PAN-Aadhaar Linking Updates IT Department: PAN અને આધાર નંબરને લિંક કરવાનો સમય નજીક હોવાથી લોકોને લિંક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1000 રૂપિયાનો દંડ ભર્યા પછી પણ PAN અને આધારને લિંક કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવકવેરા વિભાગે એક ટ્વીટમાં આ વિશે માહિતી આપી છે કે PAN-આધાર લિંક કરવાની પ્રક્રિયામાં સમસ્યાનું કારણ વસ્તી વિષયક માહિતી ((demographic mismatches)) સાથે મેળ ન ખાવું હોઈ શકે છે. વિભાગનું કહેવું છે કે PAN ને આધાર સાથે લિંક કરતી વખતે, ઘણા PAN ધારકો વસ્તી વિષયક વિસંગતતા વિશે ચિંતિત છે. પાન અને આધારને સરળ રીતે લિંક કરવા માટે આવકવેરા વિભાગે બાયોમેટ્રિક-આધારિત વેરિફિકેશનની સુવિધા શરૂ કરી છે. પાનધારકો PAN સેવા પ્રદાતાઓના કેન્દ્રોની મુલાકાત લઈને આ માહિતી સુધારી શકે છે.
હકીકતમાં, પાન કાર્ડ -આધાર લિંક કરવાની છેલ્લી તારીખ હવે સમાપ્ત થઇ રહી છે. આ માટે 1000 રૂપિયાના દંડ સાથે 30 જૂન 2023 છેલ્લી તારીખ છે. જો તમે 30 જૂન, 2023 સુધીમાં તમારું પાન કાર્ડ-આધાર લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, એટલે કે તે અમાન્ય થઈ જશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે PAN કાર્ડ હોવા છતાં તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં. જો તમે નિર્ધારિત સમયમર્યાદા સુધી પણ લિંકિંગ કરાવવામાં સક્ષમ નથી, તો તમારે ઘણા પ્રકારનું નુકસાન સહન કરવું પડશે અને તમે ઘણી મહત્વપૂર્ણ કામગીરી કરી શકશો નહીં. જો પાન-આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઇન લંબાવવામાં આવે તો દંડમાં ઘણો વધારો કરી શકે છે.
આ લોકોને PAN-આધાર લિંક કરવાથી મુક્તિ
- જો તમે આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોના રહેવાસી છો, તો પાન-આધાર કાર્ડને લિંક કરવામાં મુક્તિ મળશે.
- આવકવેરા અધિનિયમ 1961 મુજબ, જો તમે બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ) છો, તો છૂટછાટ મળશે.
- કોઈપણ વ્યક્તિ જે પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ કે તેથી વધુ વયની હોય તેને મુક્તિ આપવામાં આવે છે.
- જે વ્યક્તિઓ ભારતના નાગરિક નથી.
પાન-આધાર કાર્ડ લિંક કરવું કેમ જરૂરી
હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ડુપ્લિકેટ પાન કાર્ડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે નાણાકીય છેતરપિંડી જેવી ઘટનાઓ બની છે. એક જ વ્યક્તિ પાસે એકથી વધુ PAN હોવાને કારણે કરચોરી જેવા મામલાઓમાં વધારો થયો છે.
કર લાભો અને નાણાંકીય લેવડદેવડ કરવામાં મુશ્કેલી
જો 30 જૂન, 2023 સુધીમાં PAN કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય, તો તમારે નાણાંકીય વ્યવહારોમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે PAN વગર એક જ વારમાં બેંકમાંથી 5000 રૂપિયાથી વધુ ઉપાડી શકશો નહીં. જો તમે નવું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લેવા માંગતા હોવ તો તે શક્ય નહીં બને. બેંક ખાતું ખોલાવવામાં મુશ્કેલી આવશે. પાન કાર્ડ વગર તમે ડીડીએસ અને ટીસીએસ કપાતના કિસ્સામાં તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે.
પાન-આધાર કાર્ડને ઓનલાઈન લિંક કરવાની રીતે
- ઈન્કમ ટેક્સનું ઈ-ફાઈલિંગ પોર્ટલ ખોલો
- અહીં લિંક છે: https://incometaxindiaefiling.gov.in/
- જો પહેલેથી રજિસ્ટર્ડ ન હોય તો રજિસ્ટ્રેશન કરાવો.
- તમારો PAN કાર્ડ નંબર (PAN) તમારું યુઝર્સ ID હશે.
- હવે તમારું યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગ ઇન કરો.
- એક પોપ અપ વિન્ડો દેખાશે, જેના પર તમને PAN ને આધાર સાથે લિંક કરવા માટે કહેવામાં આવશે. જો તે ન આવે તો ‘Profile Settings’ જઈને ‘Link Aadhaar’ પર ક્લિક કરો.
- હવે PAN કાર્ડમાં જે જન્મ તારીખ અને લિંગની વિગતો છે, જે અહીંયા દેખાશે.
- હવે આ વિગતોને તમારી આધાર વિગતો સાથે મેચ કરો. જો આ વિગતો બંને દસ્તાવેજોમાં મેળ ખાતી નથી, તો તમારે જે ખોટું છે તેને સુધારવું પડશે.
- જો વિગતો મેળ ખાતી હોય, તો તમારો આધાર નંબર દાખલ કરો અને “link now” બટન પર ક્લિક કરો.
- એક પોપ-અપ મેસેજ દેખાશે, જે તમને જણાવશે કે તમારું PAN આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે.
- તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવા માટે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.
SMSથી પાન-આધાર લિંક કરવાની રીત
તમારા ફોન પર UIDPAN ટાઇમ કરો. 12 અંકનો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ 10 અંકનો પાન નંબર ટાઇપ કરો. હવે 567678 અથવા 56161 પર મેસેજ મોકલો. પાન-આધારને ઓનલાઈન લિંક કરવામાં સમસ્યાના કિસ્સામાં, તે NSDL અને UTITSLના PAN સર્વિસ સેન્ટરથી ઑફલાઇન પણ કરી શકાય છે.
PAN આધાર સાથે લિંક છે કે નહીં તે તપાસની રીત
- UIDAI વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
- Aadhaar Services મેન્યૂમાંથી Aadhaar Linking Statusને સિલેક્ટ કરો.
- હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Get Status બટન પર ક્લિક કરો.
- અહીં તમારે તમારો PAN કાર્ડ નંબર, તેમજ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- તમારા પાન-આધાર લિંકિંગની સ્થિતિ તપાસવા માટે Get Linking Status પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને સ્ક્રીન પર દેખાશે કે તમારું આધાર PAN સાથે લિંક છે કે નહીં.