OnePlus એ ભારતમાં પોતાની લેટેસ્ટ સ્માર્ટફોન Nord CE3 lite સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. OnePlus Nord CE3 lite 5G ને 108 મેગાપિક્સેલ રિયર કેમેરા આપ્યો છે, વનપલ્સનો લેટેસ્ટ ફોનને સારી ડિઝાઇન, ડિસ્પ્લેય અને સ્ટોરેજની સાથે 25,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાયો છે, જો તમે વનપલ્સનો નવો ફોન ખરીદવા માંગતા હોવ તો જાણો OnePlus Nord CE3 Lite 5G સ્માર્ટફોનના ટોપ-ફીચર્સ વિષે,
OnePlus Nord CE3 Lite 5G in India
OnePlus Nord CE3 Lite 5G સ્માર્ટફોનને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની સાથે 19,000 રુપિયામાં લોન્ચ કર્યો હતો, અહીં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 21, 999 રૂપિયા છે.
11 એપ્રિલથી ઓફલાઇન અને ઓનલાઇન પ્લેટફોર્મ પર શરૂ થશે વેચાણ
OnePlus Nord CE3 Lite 5G સ્માર્ટફોનનું વેચાણ 11 એપ્રિલથી શરૂ થશે, હેન્ડસેટને OnePlus.in, amazon ઇન્ડિયા, વનપ્લસ એક્સપીરિયન્સ સ્ટોર અને રિટેલ સ્ટોરથી ખરીદી શકાય છે.
ICIC Bank કાર્ડની સાથે 1000 રૂપિયાની છૂટ
વનપ્લસ નોર્ડ સીઈ3 લાઈટ સ્માર્ટફોનને ICIC Bank કાર્ડ દ્વારા ખરીદવાથી છૂટ મળશે. બેન્ક ડિસ્કાઉન્ટની સાથે ICICI બેન્ક ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ફોનને 21 એપ્રિલ સુધીમાં લેવાથી 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.
પસંદગી સ્ટોર પર 99 રૂપિયામાં 1 વર્ષની એક્સએટેન્ડેડ વોરન્ટી
યુઝર્સ 30 એપ્રિલ સુધી OnePlus.in અને વનપ્લસ સ્ટોર એપથી વનપ્લસ નોર્ડ સીઈ 3 લાઈટ સ્માર્ટફોનની ખરીદી પર 99 રૂપિયામાં 1 વર્ષથી વધારેની વોરન્ટી મળી શકે છે.
આ પણ વાંચો: RBIએ ગુજરાતની બે સહકારી બેંકોને દંડ ફટકાર્યો, નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
108 MP રિયર કેમેરા વાળો પહેલો વનપ્લસ સ્માર્ટફોન
વનપ્લસ નોર્ડ સીઈ3 લાઈટ સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સેલ રિયર કેમેરા આવે છે, અહીં જણાવી દઈએ કે કમ્પનીનો આ પહેલો સ્માર્ટફોન જે 108MP કેમેરાની સાથે આવે છે. હેન્ડસેટમાં 2 મેગાપિક્સેલના 2 અને સેન્સર પણ છે.
વનપ્લસ નોર્ડ સીઈ 3 લાઈટમાં મળશે જૂનો નોર્ડ સીઈ 2 લાઈટ વાળો ચીપસેટ
oneplus Nord CE 3Lite સ્માર્ટફોનમાં કંપનીને જુના વનપ્લસ નોર્ડ સીઈ 2 લાઈટ વાળું પ્રોસેસર આપ્યું છે, ફોન કોલકોમ સ્પ્રેન્ડડ્રેગન 695 પ્રોસેસરની સાથે આવે છે.
OnePlus Nord CE3 Lite માં એક્સપેન્ડેબલ રેમ સપોર્ટ
વનપ્લસ નોર્ડ સીઈ 3 લાઈટ સ્માર્ટફોન 8 જીબી રેમ અને 12 જીબીની સાથે આવે છે, સ્માર્ટફોનમાં 4 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ એક્સપેંડ કરવાનો ઓપ્શન મળે છે. વનપ્લસના આ ફોનમાં 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન અપાયો છે, બંને વેરિયન્ટ હાઈબ્રીડ સિમ સ્લોટની સાથે આવે છે, ફોનમાં 2 સિમ કાર્ડ અને એક માઈક્રોએસડી કાર્ડ માટે સપોર્ટ અપાયો છે.
OnePlus Nord CE3 Lite ફીચર્સ
વનપ્લસ નોર્ડ સીઈ 3 લાઇટમાં 6.72 ઇંચ ફૂલએચડી + ડિસ્પ્લે આપી છે જેને રિફ્રેશ રેટ 120 હર્ટઝ છે, વનપ્લસના આ નવા હેન્ડસેટમાં 5g સપોર્ટ આપ્યો છે, આ હેન્ડસેટ્સ એન્ડ્રોઇડ 13.1 OxygenOs ની સાથે આવે છે જે એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ બેસ્ડ છે.
આ પણ વાંચો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ઇન્ફોકોમે 5 અબજ ડોલરની ફોરેક્સ લોન મેળવી
OnePlus Nord CE3 Lite માં ડ્યુઅલ સ્પીકર
વનપ્લસ નોર્ડ સીઈ 3 લાઈટ સ્માર્ટફોન ડ્યુઅલ સ્ટોરીયો સ્પીકરની સાથે આવે છે, ફોનમાં નોઇઝ કેસેલેશન સપોર્ટ ફેસ અનલોક, ફિંગપ્રિન્ટ સેન્સર પણ છે.
OnePlus Nord CE3 Lite માં 5000mAH બેટરી
ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપી છે જે 67W SuperVooC ચાર્જિંગ સપોર્ટ કરે છે.