Paytm Payment Bank Case : પેટીએમ કંપનીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે Paytm પેમેન્ટ્સ બેંક સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ એવું નોંધાયું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ કરી રહ્યું છે કે. શું વન 97 કોમ્યુનિકેશન્સની ફેમા એક્ટના નિયમ ઉલ્લંઘનમાં ભૂમિકા હતી કે નહીં.
ન્યૂઝ એજન્સી રોઇટર્સને સરકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ફિનટેક કંપની પેટીએમ વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની વિશેષ જોગવાઈઓ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં વિદેશમાંથી ઇન્ડિવિઝ્યુઅલ અને કોર્પોરેટ દ્વારા કરાયેલા ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ પેટીએમ એ ઇડી દ્વારા તપાસની વાતને ફગાવી દીધી હતી. આ ઉપરાંત, તેણે તેની Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PBBL) દ્વારા ફોરેન એક્સચેન્જ એક્ટના ઉલ્લંઘનનો પણ ઇનકાર કર્યો હતો.
Paytm ની પેરેન્ટ કંપની One97 Communications Ltd (OCL), સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપની અને તેની સહયોગી PBBL ફોરેન એક્સચેન્જ રૂલ્સ અથવા તપાસના કોઈપણ ઉલ્લંઘનના અહેવાલોને સખત રીતે નકારી કાઢે છે.
RBIએ પેટીએમ પેમેન્ટ બેંક પર પેમેન્ટ મૂક્યો
તમને જણાવી દઈએ કે 31 જાન્યુઆરી, 2024ના રોજ, રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકની મોટાભાગની બિઝનેસ કામગીરી પર પ્રતિબંધ મૂક્યો હતો. પેટીએમ પેમેન્ટ બેન્કની ડિપોઝિટ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને સૌથી લોકપ્રિય ડિજિટલ વૉલેટ બિઝનેસ સર્વિસ 29 ફેબ્રુઆરી બાદ બંધ થઇ જશે.
અત્યાર સુધી, આ મામલે ઇડી દ્વારા નાણાંકીય અનિયમિતતા સંબંધિત કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. જો કે, અત્યાર સુધી માત્ર ED અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ મામલાની તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ આરબીઆઈએ કહ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે ‘સતત બિન-પાલન’ને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે Paytm પેમેન્ટ્સ બેંકને નિયમોનું પાલન કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. અને વ્યવસાય પર પ્રતિબંધ ત્યારે જ લાદવામાં આવ્યો જ્યારે Paytmની આ કંપનીએ નિયમો અને શરતો પૂરી કરી નથી.

તમને જણાવી દઈએ કે આ પછી પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના બોર્ડે ગ્રુપ એડવાઈઝરી કમિટીની રચના કરવાની જાહેરાત કરી હતી. સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ એમ દામોદરનને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
પેટીએમ શેર તળિયે
પેટીએમ એટલે કે વન97 કોમ્યુનિકેશન્સ કંપનીનો શેર ભાવ સતત ઘટીને ઓલટાઇમ લો થયો છે. 14 ફેબ્રુઆરીના રોજ શેર બજાર બીએસઇ ખાતે પેટીએમનો શેર 10 ટકા તૂટીને 342.35 રૂપિયા બંધ થયો છે, જે ઐતિહાસિક નીચ ભાવ છે. પેટીએમ કંપનીની માર્કેટકેપ 21,744.27 કરોડ રૂપિયા થઇ છે.
આ પણ વાંચો | ગૌતમ અદાણી માટે 3 મોટા સમાચાર, હિંડનબર્ગ કેસ વિશે પણ એક મહત્વપૂર્ણ અપડેટ
નોંધનિય છે કે, 31 જાન્યુઆરી, 2024ના રોજ રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક પર અંકુશો મૂક્યા ત્યારે પેટીએમ શેરનો બંધ ભાવ 762 રૂપિયા હતા. આમ રિઝર્વ બેંકના પ્રતિબંધ બાદ પેટીએમ શેરમાં 55 ટકાનું ધોવાણ થયું છે. તમને જણાવી દઇયે કે પેટીએમ એટલે કે વન97 કોમ્યુનિકેશન્સનો શેર હાલ સેબીના એડિશનલ સર્વેલન્સ મેઝર્સ (ASM) હેઠળ છે.