PM Kisan 19th Installment Date 2025 (પીએમ કિસાન યોજના 19મો હપ્તો): પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓ માટે આખરે સારા સમાચાર આવી ગયા છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય મળે છે. અત્યાર સુધી મોદી સરકારે આ યોજના હેઠળ કુલ 18 હપ્તો સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધો છે.
હવે ખેડૂતો આતુરતાથી 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ક્યારે જાહેર થશે, આખરે સરકારે આ તારીખનો ખુલાસો કર્યો છે. 19માં હપ્તાના પૈસા આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ખેડૂતોને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
પીએમ કિસાનનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ બહાર પડાશે
પીએમ કિસાન યોજનાનો 19 મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ બહાર પાડવામાં આવશે. જણાવી દઈએ કે આ જ દિવસે પ્રધાનમંત્રી ખેડૂતોના ખાતામાં 19મો હપતો મોકલશે. આ દિવસે પીએમ મોદી બિહારના પ્રવાસે જશે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી જાણકારી
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે હાલમાં જ પીએમ કિસાનના 19માં હપ્તાની તારીખ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી 2025ના રોજ બિહાર આવી રહ્યા છે અને તે જ દિવસે પીએમ કિસાન સમ્માન નિધિનો 19મો હપ્તો જાહેર કરવામાં આવશે. 24 ફેબ્રુઆરીએ આ રકમ ડાયરેક્ટ ટ્રાન્સફર મોડ દ્વારા ખેડૂતોના ખાતામાં પહોંચશે.
લાભાર્થીની સ્થિતિ કેવી રીતે ચકાસવી
લાભાર્થી ખેડુતો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને લાભાર્થીની સ્થિતિ ચકાસી શકે છે. સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ શીખો.
સ્ટેપ 1: સત્તાવાર પીએમ-કિસાન વેબસાઇટ (pmkisan.gov.in) ની મુલાકાત લો.
સ્ટેપ 2: હોમપેજ પર Farmer Corner પર જાવ
સ્ટેપ 3: હવે Beneficiary Status પર ક્લિક કરો.
સ્ટેપ 4: ડ્રોપ-ડાઉન મેનુમાંથી તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અથવા ગામ પસંદ કરો.
સ્ટેપ 5: પછી સ્ટેટસ જોવા માટે Get Report પર ક્લિક કરો.
આ પણ વાંચો – રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 લોન્ચ, જાણો કિંમતથી લઇને ફિચર્સ સુધીની દરેક માહિતી
પ્રધાનમંત્રી કિસાન યોજના: દરેક પ્રશ્નોના જવાબ
સવાલ : પીએમ કિસાન યોજના શું છે?
જવાબ: આ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જે ખેડૂતોને આવક સહાય પૂરી પાડે છે. આ યોજના 1 ડિસેમ્બર, 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી.
સવાલ : પ્રોજેક્ટનો હેતુ શું છે?
જવાબ: આ યોજનાનો ઉદ્દેશ દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને આવકની સહાય પૂરી પાડીને તેમની આવક વધારવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે.
સવાલ : આ યોજના માટે કોણ પાત્ર છે?
જવાબ: ભારતના નાગરિકો, જેમની પાસે વધુમાં વધુ 2 હેક્ટર ખેતીલાયક જમીન હોય અને જે પહેલાથી પીએમ-કિસાન યોજના હેઠળ નોંધણી કરાવી નથી.
સવાલ : આ યોજના માટે કેવી રીતે નોંધણી કરાવવી?
જવાબ: પીએમ-કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. અથવા તો સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
સવાલ : અરજી કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
જવાબ: પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માટે આ ત્રણ દસ્તાવેજો જરૂરી છે.
- આધાર કાર્ડ
- બેંક ખાતાની વિગતો
- જમીનનો રેકોર્ડ
સવાલ: કેવી રીતે થાય છે પેમેન્ટ?
જવાબ: ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ચુકવણી કરવામાં આવે છે.
સવાલ: વધુ માહિતી માટે હું ક્યાં સંપર્ક કરી શકું?
જવાબ: વેબસાઈટ, હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાશે.
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/)
- પીએમ કિસાન હેલ્પલાઇન નંબર: 155261/011-24300606
- સંબંધિત રાજ્ય કૃષિ વિભાગની કચેરીઓ
સવાલ : જો મારી પાસે 2 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન છે, તો શું હું આ યોજના માટે પાત્ર છું?
જવાબ: ના, તમે આ યોજના માટે લાયક નથી.
સવાલ : જો હું પહેલેથી જ કોઈ અન્ય સરકારી યોજનાનો લાભાર્થી છું, તો શું હું પણ આ યોજના માટે પાત્ર છું?
જવાબ: હા, તમે આ યોજના માટે લાયક છો.
સવાલ : મેં ખોટી માહિતી આપીને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો?
જવાબ: તમને ખોટી માહિતી માટે દંડ થઈ શકે છે અને તમને યોજનામાંથી દૂર કરવામાં આવી શકે છે.
સવાલ: જો મારો બેંક એકાઉન્ટ નંબર બદલાયો છે, તો હું તેને કેવી રીતે અપડેટ કરી શકું?
જવાબ: તમે પીએમ-કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની ઓફિસ પર જઈને તમારો બેંક એકાઉન્ટ નંબર અપડેટ કરી શકો છો.
સવાલ : જો મને આ યોજનામાંથી દૂર કરવામાં આવ્યો છે, તો હું ફરીથી નોંધણી કેવી રીતે કરી શકું?
જવાબ: તમે પીએમ-કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને ફરીથી નોંધણી કરાવી શકો છો.