scorecardresearch
Premium

Paytm : પેટીએમ હવે ફાસ્ટેગ – વોલેટ સહિત આ સર્વિસ નહીં આપી શકે; ડિજિટલ વોલેટમાં રહેલા પૈસાનું શું થશે? વાંચો RBIનો આદેશ

Paytm Payments Bank Can’t Offer Services After RBI Order : પેટીએમ પેમેન્ટ બેંકની સર્વિસમાં ખામી જણાતા રિઝર્વ બેંકે કડક પ્રતિબંધો મૂક્યો છે. પેટીએમ યુઝર્સ હવે ફાસ્ટેગ, વોલેટથી લઇ આ સર્વિસનો ઉપયોગ કરી શકશે નહીં.

Paytm | paytm payments bank | paytm users | paytm services | one97 communications
Paytm : પેટીએમ ભારતની અગ્રણી ફિટનેક ફર્મ છે. (Photo – @Paytm)

Paytm Payments Bank Can’t Offer Services After RBI Order : પેટીએમ યુઝર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંકે ફિનટેક એપ પેટીએમને અમુક સર્વિસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. Paytmની બેંકિંગ સેવામાં ખામી જણાતા ભારતીય રિઝર્વ બેંકે બુધવારે મોટી કાર્યવાહી કરી છે. RBIએ Paytm બેંકને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારની ડિપોઝિટ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રિઝર્વ બેંકનો પેટીએમ પેમેન્ટ બેંકની સર્વિસ પર પ્રતિબંધ (RBI Order To Paytm Payments Bank Service)

રિઝર્વ બેંકના આદેશ અનુસાર 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ હવે બેંકિંગ, વોલેટ અને ટોપ-અપ સર્વિસ પ્રદાન કરી શકશે નહીં. RBIએ નિયમોનું પાલન ન કરવા બદલ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જો કે, ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકે છે.

paytm | Paytm Share | Paytm share crash
પેટીએમ કંપની સમાચાર

આરબીઆઈ એ જણાવ્યુ કે, 29 ફેબ્રુઆરી 2024 બાદ કોણ પણ કસ્ટમર એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેક, એનસીએમસી કાર્ડ વગેરેમાં વ્યાજ અને કેશ બેક કે રિફં ઉપરાંત કોઇ પણ ડિપોઝિટ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ અપની મજૂરી આપવામાં આવશે નહીં, જેને ક્યારે પણ ક્રેડિટ કરી શકાતા હોય. અલબત્ત રિઝર્વ બેંક સ્પષ્ટતા કરતા કહ્યું કે, કસ્ટમર પોતાના ખાતામાં રકમ ઉપાડી શકે છે. પેટીએમ યુઝર્સ ઓનલાઇન પેમેન્ટ કરી શકશે.

બેંક રેગ્યુલેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ 11 માર્ચે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

Paytm | Paytm Shar price | One 97 Communications stock price | paytm ipo | paytm fintech companies | Stock market news
પેટીએમ એ શેરબજારમાં લિસ્ટેડ ફિનટેક કંપની છે. (Express Photo)

IBIએ કહ્યું કે 29 ફેબ્રુઆરી, 2024 પછી, કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં વ્યાજ સિવાય કોઈ ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ-અપ, કેશબેક અથવા રિફંડની મંજૂરી આપવામાં આવશે નહીં, જેને ક્રેડિટ કરી શકાય છે. કોઈ પણ સમયે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો તેમના ખાતામાંથી બેલેન્સ ઉપાડી શકે છે.

પેટીએમ યુઝર્સને શું અસર થશે? (What It Means For Paytm Users)

રિઝર્વ બેંકના નવા આદેશ બાદ પેટીએમ યુઝર્સ ચિંતિત છે કે હવે તેમના પેટીએમ એકાઉન્ટનું શું થશે. આ માટે આરબીઆઈના આદેશને સમજવો પડશે. રિઝર્વ બેંકના આદેશ અનુસાર પેટીએમ કસ્ટમર્સ તેમના એકાઉન્ટમાં રોકટોક વગર પેટીએમ બેંકમાં પૈસા ઉપાડી શકશે.

આ પણ વાંચો | સોનું ચાંદી પર કેટલો ટેક્સ વસૂલાય છે? ભારતમાં એક વ્યક્તિ કેટલું સોનું રાખી શકે છે? જાણો ઇન્કમ ટેક્સનો નિયમ

29 ફેબ્રુઆરી, 2024 બાદ પેટીએમ યઝર્સને UPI અને BBPOU (ભારત બિલ પેમેન્ટ ઓપરેટિંગ યુનિટ) જેવી સર્વિસને બાદ કરતા અને સર્વિસ મળશે નહીં. મધ્યસ્થ બેંકે PPBLને 15 માર્ચ 2024 સુધીની મુદ્દત આપી છે. આ દરમિયાન તમામ પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન અને નોડલ એકાઉન્ટ્સને સેટલ કરવા પડશે.

Web Title: Paytm payments bank fastag wallet top up service rbi as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×