scorecardresearch
Premium

PAN Card Fraud: તમારા પાન કાર્ડ પર અન્ય વ્યક્તિએ લોન લીધી છે? કેવી રીતે ચેક કરવું? ક્યાં ફરિયાદ કરવી? જાણો અહીં

How To Check PAN Card Misuse Online: પાન કાર્ડ ક્રેડિટ રિપોર્ટ સાથે લિંક હોય છે. તેના દ્વારા કોઇ પણ લોન તમારી મંજૂરી સાથે કે મંજૂરી વગર સેક્શન કરાઇ હોય તેની વિગત હોય છે. તમારા ક્રેડિટ રેટિંગ અને ભવિષ્યમાં લોન લેવાની તમારી ક્ષમતા પર સીધી અસર કરે છે.

pan card 10 characters | pan card 10 characters meaning | pan card
PAN Card 10 Characters Meaning : પાન કાર્ડ પર છપાયેા 10 આંકડામાં મહત્વપૂર્ણ જાણકારી હોય છે. (Photo: PayRupik)

How To Check PAN Card Misuse Online: આજના યુગમાં ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. વ્યક્તિની જાણ બહાર જ તેના બેંક એકાઉન્ટ માંથી પૈસા ઉપડી જાય છે. ઘણી વખત તો જેના આધાર કાર્ડ અને પાન કાર્ડ ઉપર લોન લેવાઇ હોય તેને પણ જાણ હોતી નથી. પાન કાર્ડ બહુ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, બેંક ખાતું ખોલવા, આઈટી રિટર્ન જેવા કામકાજ માટે જરૂરી પડે છે. આવી સ્થિતિમાં તમારા પાન કાર્ડ પર અન્ય કોઇ વ્યક્તિએ લોન લીધી છે કે નહીં તેની સાવધાની રાખવી જરૂરી છે. હકીકતમાં તમારું PAN કાર્ડ તમારા ક્રેડિટ રિપોર્ટ સાથે લિંક હોય છે, અને તેના દ્વારા કોઇ પણ લોન તમારી મંજૂરી સાથે કે વગર મંજૂરીએ સેક્શન કરાઇ હોય, તમારા ક્રેડિટ રેટિંગ અને ભવિષ્યમાં લોન લેવાની તમારી ક્ષમતા પર સીધી અસર કરે છે. તમારા પાન કાર્ડ પર કોઇ લોન લેવાઇ છે કે નહીં? અને જો આવું થયું છે તો શું કરવું, તેના વિશે વિગતવાર જાણીયે

ક્રેડિટ રિપોર્ટ નિયમિત ચેક કરો

તમારા પાન કાર્ડ પર લોન લેવાઇ છે કે નહીં તેની માટે નિયમિત ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા રહેવું જોઇએ. સિલિબ, Experian, Equifax और CRIF High Mark જેવા ક્રેડિટ બ્યૂરો તમારા નામે લેવાયેલી તમામ લોન અને ક્રેડિટ કાર્ડનો રેકોર્ડ રાખે છે. આ સંસ્થાઓની વેબસાઇટ પર જઇ PAN કાર્ડ અને મોબાઇલ નંબર દાખલ કરીને ક્રેડિટ રિપોર્ટ જોઇ શકાય છે.

ક્રેડિટ રિપોર્ટમાં રેડ ફ્લેગ્સ પર નજર રાખો

તમારો ક્રેડિટ રિપોર્ટ જોતી વખતે, એવી લોન કે ક્રેડિટ કાર્ડ ચેક કરો તેની માટે તમે અરજી કરી નથી. ખોટો એકાઉન્ટ નંબર, અજાણ્યા ધિરાણકર્તાનું નામ, અથવા આવી કોઇ હાર્ડ ઇન્કવાયરી (જ્યારે કોઇ બેંક તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરે છે) જેમને મંજૂરી આપી થી. તે એ વાતના સંકેત છે કે કોઇયે તમારા પાન કાર્ડનો દૂરુપયોગ કર્ય છ. જો તમને ક્રેડિટ રિપોર્ટમાં આવી કોઇ વિગત દેખાય તો તમારો ક્રેડિટ રિપોર્ટ વધુ ખરાબ થતા રોકવા માટે તરત જ પગલાં લો.

જો બોગસ લોન દેખાય તો શું કરવું?

જો તમારા પાન કાર્ડ પર તમારી જાણ બહાર બોગસ લોન મંજૂર કરવામાં આવી છે, તો તાત્કાલિક ધિરાણકર્તા/ બેંકને તેની જાણકારી આપો, તમારા ક્રેડિટ રિપોર્ટ દેખાડો. મોટાભાગના કિસ્સા ક્રેડિટ બ્યૂરો દ્વારા ઓનલાઇન નોંધવામાં આવે છે. તમારું ઓળખ પ્રમાણપત્ર, સંબંધિત લોનના તથ્ય અને એક સહી સાથે સોગંદનામું દાખલ કરો. ઉપરાંત PAN કાર્ડના દૂરુપયોગના પુરાવા સાથે તમારા સ્થાનિક પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ સેલની ઓફિસમાં ફરિયાદ દાખલ કરવી જોઇએ.

પાન કાર્ડનો દૂરુપયોગ કેવી રીતે રોકવો?

  • પાન કાર્ડ નંબર કોઇ પણ અજાણ્યા વ્યક્તિને આપવો નહીં
  • પાન કાર્ડ નંબર કોઇ પણ અજાણી વેબસાઇટ, એપ્લિકેશન કે વોટ્સએપ પર ફોરવર્ડ કરવો નહીં
  • પાન કાર્ડ ખોવાય જાય તો Reprint માટે અરજી કરો અને આગામી અમુક મહિના સુધી પોતાનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા રહો
  • મોબાઇલ બેંક એપ અને ઓનલાઇન પેમેન્ટ એપ્લિકેશન માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો
  • PAN કાર્ડ સંબંધિત લોન કે ક્રેડિટ અરજી માટે SMS/ ઇમેલ નોટિફિકેશન એક્ટિવેટ કરો

પાન કાર્ડ દ્વારા લોનની વિગત કેવી રીતે ચેક કરવી?

પાન કાર્ડ નંબર દ્વારા લોનની વિગત સરળતાથી ચેક કરી શકાય છે. CIBIL, Experian, અને CRIFની વેબસાઇટ ઓપન કરો, પછી તમારો પાન કાર્ડ નંબર દાખલ કરીને ક્રેડિટ રિપોર્ટ રિક્વેસ્ટ મોકલી શકાય છે. તેમા તમારા પાન કાર્ડ પર આપવામાં આવેલી તમામ લોન અને ક્રેડિટ કાર્ડની વિગત જોવા મળે છે.

ક્રેડિટ રિપોર્ટ કેટલી વાર ચેક કરી શકાય છે?

તમારે દર 3 – 6 મહિને તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો જોઇએ. છેતરપીંડિ શોધી કાઢવા અને પોતાના ક્રેડિટ રિપોર્ટને મજબૂત રાખવા માટે નિયમિત ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા રહેવું ઉત્તમ વિકલ્પ છે.

Web Title: Pan card misuse check how to check someone taken a loan using your pan card credit score report as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×