scorecardresearch
Premium

OnePlus Open vs Samsung Galaxy Z Fold 5: વનપ્લસ અને સેમસંગના પાવરફુલ ફોલ્ડેબલ ફોન, કયો ખરીદવો બેસ્ટ?

OnePlus Open vs Samsung Galaxy Z Fold 5: Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર OnePlus અને Samsungના ફોલ્ડેબલ ફોનમાં આપવામાં આવે છે. સેમસંગ અને વનપ્લસનો શ્રેષ્ઠ ફોલ્ડેબલ ફોન કેવો છે? જાણો તેમની કિંમત અને ફીચર્સ સંબંધિત વિગતો…

OnePlus Open | Samsung Galaxy Z Fold 5 | foldable phone
વનપ્લસ ઓપન વિ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5

OnePlus Open vs Samsung Galaxy Z Fold 5: OnePlus એ ગુરુવારે વૈશ્વિક ઇવેન્ટમાં તેનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન OnePlus Open લૉન્ચ કર્યો. વનપ્લસ ઓપનમાં મજબૂત સ્પેસિફિકેશન અને ફીચર્સ આપવામાં આવ્યા છે. વનપ્લસનો આ હેન્ડસેટ વજનમાં હલકો છે અને આકર્ષક ડિઝાઇન સાથે આવે છે. આ ફોન બજારમાં પહેલાથી જ હાજર Samsung Galaxy Z Fold 5 સાથે સ્પર્ધા કરશે. OnePlus Open અને Galaxy Z Fold એ વર્ષના બે સૌથી વધુ રાહ જોવાઈ રહેલા સ્માર્ટફોન છે. અમે તમને આ બે ફોલ્ડેબલ ડિવાઈસની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ…

OnePlus Open vs Samsung Galaxy Z Fold 5: ડિસ્પ્લે

વનપ્લસ ઓપન સ્માર્ટફોનમાં 7.82 ઇંચની અંદરની અને 6.31 ઇંચની બહારની ડિસ્પ્લે છે. OnePlus ફોનમાં આપવામાં આવેલ આંતરિક ડિસ્પ્લેનું રિઝોલ્યુશન (2268 x 2440 પિક્સેલ્સ) છે અને Galaxy Z Fold 5ના આંતરિક ડિસ્પ્લેનું રિઝોલ્યુશન (1812 x 2176 પિક્સેલ્સ) છે. OnePlus ફોનમાં 2800 nits સુધીની પીક બ્રાઈટનેસ ઉપલબ્ધ છે જ્યારે Z Fold 5 ની બ્રાઈટનેસ 1750 nits છે.

Samsung Galaxy Z Fold 5 માં 7.6 ઇંચ ડાયનેમિક AMOLED 2X Infinity Flex ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. હેન્ડસેટમાં 6.2 ઇંચનું કવર ડિસ્પ્લે છે. Galaxy Z Fold 5 IPX8 રેટિંગ સાથે આવે છે અને તે પાણી પ્રતિરોધક છે. જ્યારે વનપ્લસ ઓપન સ્માર્ટફોન IPX4 રેટિંગ સાથે આવે છે.

આ પણ વાંચો: delhi meerut rapid rail : સામાન્ય લોકો માટે શરૂ થઈ NAMO bharat train, જાણો કેટલું હશે ભાડું અને કઈ સુવિધાઓ મળશે

OnePlus Open vs Samsung Galaxy Z Fold 5: પ્રોસેસર અને સોફ્ટવેર

OnePlus Open અને Galaxy Z Fold 5 સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Galaxy Z Fold 5 માં 16 GB ની રેમ છે જ્યારે Galaxy Z Fold 5 માં 12 GB રેમ છે. Galaxy Z Fold 5 સ્માર્ટફોન 256 GB, 512 GB અને 1 TB ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે. જ્યારે વનપ્લસ ઓપનને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. બંને ફોન એન્ડ્રોઇડ 13 આધારિત કસ્ટમ સોફ્ટવેર સાથે આવે છે.

OnePlus Open vs Samsung Galaxy Z Fold 5: બેટરી અને ચાર્જિંગ

OnePlus Openમાં 4805mAhની મોટી બેટરી છે જ્યારે Galaxy Z Fold 5 સ્માર્ટફોન 4400mAh બેટરી સાથે આવે છે. વનપ્લસ ઓપનમાં 67W ફાસ્ટ ચાર્જિંગ છે અને Galaxy Z Fold 5માં 25W ફાસ્ટ ચાર્જિંગ છે.

વનપ્લસ ઓપન વિ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5: કેમેરા

વનપ્લસ અને સેમસંગ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. વનપ્લસ ઓપનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી, 64 મેગાપિક્સલ ટેલિફોટો અને 48 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ કેમેરા છે. જ્યારે Galaxy Z Fold 5માં 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ અને 10 મેગાપિક્સલ 3x ટેલિફોટો સેન્સર છે.

આ પણ વાંચો: Festive Shopping: તહેવારોની સિઝનમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ વખતે આ બાબત ધ્યાનમાં રાખો, નહીંત્તર ડિસ્કાઉન્ટની લાલચમાં થશે નુકસાન

વનપ્લસ ઓપનમાં 20 મેગાપિક્સલ અને 32 મેગાપિક્સલના બે સેલ્ફી સેન્સર છે. Z Fold 5 માં 4 મેગાપિક્સેલ અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા છે. કવર ડિસ્પ્લે પર 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

OnePlus Open vs Samsung Galaxy Z Fold 5: કિંમત

ભારતમાં OnePlus ઓપનની કિંમત 1,39,999 રૂપિયા છે. જ્યારે Galaxy Z Fold 5ની કિંમત 1,64,999 રૂપિયાથી શરૂ થાય છે.

Web Title: Oneplus open vs samsung galaxy z fold 5 price specfifications features technology updates gujarati news sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×