scorecardresearch
Premium

OPPO Reno 12, Reno 12 Pro: પાવરફુલ ફીચર્સ અને કેમેરા સાથે ઓપ્પો રેનો 12 સ્માર્ટફોન લોન્ચ, 512 GB સ્ટોરેજ, જાણો કિંમત

OPPO Reno 12, Reno 12 Pro Price And Features: ઓપ્પો રેનો 12 અને રેનો 12 પ્રો સ્માર્ટફોનમાં 50 એમપી કેમેરા અને મીડિયાટેક ડિમેન્સિટી 7300 પ્રોસેસર જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

Oppo Reno 12 Smartphone | Oppo Reno 12 Pro Smartphone | oppo reno 12 price | oppo reno 12 features | oppo reno 12 pro price | oppo reno 12 pro features | Latest Oppo Smartphone
Oppo Reno 12 Smartphone: ઓપ્પો રેનો 12માં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપર્ચર એફ/2.0 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.. (Photo – @raihanhan121)

OPPO Reno 12, Reno 12 Pro Launched: ઓપ્પો એ વચન મુજબ તેના રેનો 12 અને રેનો 12 પ્રો સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. નવા ઓપ્પો રેનો 12 અને રેનો 12 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલએચડી+ કર્વ્ડ એમોલેડ સ્ક્રીન, મીડિયાટેક ડિમેન્સિટી 7300 પ્રોસેસર, 12 જીબી સુધીની ઇનબિલ્ટ રેમ અને 12 જીબી એક્સપાન્ડેબલ વર્ચ્યુઅલ રેમ આપવામાં આવી છે.

ઓપ્પો રેનો 12, રેનો 12 પ્રો સ્પેસિફિકેશન્સ (OPPO Reno 12, Reno 12 Pro specifications)

ઓપ્પો રેનો 12 અને રેનો 12 પ્રોમાં 6.7 ઇંચની ફુલએચડી + (2412 × 1080 પિક્સલ) ડિસ્પ્લે છે. રેનો 12 સ્માર્ટફોનમાં OLED ડ્યુઅલ છે જ્યારે રેનો 12 પ્રોમાં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે કર્વ્ડ ડિસ્પ્લે છે. સ્ક્રીન 1200 નીટ પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે રેનો 12માં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7i મળે છે, જ્યારે રેનો 12 પ્રો વિક્ટસ 2 સાથે આવે છે. બંને ફોનમાં ગ્રાફિક્સ માટે ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7300 -એનર્જી 4એનએમ પ્રોસેસર અને માલી-જી615 એમસી2 જીપીયુ આપવામાં આવ્યું છે.

ઓપ્પો રેનો 12 સ્માર્ટફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ છે, જ્યારે રેનો 12 પ્રોમાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેસ્ડ ColorOS 141 સાથે આવે છે.

ઓપ્પો રેનો 12, રેનો 12 પ્રો ફીચર્સ (OPPO Reno 12, Reno 12 Pro Features)

ઓપ્પો રેનો 12 સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 1.8 સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા અને 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઓપ્પો રેનો 12 અને ઓપ્પો રેનો 12 પ્રો સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ છે. હેન્ડસેટમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઓપ્પોના આ ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 80W સુપરવીઓક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 AX, બ્લૂટૂથ 5.4, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ઓપ્પો રેનો 12, રેનો 12 પ્રો કેમેરા (OPPO Reno 12, Reno 12 Pro Camera)

ઓપ્પો રેનો 12 પ્રોમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ, 50 મેગાપિક્સલ 2x ટેલિફોટો કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. ઓપ્પો રેનો 12માં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપર્ચર એફ/2.0 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે રેનો 12 પ્રોમાં એપર્ચર એફ/2.0 સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ઓપ્પો રેનો 12, રેનો 12 પ્રો કિંમત (OPPO Reno 12, Reno 12 Pro Price)

ઓપ્પો રેનો 12 સ્માર્ટફોનને એસ્ટ્રો સિલ્વર અને મેટ બ્રાઉન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. રેનો 12ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 499 યૂરો (લગભગ 44,660 રૂપિયા) છે.

આ પણ વાંચો | વોટરપ્રુફ સ્માર્ટફોન વીવો વી40 લોન્ચ, 50MP સેલ્ફી કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

ઓપ્પો રેનો 12 પ્રો 5જી સ્માર્ટફોન નેબ્યુલા સિલ્વર અને સ્પેસ બ્રાઉન રંગમાં આવે છે. હેન્ડસેટના 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 599 યુરો (લગભગ 53,600 રૂપિયા) છે. આ હેન્ડસેટનું વેચાણ જૂનથી યુરોપ અને યુકેમાં શરૂ થશે, જ્યારે અન્ય બજારો ધીમે ધીમે આ બંને ફોનને રોલ આઉટ કરશે.

Web Title: Oppo reno 12 reno 12 pro launch price features specifications camera check full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×