scorecardresearch
Premium

OnePlus Ace, OnePlus Ace 5 Pro સ્માર્ટફોનથી પડદો ઉંચકાયો, 16GB સુધી રેમ, 1TB સ્ટોરેજ જેવા દમદાર ફિચર્સ, જાણો કિંમત

OnePlus Ace 5, OnePlus Ace 5 Pro Launched : વનપ્લસ એસ 5 અને વનપ્લસ એસ 5 પ્રો સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. ચાલો અમે તમને આ બે વનપ્લસ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ

OnePlus Ace 5, OnePlus Ace 5 Pro
OnePlus Ace 5, OnePlus Ace 5 Pro Launched : વનપ્લસે ગુરુવારે ચીનમાં પોતાની એસ સીરીઝના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે

OnePlus Ace 5, OnePlus Ace 5 Pro Launched : વનપ્લસે ગુરુવારે ચીનમાં પોતાની એસ સીરીઝના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. વનપ્લસ એસ સીરીઝના આ સ્માર્ટફોનમાં 16GB સુધીની રેમ અને 1TB સુધીનું સ્ટોરેજ છે. બંને ફોનમાં 1.5K રિઝોલ્યુશન સાથે 6.78 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. પ્રો મોડલમાં Snapdragon 8 Elite Extreme Edition જ્યારે Ace 5 સ્માર્ટફોનમાં Snapdragon 8 Gen 3 ચિપસેટ આપવામાં આવ્યું છે. વનપ્લસ એસ 5 અને વનપ્લસ એસ 5 પ્રો સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. ચાલો અમે તમને આ બે વનપ્લસ સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ.

OnePlus Ace 5 Pro, OnePlus Ace 5 કિંમત

OnePlus Ace 5 Proના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,399 યુઆન (લગભગ 39,000 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,699 યુઆન (લગભગ 42,000 રૂપિયા), 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,999 યુઆન (લગભગ 46,000 રૂપિયા) અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,199 યુઆન (લગભગ 49,000 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ મોડલને 4,699 યુઆન (લગભગ 54,000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વનપ્લસનો આ સ્માર્ટફોન સ્ટારી પર્પલ, સબમરિન બ્લેક અને વ્હાઇટ મૂન પોર્સેલિન-સિરામિક કલર ઓપ્શનમાં આવે છે.

જ્યારે વનપ્લસ એસ 5 ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,299 યુઆન (લગભગ 26,000 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલને 2,499 યુઆન (લગભગ 29,000 રૂપિયા) અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલને 2,799 યુઆન (લગભગ 32,000 રૂપિયા) માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલ અને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ મોડેલની કિંમત અનુક્રમે 3099 યુઆન (લગભગ 38,000 રૂપિયા) અને 3,499 યુઆન (લગભગ 40,000 રૂપિયા) છે.

OnePlus Ace 5 Pro ફિચર્સ

પ્રીમિયમ વનપ્લસ એસ5 પ્રોમાં 6.78 ઇંચની ફુલએચડી+ (1,264×2,780 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેમાં સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 93.9 ટકા, પિક્સેલ ડેન્સિટી 450પીપીઆઇ અને એડેપ્ટિવ રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ ColorOS 15.0 પર ચાલે છે. હેન્ડસેટમાં મેટલ મિડલ ફ્રેમ અને ગ્લાસ બેક પેનલ છે. આ ડિવાઇસમાં થ્રી-સ્ટેજ એલર્ટ સ્લાઇડર આપવામાં આવ્યું છે.

વનપ્લસ એસ 5 પ્રોમાં સ્નેપડ્રેગન 8 એલિટ એક્સ્ટ્રીમ એડિશન ચિપસેટ આપવામાં આવ્યું છે જ્યારે વનપ્લસ એસ5 સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટથી સંચાલિત છે. બંને સ્માર્ટફોનમાં 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

વનપ્લસ એસ 5 પ્રો અને વનપ્લસ એસ 5 સ્માર્ટફોનમાં ઓઆઇએસ સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. આ સિવાય ઓટોફોકસ સાથે 8 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર અને 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – સેમસંગ ગેલેક્સી એસ 23 પર ધમાકેદાર ડીલ, આટલી કિંમતમાં મળી રહ્યો છે આ ફોન

વનપ્લસ એસ ૫ પ્રોમાં 100 ડબ્લ્યુ સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ સાથે 6100 એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે. ડિવાઇસની બેટરી માત્ર 35 મિનિટમાં 0થી 100 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 161.72×75.77×8.14mm છે અને તેનું વજન 203 ગ્રામ છે. વનપ્લસ એસ 5 માં 6400 એમએએચની મોટી બેટરી છે જે 80 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 161.72×75.77×8.02 એમએમ છે અને તેનું વજન 207 ગ્રામ છે.

વનપ્લસ એસ 5 પ્રો અને વનપ્લસ એસ 5 પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, ગ્લોનાસ, જીપીએસ અને એનએફસી સામેલ છે. ડિવાઇસમાં એક્સેલેરોમીટર, ઇ-હોકાયંત્ર, ગાયરોસ્કોપ, ગ્રેવિટી સેન્સર, જિયોમેગ્નેટિક સેન્સર, આઇઆર કન્ટ્રોલ, લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર છે. ફોનમાં 3 માઇક્રોફોન અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે. વનપ્લસના આ બંને ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. બંને મોડલ IP65 રેટિંગ સાથે આવે છે.

Web Title: Oneplus ace 5 pro series launched price features and specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×