જો તમે પણ પીએમ ખેડૂત યોજના અંતર્ગત રકમના 12માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારી રહા ઝડપથી ખતમ થઈ જશે. કારણ કે સરકાર આ મહિને ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ યોજના અંતર્ગત કેટલાક ખેડૂતોના ખાતામાં 12માં હપ્તાની રમક મોકલવામાં નહીં આવે. જે ખેડૂતોએ પાતના પીએમ કિસાન ખાતા અંતર્ગત eKYCની પ્રક્રિયાને પુરી કરાવી નથી તેમના ખાતામાં રકમનો હપ્તો નહીં આવે.
પીએમ કિસાન પોર્ટલ અનુસાર ઈકેવાયસી PMKISAN રજિસ્ટર્ડ ખેડૂતો માટે ફરજિયાત છે. PMKISAN પોર્ટ ઉપર OTP આધારિત eKYC ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમે બાયોમેટ્રીક આધારિત ઈકેવાયસી માટે નજીકના સીએસસી સેન્ટર જઈને પણ કેવાયસી કરાવી શકો છો. 11મો હપ્તો કેવાયસી નહીં કરાવવા છતાં પણ મોકલવામાં આવ્યો હતો. પરંતુ 12મા હપ્તાની રકમ મેળવવા માટે કેવાયસી કરવું ફરજિયાત છે.
કેવી રીતે કરાવો કેવાયસી અપડેટ
- સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ ઉપર જાઓ
- સૌથી પહેલા તમે જમણી બાજુમાં દેખાઈ રહેલા ફાર્મર કોર્નરના વિકલ્પ eKYC પર ક્લિક કરો
- હવે આધાર કાર્ડ, કેપ્ચા કોડ નાંખીને સર્ચ બટન ઉપર ટેબ કરો
- ત્યારબાદ આધાર કાર્ડના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નોંધાવો
- હવે ઓટીપી મેળવો ઉપર ક્લિક કરો, ઓટીપી આવે ત્યારે નાંખો
- ત્યારબાદ તમારી કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થશે.
- ખેડૂતોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈપણ ખોટી જાણકારી આપો છો તો પીએમ કિસાન યોજના અંતર્ગત કાયદાકીય દંડની ચૂંકવણી કરવી પડશે. સાથે જ અત્યાર સુધી મળેલા હપ્તાના પૈસા પણ પર કરવાના રહેશે.
આ પણ વાંચોઃ- દિવાળી નજીક આવતા સોના-ચાંદીમાં ઉછાળો, જાણો સપ્તાહમાં ભાવ કેટલા વધ્યા?
કેવી રીતે ચેક કરશો કે પૈસા આવ્યા કે નહીં?
પીએમ કિસાન યોજના અંતર્ગ એ પણ ચેક કરવાની સિવિધા આપવામાં આવી છે કે તમે તપાસ કરી શકો છો કે તમારા ખાતામાં રકમ મોકલવામાં આવી છે કે નહીં? જો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત બેલેન્સ ચેક કરવા માંગો છો તો ફોર્મર કોર્નરમાં બતાવતા વિકલ્પ ‘ Beneficiary Status’ ઉપર જાઓ. ત્યારબાદ જરૂરી જાણકારી ભરીને આગળ વધો અને પોતાનું સ્ટેટસ ચેક કરો. ત્યારબાદ તમારી સામે બધી જાણકારી ખુલી જશે.
આ પણ વાંચોઃ- રોકાણકારો માટે કમાણીનો મોકો : શેરબજારમાં ₹ 1 લાખ કરોડના IPO આવશે
સરકાર ખેડૂતોના ખાતામાં વરસમાં છ હજાર રૂપિયા મોકલે છે
ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોને 11મો હપ્તો આપવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના અંતર્ગત આ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા ત્રણ હપ્તા ચાર મહિનાના સમયગાળામાં મોકલવામાં આવે છે.