scorecardresearch
Premium

ગુગલ ટૂંક સમયમાં પિક્સેલ સ્માર્ટફોન પર ઓપ્શનલ સર્ચ એન્જિન ઓફર કરી શકે

ગૂગલ ટૂંક સમયમાં યુઝર્સને ક્રોમ વેબ બ્રાઉઝર પર સર્ચ એન્જિન બદલવાની મંજૂરી આપી શકે છે. X પર લાન્સ એડમ્સની પોસ્ટ મુજબ, ફ્લેગ્સ મેનૂ પર એક નવો સેટિંગ્સ વિકલ્પ મળી શકે છે.

Pixel search engine Google search engine
Google પ્રથમ વખત Pixel સ્માર્ટફોન પર વૈકલ્પિક સર્ચ એન્જિન વિકલ્પ ઓફર કરી શકે છે

મોટાભાગના એન્ડ્રોઇડ સર્ટિફાઈડ સ્માર્ટફોનની જેમ, પિક્સેલ (Pixel) સ્માર્ટફોન ડિફૉલ્ટ સર્ચ એન્જિન તરીકે ગુગલનો ઉપયોગ કરે છે, અને આ ટૂંક સમયમાં બદલાઈ શકે છે, જ્યાં, પિક્સેલ (Pixel) યુઝર્સ ટૂંક સમયમાં તેમની પસંદગીના સર્ચ એન્જિન તરીકે કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. ટવીટરની એક પોસ્ટ મુજબ, એન્ડ્રોઇડ 14 QPR2 બીટા 3 માં સમાવિષ્ટ પિક્સેલ લોન્ચરના વર્ઝનમાં “સર્ચ એન્જિન” નામનો છુપાયેલ ઓપ્શન(Hidden Option) છે, જે દર્શાવે છે કે ગુગલ (Google) ટૂંક સમયમાં સ્માર્ટફોનમાં યુઝર્સને પિક્સેલના હોમ પેજ પર સર્ચ એન્જિન બદલવાની મંજૂરી આપી શકે છે.

આ વિકલ્પ દેખીતી રીતે યુઝર્સને થર્ડ પાર્ટી એપ્લિકેશનને સર્ચ એન્જિન તરીકે ગોઠવવાની મંજૂરી આપશે, જેનો અર્થ છે કે હોમ સ્ક્રીન પરનું સર્ચ વિજેટ પણ હાલમાં જે રીતે દેખાય છે તેના કરતાં ઘણું અલગ દેખાશે. આનાથી યુઝર્સને ગુગલ (Google) ને અન્ય અગ્રણી સર્ચ એન્જિન જેમ કે Bing, DuckDuckGo અને વધુ સાથે બદલવાની મંજૂરી આપવી જોઈએ.

આ પણ વાંચો: મોંઘવારી! શાકભાજી, દાળ અને મસાલોના ભાવમાં તેજી, આ રાજ્યમાં સૌથી વધારે મોંઘવારી

Pixel search engine Google search engine In gujarati
Google પ્રથમ વખત Pixel સ્માર્ટફોન પર વૈકલ્પિક સર્ચ એન્જિન વિકલ્પ ઓફર કરી શકે છે

એટલું જ નહીં, ગૂગલ ટૂંક સમયમાં યુઝર્સને ક્રોમ વેબ બ્રાઉઝર પર સર્ચ એન્જિન બદલવાની મંજૂરી આપી શકે છે. X પર લાન્સ એડમ્સની પોસ્ટ મુજબ, ફ્લેગ્સ મેનૂ પર એક નવો સેટિંગ્સ વિકલ્પ મળી શકે છે, જે દર્શાવે છે કે, Google યુઝર્સને ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે Bing જેવા થર્ડ પાર્ટી પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પર કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો: EV: માત્ર 21000માં બુક કરાવો મહિન્દ્રા એક્સયુવી400 પ્રો ઇવી; જાણો ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી, ફીચર્સ અને કિંમત

અમે તાજેતરમાં એ પણ અહેવાલ આપ્યો છે કે ઘણા OEM હવે યુઝર્સને નવા Android સ્માર્ટફોન સેટ કરતી વખતે તેમના સર્ચ એન્જિનની પસંદગી પસંદ કરવાની મંજૂરી આપી રહ્યા છે. અત્યારે, તે અસ્પષ્ટ નથી કે શું આ ફક્ત પસંદગીની બ્રાન્ડ્સ સુધી મર્યાદિત છે અથવા જો બધી બ્રાન્ડ્સ Google ના મોબાઇલ સર્ચ એન્જિન બિઝનેસમાં એકાધિકારને તોડવા માટે આ સુવિધા આપવાનું શરૂ કરશે.

Web Title: Pixel search engine google customisation hidden options technology updates gujarati news sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×