OnePlus Ace 3V : વનપ્લસ એસ 3વી (OnePlus Ace 3V) સ્માર્ટફોન ગઈકાલે 21 માર્ચે ચીનમાં શેડ્યૂલ મુજબ લૉન્ચ થયો છે. ક્વોલકોમના ફ્રેશમિન્ટેડ સ્નેપડ્રેગન 7 પ્લસ જનરલ 3 પ્રોસેસરને મિડરેન્જ ડિવાઇસીસમાં સત્તાવાર રીતે જનરેટિવ AI ક્ષમતાઓ લાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલો પ્રથમ સ્માર્ટફોન છે. આ ફોનમાં 50-મેગાપિક્સલનો સોની IMX882 પ્રાઈમરી સેન્સર અને 100W ફાસ્ટ ચાર્જિંગ પણ મળે છે. કંપનીના સિગ્નેચર એલર્ટ સ્લાઈડરને પણ જાળવી રાખે છે. Ace 3V ભારતના પરસ્પેકટીવમાં પણ રસપ્રદ છે. આમાં નોર્ડ 4 ની બ્લુપ્રિન્ટ જોઈ શકીએ છીએ.

આ પણ વાંચો: ટ્રુકોલર યુઝર્સ માટે સ્પામ કોલ શોધવા અને બ્લોક કરવા સરળ બન્યું
OnePlus Ace 3V : ફીચર્સ અને કિંમત
OnePlus Ace 3Vમાં 1.5K રિઝોલ્યુશન અને 120Hz સુધીના રિફ્રેશ રેટ સાથે 6.74-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. કંપની કહે છે કે પેનલ 2,150 nits સુધી પહોંચી શકે છે. મેમરી ચોઈસમાં 12GB/16GB LPDDR5x RAM અને 256GB/512GB UFS4.0 સ્ટોરેજનો સમાવેશ થાય છે. ડ્યુઅલ સિમ ફોન એન્ડ્રોઇડ 14 પર આધારિત ColorOS 14 ચલાવે છે. ફોનમાં Snapdragon 7 Plus Gen 3 પ્રોસેસર અને 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,500mAh બેટરી છે. તમને આ ફોનમાં ડ્યુઅલ સ્પીકર્સ અને IR બ્લાસ્ટર પણ મળે છે. બાયોમેટ્રિક્સ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ રીડર દ્વારા કંટ્રોલ થાય છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં Wi-Fi 7, બ્લૂટૂથ 5.4 અને 5Gનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Oneplus 12r : વનપ્લસનું વનપ્લસ 12આર 8GB RAM, 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
ફોટોગ્રાફી માટે, Ace 3V માં 50-મેગાપિક્સેલ સોની IMX882 સેન્સર સાથે પાછળના ભાગમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે f/1.8 એપરચર લેન્સ અને અન્ય 8-મેગાપિક્સેલ અલ્ટ્રાવાઈડ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. ફ્રન્ટ કેમેરા 16-મેગાપિક્સલનો છે.
OnePlus એ Ace 3V ને 12GB/256GB, 12GB/512GB, અને 16GB/512GB ટ્રિમમાં CNY 1,999 (આશરે ₹ 23,500), CNY 2,299 (લગભગ ₹ 27,000), અને CNY 2,5900 ₹ ચીનમાં 25 માર્ચ માટે અવેલેબલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જ્યારે OnePlus ભારતમાં Ace 3V/Nord 4 ક્યારે લોન્ચ કરશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી , Nord CE 4 1 એપ્રિલે દેશમાં લોન્ચ થશે.