Oppo A5 Pro 4G Launched: ઓપ્પોએ પોતાની એ-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo A5 Pro 5G ચીનમાં ડિસેમ્બર 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ગયા મહિને કંપનીએ આ ફોનને વૈશ્વિક બજારમાં મોડિફાઇડ સ્પેસિફિકેશન્સ અને ડિઝાઇન સાથે રજૂ કર્યો હતો. હવે ઓપ્પો એ5 પ્રોનું 4G વેરિએન્ટ મલેશિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ઓપ્પો એ5 પ્રો 4જી વેરિઅન્ટમાં 5800mAhની મોટી બેટરી, 6.67 ઇંચની એચડી+ ડિસ્પ્લે અને 256GB સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે.
Oppo A5 Pro 4G સ્પેસિફિકેશન્સ
ઓપ્પો એ5 પ્રો (4G) એક બજેટ સ્માર્ટફોન છે જે રગ્ડ ડ્યૂરેબિલીટી ઓફર કરે છે. વોટર રેઝિસ્ટન્સ માટે ફોનમાં આઇપી69 રેટિંગ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે ફોન 30 મિનિટ સુધી 1.5 મીટર ઉંડા પાણીમાં હશે તો પણ બગડશે નહીં. આ હેન્ડસેટે 14 મિલિટ્રી ગ્રેડના ડ્યૂરેબિલીટી ટેસ્ટ પાસ કર્યા છે.
ઓપ્પોના ફોનમાં 6.67 ઇંચની એચડી+ (1604×720 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે 1000 નીટની પીક બ્રાઇટનેસ અને 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ઓફર કરે છે. ડિવાઇસમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 6 એસ જેન 1 ચિપસેટ આપવામાં આવ્યું છે જે 11 એનએમ પ્રોસેસ્ડ પર બેસ્ડ છે. ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે.
Oppo A5 Pro (4G)ને પાવર આપવા માટે 5800mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ સિમ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.0, ડ્યુઅલ સ્પીકર્સ, યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ જેની કલરઓએસ 15 સાથે આવે છે. ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
ઓપ્પો એ5 પ્રો સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Oppo A5 Pro (4G)ની કિંમત
ઓપ્પો એ5 પ્રો (4જી) મોચા બ્રાઉન અને ઓલિવ ગ્રીન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ફોન 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજમાં આવે છે અને તેની કિંમત 200 ડોલર છે.