PAN 2.0 Features And Benefits : પાન કાર્ડ ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન કાર્ડ માત્ર એક ઓળખપત્ર નહીં પણ એક એડવાન્સ ડિજિટલ ટૂલ બની ગયું છે. કેન્દ્ર સરકારે હવે PAN 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય કર વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને ડિજિટલ બનાવવાનો છે. આ નવી વ્યવસ્થા હાલની પાન કાર્ડ સિસ્ટમને ટેક્નિકલ રીતે વધુ એડવાન્સ બનાવવાની સાથે એક એકિકૃત ડિજિટલ પ્લેટફોર્મ પર PAN અને TAN સેવા પર ઉપલબ્ધ કરાવે છે. PAN 2.0 પ્રોજેક્ટ શરૂ થતા લોકોના મતમાં સવાલ ઉદભવી રહ્યા છે કે, શું જુનું પાન કાર્ડ રદ થઇ જશે? નવું પાન કાર્ડ બનાવવું પડશે? PAN 2.0 કેવી રીતે બનાવવું અને તેના ફાયદા શું છે? ચાલો જાણીયે વિગતવાર
PAN 2.0 પ્રોજેક્ટ માટે 1435 કરોડનું બજેટ
PAN 2.0 પ્રોજેક્ટ માટે 25 નવેમ્બર 2024ના રોજ આર્થિક બાબતોની સમિતિ દ્વારા 1435 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા વિભાગના મહત્વકાંક્ષી PAN 2.0 પ્રોજેક્ટની જવાબદારી આઇટી કંપની LTIMindtree ને આપી છે.
PAN 2.0 બાદ જુનું પાન કાર્ડ રદ થશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે, PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ જૂનું પાન કાર્ડ માન્ય રહેશે. જે લોકો પાસે 2017 પહેલાના પાન કાર્ડ છે તેમાં QR કોડ હશે નહીં. પરંતુ તેઓ ઇચ્છે તો નવું કાર્ડ પાન કાર્ડ બનાવડાવી શકે છે. અલબત્ત તે ફરજિયતા નથી. કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરી નથી, જ્યાં સુધી તેમે કોઇ અપડેટ કે સુધારો ફેરફાર કરાવતા નથી.
PAN 2.0 માં શું ખાસ છે?
QR કોડ : નવા પાન કાર્ડ ક્યુઆર કોડ (QR Code) થી સજ્જ હશે, જે રિયલ ટાઇમમાં પાન કાર્ડ ધારકની માહિતી આપશે.
ઇન્ટિગ્રેટેડ પોર્ટલ : તમામ PAN/TAN સંબંધિત જેવી કે, ફાળવણી, સુધારા, આધાર લિંક, વેરિફિકેશન અને રિ ઇશ્યુ હવે એક જ ડિજિટલ પોર્ટલ પર ઉપલબ્ધ થશે.
પેપરલેસ પ્રક્રિયા : પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ હેઠળ તમામ પ્રક્રિયા પેપરલેસ હશે. જેનાથી પર્યાવરણને કોઇ નુકસાન થશે અને ડોક્યુમેન્ટ સાચવવાની ઝંઝટ રહેશે નહીં.
ઝડપી અને સુરક્ષિત સેવા : ઉત્કૃષ્ઠ સાયબર સુરક્ષા સાથે સેવા વિતરણ વધુ ઝડપી અને સુરક્ષિત થશે.
વૈશ્વિક પહોંચ : NRI અને OCI કાર્ડધારક પણ દુનિયાના કોઇ પણ ખુણેથી e PAN માટે અરજી કરી શકે છે.
PAN 2.0 માટે ક્યા દસ્તાવેજ જોઇશે?
- ઓળખપત્ર : આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ વગેરે
- સરનામાનો પુરાવો : બેંક સ્ટેટમેન્ટ, લાઇટ બિલ, મકાન ભાડા કરાર વગેરે
- જન્મ તારીખનો પુરાવો : બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, શાળાનું LC વગેરે
PAN 2.0 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ નવું ફિઝિકલ પાન કાર્ડ ત્યારે જ મળશે જ્યારે તમે તેમા કોઇ અપડેટ કે સુધારો કરાવો છો. પાન કાર્ડ 2.0 લાગુ થયા બાદ મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ, નામ કે જન્મતારીખ જેવી વિગત ફ્રીમાં સુધરાવી શકે છે.
- PAN 2.0 મેળવવા માટે સૌથી પહેલા NSDL કે UTIITSLની વેબસાઇટ ઓપન કરો
- PAN નંબર, આધાર કાર્ડ અને જન્મ તારીખની વિગત દાખલ કરો
- પાન કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર પર આવેલા OTP દ્વારા વેરિફિકેશન કરો
- નિર્ધારિત સમયમાં તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર નવું પાન કાર્ડ આવી જશે
PAN 2.0 નો QR કોડ કેવી રીતે કામગીરી કરે છે?
PIBની પ્રેસ રિલિઝ મુજબ, વર્ષ 2017 પછીના નવા પાન કાર્ડ QR કોડ વાળા જ હોય છે. પરંતુ PAN 2.0 હેઠળ તે વધુ ડાયનેમિક થઇ જશે અને દરેક વખતે ડેટાબેઝ માંથી લેટેસ્ટ જાણકારી આપે છે. એક ખાસ QR રીડર એપ્લિકેશન દ્વારા આ કોટ સ્કેન કરી શકાય છે.