PM Modi Flag Off Amrit Bharat Train, Check Here Ticket Fare Route Details: અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ટિકિટ: PM નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે દેશની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. હવે પુશ-પુલ ટેક્નોલોજી આધારિત આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોને કેટલું ભાડું ચૂકવવું પડશે તેની માહિતી પણ સામે આવી છે.
રેલવે બોર્ડે તમામ ઝોનને જાણકારી આપી છે કે, અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં 1 કિલોમીટરથી 50 કિલોમીટર સુધીની મુસાફરી માટે લઘુત્તમ ટિકિટ ભાડું 35 રૂપિયા હશે. તેમાં રિઝર્વેશન ચાર્જ ફી અને અન્ય ચાર્જ સામેલ નથી. રેલ્વે બોર્ડે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનના ભાડા સંબંધિત એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. તેની સાથે ટિકિટ ભાડાં સંબંધિત વિગત આપવામાં આવી છે, જેમાં અંતર અને સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસના પેસેન્જર માટે ટિકિટ ભાડાંની વિગતો આપવામાં આવી છે.
અન્ય ટ્રેનો કરતાં ભાડું વધારે છે
પીએમ નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાથી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનમાં માત્ર સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ કોચ છે. રેલવે મંત્રાલય હાલમાં અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના ટિકિટ ભાડાંના ટેબલ પર કામગીરી કરી રહ્યું છે. રેલવેના એક અધિકારીએ કહ્યું કે જો આપણે અમૃત ભારત ટ્રેનના ભાડાની તુલના અન્ય સામાન્ય ટ્રેનોના સેકન્ડ અને સ્લીપર કોચ સાથે કરીએ તો જાણવા મળે છે કે તેનું ભાડું 15 થી 17 ટકા વધારે છે.
તેમણે કહ્યું કે અન્ય મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં 50 કિમી સુધીની મુસાફરી માટે લઘુત્તમ ટિકિટ ભાડું 30 રૂપિયા છે. આ દર્શાવે છે કે અમૃત ભારત ટ્રેનનું ભાડું 17 ટકા વધુ છે. રેલ્વે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ આ ટ્રેનમાં કન્સેશન ટિકિટ અને ફ્રી કોમ્પ્લિમેન્ટરી પાસ સ્વીકારવામાં આવશે નહીં.
આ છે અમૃત ભારત ટ્રેનની ખાસ વિશેષતાઓ
- હોરિઝોન્ટલ સ્લાઇડિંગ વિન્ડો
- ટ્રેનના ડબ્બાની વચ્ચે સેમી પર્મેનન્ટ કપ્લર
- ધૂળથી બચવા માટે પહોળા સિલ્ડ ગેંગવેજ
- ટોયલેટ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સમાં એરોસોલ બેસ્ડ ફાયર સગ્રેશન સિસ્ટમ
- ઇમરજન્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ લાઇટ
- ફ્લોર ગાઇડ ફ્લોરોસેન્ટ સ્ટ્રિપ્સ
- LWS કોચની માટે બેંચ ટાઇપ ડિઝાઇન
- રિઝર્વ અને અનરિઝર્વ કોચની વચ્ચે સ્લાઇડિંગ ડોર
આ પણ વાંચો | પુશ-પુલ ટેકનોલોજી શું છે? વંદે ભારત પછી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ઉપયોગ