OnePlus Nord CE 4 Lite 5G Launch: વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. નોર્ડ સીઇ 4 લાઇટ કંપની તરફથી નોર્ડ સીઇ 3 લાઇટનું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. નવા વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જીની કિંમત ભારતમાં 19999 રૂપિયાથી શરૂ થાય છે. વનપ્લસના આ નવા હેન્ડસેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર, 16 જીબી સુધીની રેમ જેવા ફીચર્સ છે. જાણો લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે…
વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જી કિંમત (OnePlus Nord CE 4 Lite 5G Price In India)
વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જીની 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 19999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 22999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનને દેશમાં મેગા બ્લૂ, સુપર સિલ્વર અને અલ્ટ્રા ઓરેન્જ જેવા કલરમાં ખરીદી શકાય છે.
વનપ્લસ કંપનીનું કહેવું છે કે મેગા બ્લૂ અને સુપર સિલ્વર કલર વેરિઅન્ટ 27 જૂનથી એમેઝોન અને વનપ્લસ ઇન્ડિયા વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. તો આ મોડલના અલ્ટ્રા ઓરેન્જ વેરિઅન્ટના વેચાણની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જી ફીચર્સ (OnePlus Nord CE 4 Lite 5G Specification)
વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે જે ફુલએચડી + (2400 × 1080 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનની પિક્સેલ ડેનસિટી 394 પીપીઆઈ છે અને રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 180 હર્ટ્ઝ છે. સ્ક્રીન 2100 નિટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશિયો 20:9 છે અને તેમાં એક્વા ટચ ડિસ્પ્લે છે.
વનપ્લસ નોર્ડ સીઇ 4લાઇટ 5જી ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 619જીપીયુ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8 જીબી ઇનબિલ્ટ રેમ આપવામાં આવી છે. ઉપરાંત 8 જીબી સુધી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ છે. હેન્ડસેટમાં 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. વનપ્લસનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ OxygenOS 14 સાથે આવે છે. હેન્ડસેટ 3 વર્ષ માટે સોફ્ટવેર અને બે એન્ડ્રોઇડ અપડેટ સપોર્ટનું વચન આપે છે.
વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જી સ્પેસિફિકેશન (OnePlus Nord CE 4 Lite 5G Specification)
ફોટોગ્રાફી માટે વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જીમાં એફ/1.8, ઓઆઇએસ અને 2એક્સ ઇન-લેન્સ ઝૂમ સાથે 50 MP સોની એલવાયટી600 કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અપાર્ચર એફ/ 2.4 સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો પણ ઉપલબ્ધ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, ડિવાઇસમાં એપર્ચર એફ / 2.4 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. OnePlusના આ ફોનને પાવર આપવા માટે 5500mAh બેટરી આપવામાં આવી છે, જે 80W સુપરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 5W રિવર્સ ચાર્જિંગ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ પણ છે. સિક્યોરિટી માટે આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો | રિયલમી જીટી 6 લોન્ચ, સ્માર્ટફોનના પ્રી ઓર્ડર પર 5000ની બચત, જાણો કિંમત અને ફીચર્સ
વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ 5જી સ્માર્ટફોન માં સ્ટીરિયો સ્પીકર સેટઅપ, 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર્સ છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.1, એનએફસી, જીપીએસ અને યુએસબી 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162. × 75.6 × 8.1mm છે અને તેનું વજન 191 ગ્રામ છે.