OnePlus Open Apex Edition Foldable Launched: વનપ્લસ દ્વારા લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં નવા અવતારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. વનપ્લસ ઓપન એપેક્સ એડિશન નવા રેમ અને સ્ટોરેજ ઓપ્શન સાથે રજૂ થયો છે. વનપ્લસ ઓપન ફોલ્ડેબલ ફોન લગભગ એક વર્ષ પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. નવા એડિશન સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર, 7.82 ઇંચની ફોલ્ડેબલ ઇનર અને 6.31 ઇંચની એમોલેડ કવર સ્ક્રીન આપવામાં આવી છે. જાણો નવા OnePlus ફોલ્ડેબલ ફોનની કિંમત અને ફીચર્સ વિશે…
વનપ્લસ ઓપન એપેક્સ એડિશન કિંમત : (OnePlus Open Apex Edition Price)
વનપ્લસ ઓપન એપેક્સ એડિશનના 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 149999 રૂપિયા છે. આ ફોલ્ડેબલ ફોન નવા ક્રિમસન શેડો કલરમાં લેધર બેક પેનલ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે વનપ્લસ ઓપનને ઓક્ટોબર 2023 માં 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 139999 રૂપિયામાં રજૂ કરાવવામાં આવ્યો છે. આ ફોલ્ડેબલ ફોન એમેરાલ્ડ ડસ્ક અને બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
વનપ્લસ ઓપન એપેક્સ એડિશન સ્પેસિફિકેશન્સ: (OnePlus Open Apex Edition Specifications)
વનપ્લસ ઓપન એપેક્સ એડિશન સ્માર્ટફોનમાં 7.82 ઇંચ (2,268×2,440 પિક્સલ) 2કે ફ્લેક્સી-ફ્લૂઇડ એલટીપીઓ 3.0 એમોલેડ ઇનર ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોલ્ડેબલ ફોનમાં 6.31 ઇંચ (1,116×2,484 પિક્સલ) 2કે એલટીપીઓ 3.0 સુપર ફ્લૂઇડ એમોલેડ કવર સ્ક્રીન પણ આપવામાં આવી છે. બુક સ્ટાઇલવાળો આ ફોલ્ડેબલ ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર, 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ સાથે આવે છે. ડિવાઇસની રેમને 12 જીબી સુધી વધારી શકાય છે. વનપ્લસ ઓપનનું સ્ટાન્ડર્ડ વેરિયન્ટ 16 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.
વનપ્લસ ઓપન એપેક્સ એડિશનમાં હેસેલબ્લેડ બ્રાન્ડેડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 48 મેગાપિક્સલનો સોની એલવાયટી-ટી 808 સીએમઓએસ પ્રાઇમરી કેમેરા, 64 મેગાપિક્સલનો ઓમ્નીવિઝન ઓવી64બી સેન્સર અને 48 મેગાપિક્સલનો સોની આઇએમએક્સ581 અલ્ટ્રા વાઇડ-એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં 20 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 32 મેગાપિક્સલનો સેકન્ડરી ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વનપ્લસ ઓપન એપેક્સ એડિશનમાં એક નવું VIP મોડ પણ મળે છે, જે એલર્ટ સ્લાઇડરને ટોચ પર મૂકવામાં આવે ત્યારે તેને ટોગલ કરે છે. આ પ્રાઇવસી ફીચરથી કેમેરા, માઇક્રોફોન એક્સેસ વગેરે બ્લોક કરી શકાય છે. ડિવાઇસને પાવર આપવા માટે 4805mAh બેટરી આપવામાં આવી છે, જે 67W સુપરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો | રિયલમી 13 4જી સ્માર્ટફોન લોન્ચ, 50 એમપી કેમેરા અને 5000mah બેટરી, જાણો કિંમત અને ફીચર્સ
કનેક્ટિવિટી માટે આ વનપ્લસ સ્માર્ટફોન માં 5G, 4G LTE, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.3, જીપીએસ, એ-જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં એક્સેલેરોમીટર, ગાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર, ઇ-હોકાયંત્ર, ફ્લિક-ડિટેક્ટ સેન્સર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે.