OnePlus Nord 4 Launch In India: વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે વનપ્લસ નોર્ડ સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. વનપ્લસ સમર લોન્ચ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવેલા વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોનમાં 1.5K રિઝોલ્યુશન, 100W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.
વનપ્લસ નોર્ડ 4 4 કિંમત (OnePlus Nord 4 price in India)
વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમા વનપ્લસ નોર્ડ 4ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 32999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 35999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનને મર્ક્યુરિયલ સિલ્વર, ઓએસિસ ગ્રીન અને ઓબ્સિડિયન મિડનાઇટ કલર્માં લોન્ચ કરવામાં આવ્યા છે.
વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોન વનપ્લસના ઓનલાઇન સ્ટોર, એમેઝોન ઇન્ડિયા અને અન્ય રિટેલ સ્ટોર્સ પર 20 જુલાઇથી 30 જુલાઇ ની વચ્ચે પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે. આ લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનનું વેચાણ 2 ઓગસ્ટથી શરૂ થશે.
લોન્ચ ઓફર હેઠળ વનપ્લસ નોર્ડ 4ને 28999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. ઓપન સેલ અંતર્ગત બેંક ઓફર્સ સાથે ફોનને 27999 રૂપિયામાં ખરીદી શકાય છે.

વનપ્લસ નોર્ડ 4 સ્પેસિફિકેશન્સ (OnePlus Nord 4 Specifications)
વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ઓક્સિજનઓએસ 14.1 સાથે આવે છે. કંપનીએ હેન્ડસેટમાં 4 વર્ષ માટે સોફ્ટવેર અપડેટ્સ અને બે વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.
વનપ્લસ નોર્ડ 4માં 6.74 ઇંચનો 1.5K (1,240×2,772 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે છે, જે 450પીપી પિક્સેલ ડેન્સિટી, 93.50 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો અને 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવે છે. આ ડિવાઇસમાં ગ્રાફિક્સ માટે ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7+ જેન 3 પ્રોસેસર, 8 જીબી રેમ અને એડ્રેનો 732 જીપીયુ આપવામાં આવ્યું છે. ડિવાઇસનું સ્ટોરેજ વધારીને 256 જીબી કરી શકાય છે.
વનપ્લસ નોર્ડ 4 કેમેરા (OnePlus Nord 4 Camera)
ફોટોગ્રાફી માટે વનપ્લસ નોર્ડ 4માં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 8 મેગાપિક્સલનો સોની અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) અને ઇઆઇએસ (ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન) છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોન ને પાવર આપવા માટે 5500mAh બેટરી આપવામાં આવી છે, જે 100W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162.6x75x8.0mm અને તેનું વજન 199.5 ગ્રામ છે.
કનેક્ટિવિટી માટે વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં ડાબી બાજુ એલર્ટ સ્લાઇડર આપવામાં આવ્યું છે. મોબાઇલ ફોનમાં સુરક્ષા માટે ફેસ અનલોક ફીચર અને ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો | વીવો એ લોન્ચ કર્યા 2 પાવરફુલ સ્માર્ટફોન, 5000mAh બેટરી અને 12GB રેમ, જાણો કિંમત અને ખાસિયત
વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોનમાં એઆઇ (AI) ફીચર્સ જેવા કે, એઆઇ ઓડિયો સમરી, એઆઇ નોટ સમરી, એઆઇ ટેક્સ્ટ ટ્રાન્સલેટ અને એઆઇ લિન્કબૂસ્ટ આપવામાં આવ્યા છે.