scorecardresearch
Premium

PM Kisan: પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા બેંક ખાતામાં જમા નથી થયા, અહીં ફોન પર ફરિયાદ કરો

PM Kisan Installment Complaint Online: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાના 22000 કરોડ રૂપિયા 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. જો તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા જમા નથી થયા તો જાણો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી?

PM Kisan Samman Nidhi Yojana 19th Installment ઑ PM Kisan Samman Nidhi Yojana | PM Kisan yojana 19th Installment | PM Kisan scheme
PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોની આવક વધારવા માટે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. (Photo: @pmkisanyojana)

PM Kisan Installment Complaint Online: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થઇ ગયો છે. 24 ફેબ્રુઆરીએ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજના હેઠળ સરકારે કુલ 9.8 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કુલ 22000 કરોડ રૂપિયા જમા કર્યા છે. શું તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા જમા થયા છે? જો તમારા ખાતામાં પૈસા જમા નથી થયા તો તમે અહીં ફોન કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

પીએમ કિસાનનો 19મો હપ્તો જમા નથી થયો?

તમને અત્યાર સુધીમાં પીએમ કિસાનના 18 હપ્તા મળ્યા છે, પરંતુ 19મો હપ્તો હજુ સુધી બેંક ખાતામાં આવ્યો નથી. તેથી તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો. સૌથી પહેલા તો જાણી લો કે તમારું નામ પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતોની યાદીમાં છે કે નહીં. ત્યાર બાદ જુઓ તમારા પીએમ કિસાન એકાઉન્ટ સ્ટેટ્સમાં શું દેખાય છે. જો તમે હજુ સુધી KYC નથી કર્યું તો તમારા પૈસા અટકી શકે છે. લાભાર્થી ખેડૂતોની યાદીમાં તમારું નામ સામેલ હોય તો તમને પૈસા મળી શકે છે. આ માટે, ખેડૂતો નીચે આપેલા નંબરો પર ફરિયાદ કરી શકે છે.

પીએમ કિસાન યોજનાની ફરિયાદ ક્યાં કરવી?

જો તમને પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો હોય તો તમે હેલ્થ લાઇન નંબર પર ફોન કોલ કરીને અને ઇમેલ મોકલીને ફરિયાદ નોંધાવી શકો છો.

ઈ-મેઈલ : તમારા પીએમ કિસાન એકાઉન્ટનું સ્ટેટ્સ જણાવતો ઇમેલ pmkisan-ict@gov.in અથવા pmkisan-funds@gov.in પર મોકલો.

હેલ્થ લાઇન નંબર

પીએમ કિસાન યોજનાનો હપ્તો ન મળવા સંબંધિત ફરિયાદ માટે હેલ્પ લાઇન નંબર 011-24300606 અથવા 155261 પર કોલ કરી શકો છો. અહીં તમે કોઇ સીધા અધિકારી સાથે વાત કરીને તમારી ફરિયાદ રજૂ કરી શકો છો.

ટોલ ફ્રી : ટોલ ફ્રી ઓપ્શન માટે પીએમ કિસાન ટીમ સાથે જોડાવા માટે 1800-115-526 ડાયલ કરી શકાય છે.

પીએમ કિસાન વેબસાઈટ પર સ્ટેટસ ચેક કરો

પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: તમારા વેબ બ્રાઉઝરમાં https://pmkisan.gov.in/ ઓપન કરો.

Beneficiary સ્ટેટસ પર જાઓ. ત્યાં આધાર નંબર અથવા મોબાઇલ નંબર દ્વારા સર્ચ કરો. પછી Get Data પર ક્લિક કરો.

અહીં વેબસાઇટ તમને લાભાર્થીનું સ્ટેટ્સ દર્શાવશે કે તમે પૈસા મેળવવા માટે રજિસ્ટર્ડ છો કે નહીં.

Web Title: Pm kisan samman nidhi scheme installment complaint online helpline number as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×