમ કાર્ડથી જ કામ કરશે. પોકો સી61માં 5000mAhની બેટરી અને ડ્યુઅલ રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આવો તમને નવી પોકો C61 એરટેલ એડિશનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.

પોકો સી61 એરટેલ એડિશન કિંમત (POCO C61 Airtel Edition Price)

પોકો સી61 એરટેલ એડિશનને ભારતમાં 5,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પોકોનો આ ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે આવે છે. ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર 17 જુલાઇના રોજ બપોરે 12 વાગ્યાથી ડિવાઇસનું વેચાણ શરૂ થશે.

ગ્રાહકો આ ફોનને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા 5,699 રૂપિયામાં 5 ટકા કેશબેક સાથે મેળવી શકે છે. જણાવી દઈએ કે પોકો સી61નું રેગ્યુલર વેરિયન્ટ 6,499 રૂપિયામાં વેચાય છે.

પોકો સી61 એરટેલ એડિશન ફીચર્સ, સ્પેસિફિકેશન્સ (POCO C61 Airtel Edition Features, Specifications)

પોકો C61 એરટેલ એડિશનમાં તમામ ફીચર્સ રેગ્યુલર વેરિએન્ટ સાથે આપવામાં આવ્યા છે. એરટેલની નવી એડિશનમાં 6.71 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે, એચડી+ રિઝોલ્યુશન અને 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ ઓફર કરતી સ્ક્રીન આપવામાં આવી છે. ડિવાઇસમાં મીડિયાટેક હેલિયો જી 36 પ્રોસેસર મળે છે.

આ પણ વાંચો – 50MP કેમેરા અને 5000mAh બેટરીવાળો સસ્તો ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

પોકો સી61માં 8 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 0.08 મેગાપિક્સલનો સહાયક લેન્સ સાથે ડ્યુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. પોકો સી61 એરટેલ એડિશનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે યુએસબી ટાઇપ-સી દ્વારા 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન ગ્રીન, બ્લૂ અને બ્લેક કલરમાં આવે છે.

પોકોનો આ સ્માર્ટફોન 4G ઓન્લી ડિવાઇસ છે અને 5G સપોર્ટ કરતો નથી. ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ જેવા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Web Title: Poco c61 airtel edition launched in india price features specifications sale date ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×