scorecardresearch
Premium

પેટીએમ શેર IPO ઇશ્યૂ પ્રાઇસથી 80 ટકા નીચે, બે દિવસમાં શેરધારકોએ 17000 કરોડ ગુમાવ્યા

Paytm Share Below IPO Issue Price : પેટીએમ શેર રિઝર્વ બેંકના આદેશ બાદ સતત બીજા દિવસે 20 ટકા તૂટ્યો છે. પેટીએમના આઈપીઓમાં શેરની ઇશ્યૂ પ્રાઇસ 2150 રૂપિયા હતી અને હાલ 487 રૂપિયા બંધ થયો છે.

paytm | paytm share | One97 Communications stock | paytm marketcap | paytm shato crash | paytm down after rbi order | paytm payments bank
Paytm : પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ છે. તે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ ફિનટેક કંપની છે. (Photo – @Paytm)

Paytm Stock Crash After RBI Order : પેટીએમના શેરમાં સતત બીજા દિવસે 20 ટકાની સેલર સર્કિટ લાગી છે. પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકે કડક અંકુશો લાદતા ફિનટેક કંપનીના શેરમાં સતત બીજી દિવસે મંદીની સર્કિટ લાગી છે. આ સાથે પેટીએમ કંપનીના પબ્લિક ઇશ્યૂમાં રોકાણકારોને જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે કંપનીના આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી શેર ભાવમાં લગભગ 80 ટકા સુધીનું ધોવાણ થયું છે.

પેટીએમ શેરમાં સતત બીજા દિવસે 20 ટકાનો કડાકો (Paytm Shart Hits 20cp Lower Circuit)

પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સના શેરમાં પેનિક સેલિંગથી સતત બીજા દિવસે 20 ટકાની મંદીની સર્કિટ લાગી છે. શુક્રવારે બીએસઇ પર પેટીએમનો શેર ભાવ 20 ટકાના ઘટાડે ખુલીને 487 રૂપિયા ફ્રિઝ થઇ ગયો હતો. જે ઐતિહાસિક તળિયેથી 11 ટકા દૂર છે. નવેમ્બર 2022માં આ શેરમાં 438 રૂપિયાનો ઐતિહાસિક નીચે બન્યો હતો. નોંધનિય છે કે, ગુરુવારે આ શેર 608.80 રૂપિયા બંધ થયો હતો. આમ રિઝર્વ બેંકની કડક કાર્યવાહી બાદ છેલ્લા બે દિવસમાં પેટીએમનો શેર 40 ટકા તૂટ્યો છે.

Paytm | Paytm Shar price | One 97 Communications stock price | paytm ipo | paytm fintech companies | Stock market news
પેટીએમ એ શેરબજારમાં લિસ્ટેડ ફિનટેક કંપની છે. (Express Photo)

પેટીએમ શેરમાં આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી 80 ટકા ધોવાણ (Paytm Share Below IPO Issue Price)

પેટીએમના આઈપીઓમાં શેર ખરીદનાર રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. પેટીએમના શેરમાં છેલ્લા બે દિવસમાં સતત 20 – 20 ટકાની સેલર સર્કિટ લાગી છે. પરિણામ શેર ભાવ 487 રૂપિયાના તળિયે ઉતરી ગયો છે. પેટીએમના આઈપીઓમાં ઇશ્યૂ પ્રાઇસ શેર દીઠ 2080 થી 2150 રૂપિયા રાખવામાં આવી હતી. હાલ આ શેરનો ભાવ બીએસઇ પર 487 રૂપિયા છે. આમ આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી અત્યાર સુધીમાં પીટીએમના શેરમાં 80 ટકા સુધીનું જંગી ધોવાણ થયું છે.

પેટીએમનું ખરાબ લિસ્ટિંગ, રોકાણકારો મોટે ખોટનો સોદો (Paytm Share Price Listing)

પેટીએમનો આઈપીઓ શરૂઆતથી રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયો છે. પેટીએમના શેરમાં લિસ્ટિંગના દિવસે જ ધબડકો થયો હતો અને રોકાણકારોને છેતરાયાની લાગણ થઇ હતી. સ્ટોક એક્સચેન્જ એનએસઇ પર 18 નવેમ્બર, 2021ના રોજ પેટીએમનો શેર 2150 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે 9 ટકાના ડિસ્કાઉન્ટે 1950 રૂપિયા ખૂલ્યો હતો, ત્યારે કંપનીની માર્કેટકેપ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. લિસ્ટિંગના દિવસે જ પેટીએમના શેરમાં ધબડકો બોલાયો અને આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી 27 ટકા ઘટાડે 1564 રૂપિયા બંધ થયો હતો. પેટીએમની આઈપીઓ ઇશ્યૂ સાઈઝ 18,300 કરોડ હતી.

SEBI | Share Trading | Stock Trading | Stock Market | Share Market | Demat | Mutual Fund | investors
સેબીએ ડિમેટ અને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ધારકો માટે નોમિની નક્કી કરવું ફરિજયાત બનાવ્યું છે. (Photo – Freepik)

પેટીએમ માર્કેટકેપમાં 17000 કરોડથી વધુ ધોવાણ (Paytm Marketcap)

પેટીએમના શેરમાં ઘટાડાથી કંપનીની માર્કેટકેપમાં સતત ધોવાણ થઇ રહ્યું છે. શુક્રવારે કંપનીની માર્કેટકેપ 30,931.59 કરોડ રૂપિયા હતી. જ્યારે ગુરુવારે 38,663.69 કરોડ રૂપિયા હતી. છેલ્લા બે દિવસમાં પેટીએમના રોકાણકારોને 17,378.41 કરોડનું નુકસાન થયું છે.

Paytm | paytm payments bank | paytm users | paytm services | one97 communications
Paytm : પેટીએમ ભારતની અગ્રણી ફિટનેક ફર્મ છે. (Photo – @Paytm)

પેટીએમ શેરમાં નાના રોકાણકારોના 5300 કરોડ સ્વાહા

શેર બજાર બીએસઇના શેરહોર્ડિંગ પેટર્ન અનુસાર પેટીએમના 3,16,64,315 શેર એટલે કે 4.99 ટકા ઇક્વિટી શેર મ્યુચ્યુઅલ ફંડ પાસે છે. પેટીએમના શેરમાં ધબડકાથી મ્યુચ્યુઅલ ફંડોને 869 કરોડનું નુકસાન થયું છે. પેટીએમમાં ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે FIIનું શેરહોલ્ડિંગ 63.73 ટકા અને નાના રોકાણકારો પાસે 30.2 ટકા હિસ્સો છે. આ ધોરણો ફિટનેસ કંપનીના શેરમાં છેલ્લા બે દિવસમાં વિદેશી રોકાણકારોને લગભગ 11000 કરોડ અને નાના રોકાણકારોને 5,332 કરોડનું નુકસાન થયું છે.

આ પણ વાંચો | PayTMનો શેર કેમ તૂટ્યો, જાણવા માટે અહીં ક્લિક કરો

Payrm વિરુદ્ધ RBIના કડક પગલાં

રિઝર્વ બેંકે 31 જાન્યુઆરી 2024ના રોજ પેટીએમ પેમેન્ટ બેંક સામે કડક કાર્યવાહીકરી હતી. આરબીઆઈ એ જણાવ્યુ કે, 29 ફેબ્રુઆરી 2024 બાદ કોણ પણ કસ્ટમર એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેક, એનસીએમસી કાર્ડ વગેરેમાં વ્યાજ અને કેશ બેક કે રિફં ઉપરાંત કોઇ પણ ડિપોઝિટ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ અપની મજૂરી આપવામાં આવશે નહીં, જેને ક્યારે પણ ક્રેડિટ કરી શકાતા હોય. અલબત્ત રિઝર્વ બેંક સ્પષ્ટતા કરતા કહ્યું કે, કસ્ટમર પોતાના ખાતામાં રકમ ઉપાડી શકે છે. પેટીએમ યુઝર્સ ઓનલાઇન પેમેન્ટ કરી શકશે.

Web Title: Paytm share price below ipo issue price after rbi order one97 communications market cap as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×