Oppo F27 Series : ઓપ્પો એફ27 (Oppo F27) સિરીઝ ભારતમાં આ મહિનાના અંતમાં લોન્ચ થઈ શકે છે, એક ટિપસ્ટર દ્વારા લીક કરાયેલા પોસ્ટર અનુસાર જાણવા મળ્યું છે, સિરીઝમાં ત્રણ હેન્ડસેટનો સમાવેશ થાય તેવી શક્યતા છે, જેમાં Oppo F27, Oppo F27 Pro, અને Oppo F27 Pro+. કંપનીનો આગામી Oppo F27 Pro ભારતમાં ડસ્ટ અને પાણીના પ્રતિકાર માટે IP69 રેટિંગ સાથે ડેબ્યૂ કરનાર પ્રથમ સ્માર્ટફોન હોવાનું પણ કહેવાય છે. પ્રો મોડલમાંથી એક અન્ય સ્માર્ટફોનના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે આવી શકે છે જે તાજેતરમાં કંપની દ્વારા ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Oppo F27 (ઓપ્પો એફ27) સિરીઝ ઇન્ડિયા લૉન્ચ ડેટ લીક
ટિપસ્ટર મુકુલ શર્માએ X (અગાઉ ટ્વિટર) પર ભારતમાં Oppo F27 સિરીઝના લોન્ચ માટેનું પોસ્ટર લીક કર્યું છે. પોસ્ટર જણાવે છે કે Oppo F27 Pro+ ભારતમાં 13 જૂનના રોજ લોન્ચ કરવામાં આવશે. સ્માર્ટફોન સિરીઝમાં Oppo F27 Pro અને સ્ટાન્ડર્ડ Oppo F27 મોડલનો પણ સમાવેશ થાય તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Realme C63 : 6.74-ઇંચ ડિસ્પ્લે સાથે રિયલમી સી 63 સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
ટિપસ્ટરની પોસ્ટ અનુસાર, સિરીઝના ઓછામાં ઓછા એક સ્માર્ટફોનમાં ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP66, IP68 અને IP69 રેટિંગ હશે. હેન્ડસેટ માટે ઘણા IP રેટિંગ્સ પર વધુ સ્પષ્ટતાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને તે આ મહિનાના અંતમાં કંપની દ્વારા લોન્ચ આવશે. Oppo F27 Pro અથવા Oppo F27 Pro+ રિબ્રાન્ડેડ Oppo A3 Pro તરીકે આવી શકે છે.
લીક થયેલા પોસ્ટરમાં સ્માર્ટફોનની ડિઝાઈન સૂચવે છે કે Oppo F27 Pro+ લૂકમાં ગયા મહિને ચીનમાં લૉન્ચ થયેલા અન્ય સ્માર્ટફોન Oppo A3 Pro જેવો જ હશે. આમાં પાછળની પેનલના ઉપરના અડધા ભાગમાં મધ્યમાં સ્થિત ગોળાકાર રીઅર કેમેરા મોડ્યુલ તેમજ પોસ્ટરમાં બતાવેલ બે કલરવેનો સમાવેશ થાય છે.
આ ડિઝાઇન ઉપરાંત, Oppo A3 Pro એ IP69 રેટિંગ સાથે ડેબ્યૂ કરનાર ચીનમાં કંપનીનો પહેલો ફોન પણ છે. આ સૂચવે છે કે હેન્ડસેટ ભારતમાં A સિરીઝ ફોનના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે લોન્ચ થઈ શકે છે. જો કે, હાલમાં તે સ્પષ્ટ નથી કે Oppo F27 Pro અથવા F27 Pro+ એ Oppo A3 Proનું ગ્લોબલ વેરિયન્ટ હશે.
જો આ અનુમાન સચોટ હોય, તો Oppo F27 Pro અથવા Oppo F27 Pro+ એ ડાયમેન્સિટી 7050 ચિપથી સજ્જ થઈ શકે છે, જે 12GB સુધીની RAM સાથે જોડાયેલી છે. ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 64-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. ફોન 67W SuperVOOC ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,000mAh બેટરી પેક કરે છે.