scorecardresearch
Premium

Oppo F25 Pro 5G: Oppo F25 Pro ભારતમાં લૉન્ચ, 5 માર્ચથી વેચાણ શરૂ થશે

Oppo F25 Pro 5G Specifications: Oppo દાવો કરે છે કે F25 Pro એ સેગમેન્ટના કેટલાક ડિવાઇસ પૈકી એક છે જે આગળના અને પાછળના બંને કેમેરાનો ઉપયોગ કરીને 4K વિડિયો રેકોર્ડ કરી શકે છે. વધુમાં અહીં વાંચો.

oppo f25 pro launch sale date specification camera feature technology update gujarati news
oppo f25 pro launch sale date specification camera feature : oppo f25 pro લોન્ચ સેલ ડેટ સ્પેસિફિકેશન કેમેરા ફીચર

Oppo F25 Pro 5G Specifications: ઓપ્પો (Oppo) એ આજે ​​ભારતમાં તેનો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન – (Oppo F25 Pro) લોન્ચ કર્યો છે. કેમેરા-સેન્ટ્રિક ફોનમાં ફ્રન્ટ અને રીઅર બંને કેમેરા પર 4K વિડિયો રેકોર્ડિંગ છે અને Android 14 પર આધારિત ColorOS 14 પર ચાલે છે.ફોનમાં 6.7-ઇંચ 120Hz AMOLED સ્ક્રીન છે જે Panda Glass દ્વારા સુરક્ષિત છે અને 1100 nits ની ટોચની બ્રાઇટનેસ ધરાવે છે. Oppo F25 Pro મીડિયાટેક ડાયમેન્સિટી 7050 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેનું વજન માત્ર 177 ગ્રામ છે, જેથી આ ફોન સલાઇટેસ્ટ મિડ-રેન્જ પ્રાઇસ બ્રેકેટમાં સૌથી હળવા સ્માર્ટફોનમાંથી એક છે.

oppo f25 pro launch sale date specification camera feature technology update gujarati news
oppo f25 pro launch sale date specification camera feature : oppo f25 pro લોન્ચ સેલ ડેટ સ્પેસિફિકેશન કેમેરા ફીચર

Oppo F25 Pro 5G Camera Quality

ફોનમાં પાછળ, તમને બે વર્તુળો સાથે એક લંબચોરસ કેમેરા મળે છે જેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હોય છે જેમાં 64MP ઓમ્નિવિઝન OV64B પ્રાઈમરી સેન્સર, 8MP સોની IMX355 અલ્ટ્રાવાઇડ કેમેરા અને 4cm ની ફોકલ લંબાઈ સાથે 2MP ઓમ્નિવિઝન OV02B10 મેક્રો કેમેરા હોય છે. આગળના ભાગમાં, તમને એક પંચ-હોલ કટઆઉટ મળે છે જેમાં 32MP Sony IMX615 સેન્સર છે.

આ પણ વાંચો: રિલાયન્સ – ડિઝનીના મર્જરને મંજૂરી, નીતા અંબાણી ચેરપર્સન બનશે; જાણો RIL કેટલું રોકાણ કરશે અને દર્શકોને શું ફાયદો થશે

Oppo દાવો કરે છે કે F25 Pro એ સેગમેન્ટના કેટલાક ડિવાઇસ પૈકી એક છે જે આગળના અને પાછળના બંને કેમેરાનો ઉપયોગ કરીને 4K વિડિયો રેકોર્ડ કરી શકે છે. તેમાં AI સ્માર્ટ ઇમેજ મેટિંગ નામની એક નવી સુવિધા પણ છે જે યુઝર્સને એક જ ટેપથી ઇમેજમાંથી સબ્જેક્ટ અને અન્ય ફોટામાં સરળતાથી એડ કરવા માટે તેને ટ્રાંસપેરન્ટ PNG માં ફેરવવામાં સક્ષમ છે.

આ પણ વાંચો: RILમાં તેજી, બ્રોકરેજ ફર્મે શેર માટે ઉંચો ટાર્ગેટ મૂક્યો; જાણો તમારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર કેમ ખરીદવો જોઇએ?

Oppo F25 Pro 5G Battery

F25 Pro 5,000mAh બેટરી પેક કરે છે જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું વેચાણ 5 માર્ચથી Oppo e-Store, Amazon, Flipkart અને અન્ય Oppo સ્ટોર્સ પર શરૂ થશે. 128GB સ્ટોરેજ સાથે આવતા ફોનના બેઝ વેરિઅન્ટને 23,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જ્યારે 256GB વર્ઝનની કિંમત 25,999 રૂપિયા છે.

Oppo F25 Pro 5G Offers

ઓપ્પો SBI અને ICICI બેંક કાર્ડ ધરાવતા ગ્રાહકો માટે 180 દિવસની સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન અને 10 ટકા સુધીની છૂટ ઓફર કરે છે. રસ ધરાવતા ખરીદદારો પાસે 9 મહિના સુધી નો-કોસ્ટ EMI પર ફોન ખરીદવાનો વિકલ્પ પણ છે.

Web Title: Oppo f25 pro launch sale date specification camera feature technology update gujarati news sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×