scorecardresearch
Premium

Oppo Find X8 Ultra: ઓપ્પોનો ધાસું સ્માર્ટફોન પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા સાથે લોન્ચ, 16 GB રેમ અને 1 TB સ્ટોરેજ

Oppo Find X8 Ultra Launch : ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અલ્ટ્રા સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર અને ડિસ્પ્લે ઓપ્પો ક્રિસ્ટલ શિલ્ડ ગ્લાસ પ્રોટેક્શન આવે છે. લેટેસ્ટ ઓપો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.

Oppo Find X8 Ultra | Oppo Find X8 Ultra Launch | Oppo Find X8 Ultra Price
Oppo Find X8 Ultra Price : ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અલ્ટ્રા સ્માર્ટફોન IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ ધરાવે છે. (Photo: @chunkynerd)

Oppo Find X8 Ultra Launch : ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અલ્ટ્રા સીરિઝનો નવો સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થયો છે. ઓપ્પો ફાઇન્ડ એક્સ અલ્ટ્રા કંપનીનો લેટેસ્ટ ફોન છે. આ પહેલા આ સીરીઝમાં કંપનીએ સ્ટાન્ડર્ડ ઓપ્પો ફિન્ક્સ એક્સ8 અને ઓપ્પો ફાઇન્ડ એક્સ8 પ્રોને ચીની બજારમાં રજૂ કર્યા છે. આ હેન્ડસેટમાં પાછળના ભાગમાં ડ્યુઅલ પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા, 1ટીબી સુધી સ્ટોરેજ અને Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવ્યું છે. જાણો આ નવા ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અલ્ટ્રાની કિંમત અને ફીચર્સ વિશે…

Oppo Find X8 Ultra Price : ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અલ્ટ્રા કિંમત

ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અલ્ટ્રાના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,499 આરએમબી (લગભગ 76,500 રૂપિયા) છે. ઓપ્પોએ એક સ્માર્ટફોન વેરિઅન્ટ પણ રજૂ કર્યું છે જે સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે આવે છે. આ ફોન સ્ટેરી બ્લેક, મૂનલાઇટ વ્હાઇટ અને મોર્નિંગ લાઇટ કલર ઓપ્શનમાં આવે છે.

OPPO Find X8 Series Features : એપ્પો ફાઇન્ડ એક્સ 8 સીરિઝ સ્પેસિફિકેશન

ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 6.82 ઇંચની Pro-XDR AMOLED ડિસ્પ્લે આવે છે જે QHD+ રિઝોલ્યુશન આપે છે. આ સ્ક્રીન 1-120હર્ટ્ઝ LTPO રિફ્રેશ રેટ આપે છે અને પીક બ્રાઇટનેસ 1600 નીટ્સ છે. આ હેન્ડસેટમાં 240 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ, Dolby Vision, HDR સપોર્ટ છે. ડિસ્પ્લે OPPO Crystal Shield ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે.

ઓપ્પોના આ સ્માર્ટફોનમાં ફ્લેગશિપ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ આવે છે. ફોનમાં 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં એરોસ્પેસ-ગ્રેડ કૂલિંગ સિસ્ટમ છે.

સોફ્ટવેરની વાત કરીયે, ઓપ્પો ફાઇન્ડ એક્સ8 એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15 સાથે આવે છે. આ ડિવાઇસમાં Oppo AI ફીચર્સને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં iPhone One Touch Transfer, Easy To Share જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

ફાઇન્ડ એક્સ8 અલ્ટ્રામાં એપર્ચર એફ / 1.8 સાથે 50 મેગાપિક્સલનો 1 ઇંચનો Sony LYT 900 પ્રાઇમરી રિયર કેમેરો અને એપર્ચર એફ / 2.0 સાથે 50 મેગાપિક્સલનો સેમસંગ JN5 અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP Sony LYT 700 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો અને 6x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP Sony LYT 600 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો છે. આ ડિવાઇસમાં 2 મેગાપિક્સલનું સ્પેક્ટરલ કલર સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં એપર્ચર એફ / 2.4 સાથે 32 મેગાપિક્સલનો Sony LYT 506 કેમેરા આવે છે. સ્માર્ટફોન HyperTone Image Engine અને AI ટોન મેપિંગને સપોર્ટ કરે છે.

ઓપ્પોના આ ફોનમાં ચાર્જિંગ માટે 6100mAhની મોટી બેટરી આવે છે, જે 100W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 અલ્ટ્રામાં IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, આઇઆર બ્લાસ્ટર, એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Web Title: Oppo find x8 ultra launch with dual periscope telephoto camera price specifications features check here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×