Paytm Shares Hits 20pc Lower Circuit After RBI Restrictions : પેટીએમ શેરમાં ધબડકો બોલાતા રોકાણકારોને જંગી નુકસાન થયું છે. રિઝર્વ બેંક દ્વારા ફિનટેક ફર્મ પેટીએમ પેમેન્ટ બેંક પર કડક પ્રતિંબધો મૂકવાને કારણે પેટીએમ એટલે કે વન97 કોમ્યુનિકેશન્સ કંપનીના શેરમાં 20 ટકાની સેલર સર્કિટ લાગી અને શેર છ સપ્તાહની નીચી સપાટી ઉતરી ગયો. જાણો પેટીએમના રોકાણકારોને કેટલું નુકસાન થયુ અને આરબીઆઈએ કેમ પ્રતિબંધ મૂક્યો…
પેટીએમનો શેર 20 ટકા તૂટ્યો, 6 સપ્તાહને તળિયે (Paytm Share Price Hits 6 Week Low)
પેટીએમ એટલે વન97 કોમ્યુનિકેશન્સ કંપનીના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. 1 ફેબ્રુઆરી, 2024ના રોજ શેર બજારમાં ખુલતાની સાથે જ પીએટીએમ કંપનીના શેરમાં 20 ટકાની નીચલી લાગી અને 608.89 રૂપિયા થયો હતો. એટલે કે આ શેર 20 ટકાની સેલર સર્કિટે ખૂલ્યો અને ત્યાં જ સમગ્ર સેશન માટે ફ્રિજ થઇ ગયો હતો. તેના અગાઉના દિવસે પેટીએમનો શેર 762 રૂપિયા બંધ થયો હતો.

પેટીએમના રોકાણકારોને 9600 કરોડ રૂપિયાનું નુકસાન (Paytm Marketcap)
પેટીએમના શેરમાં ધબડકાથી રોકાણકારોને નુકસાન થયું છે. પેટીએમનો શેર 20 ટકા તૂટવાથી કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 9,646.31 કરોડ રૂપિયા ઘટીને 38,663.69 કરોડ રૂપિયા થયું હતું.
જેપી મોર્ગને પેટીએમનું રેટિંગ અને શેરનો ટાર્ગેટ પ્રાઇસ ઘટાડ્યો (JPMorgan cuts Paytm rating And Share Target Price)
આરબીઆઈના પ્રતિબંધ બાદ પેટીએમના શેરમાં કડાકો બોલાયો છે અને મંદી આગળ વધવાની આશંકા છે. બ્રોકિંગ ફર્મ જેપી મોર્ગને પેટીએમ શેરનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું અને રેટિંગ ન્યુટ્રલ થી ઘટાડીને અંડરવેઇટ કર્યું છે.
આ પણ વાંચો | PayTMનો શેર કેમ તૂટ્યો, અહીં ક્લિક કરો
જેપી મોર્ગનના એનાલિસ્ટે એક નોંધમાં લખ્યું હતું કે, આ આદેશ પેટીએમ માટે છેલ્લો હોવાનું અમે માનતા નથી, તેનાથી કંપનીના શોર્ટ ટર્મ ગ્રોથ અને નફાકારકતાને પ્રભાવિત કરશે. પેટીએમનું રેટિંગ “ન્યુટ્રલ” થી ઘટાડીને “અંડરવેઇટ” કર્યું અને શેરનો ટાર્ગેટ 900 રૂપિયાથી ઘટાડીને 600 રૂપિયા કર્યો છે.