scorecardresearch
Premium

OnePlus Ace 3 પરથી પડદો ઉઠ્યો, 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે 16GB રેમ અને 1TB સ્ટોરેજ મળશે; જાણો લેટેસ્ટ સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત

OnePlus Ace 3 Features And Price: વનપ્લસ એસીઇ 3 સ્માર્ટફોન 16GB રેમ અને 1TB સુધી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે

OnePlus Ace 3 | OnePlus Ace 3 Launch In china | OnePlus latest smartphone | OnePlus Ace 3 Price | OnePlus Ace 3 Features | OnePlus Ace 3 Specifications | Latest Smartphone In 2024
OnePlus Ace 3: વનપ્લસ એસીઇ 3 સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Oneplus ACE 3 Launch: વનપ્લસ સ્માર્ટફોન કંપનીએ એ સત્તાવાર રીતે OnePlus Ace 3 સ્માર્ટફોનને ચીનમાં લૉન્ચ કર્યો છે. OnePlus Ace 3 ફ્લેગશિપ OnePlus 12 કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ચીનની કંપની પણ આ બંને ફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

OnePlus Ace 3 સ્માર્ટફોનને OnePlus 12R નામ સાથે ભારતમાં અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવી શકે છે. લેટેસ્ટ OnePlus Ace 3માં 100W SuperVOOC ચાર્જિંગ, 50MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 6.78 ઇંચ વક્ર OLED ડિસ્પ્લે જેવા ફીચર્સ છે. આ ડિવાઈસની કિંમત અને ફીચર્સ સંબંધિત તમામ વિગતો જાણો…

વનપ્લસ Ace 3 કિંમત (OnePlus Ace 3 Price)

OnePlus Ace 3ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,599 યુઆન (લગભગ 30,500 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,999 યુઆન (આશરે રૂ. 35,100) અને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,499 યુઆન (આશરે રૂ. 40,100) છે.

OnePlus Ace 3 સ્માર્ટફોનને વૈશ્વિક બજારમાં OnePlus 12R બ્રાન્ડિંગ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપની ભારતમાં 23 જાન્યુઆરી, 2024ના રોજ OnePlus 12 સિરીઝ સ્માર્ટફોન માટે લૉન્ચ ઇવેન્ટનું આયોજન કરી રહી છે. આ હેન્ડસેટ ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આ ઇવેન્ટમાં OnePlus 12R પણ લૉન્ચ થવાની આશા છે. સ્માર્ટફોનનું બેઝ મોડલ દેશમાં લગભગ 37,000 રૂપિયાની કિંમતમાં લોન્ચ થઈ શકે છે.

વનપ્લસ Ace 3 સ્પેસિફિકેશન (OnePlus Ace 3 Specifications)

વનપ્લસ Ace 3 સ્માર્ટફોનમાં 6.78 ઇંચની કર્વ્ડ LTPO AMOLED સ્ક્રીન છે. ડિસ્પ્લે 1.5K રિઝોલ્યુશન (2480×1264 પિક્સેલ્સ) અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. OnePlusનો આ ફોન Dolby Vision અને Gorilla Glass Victus 2 સાથે આવે છે.

OnePlus Ace 3 સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર છે. આ સ્માર્ટફોન Android 14 આધારિત ColorOS 14 સાથે આવે છે. હેન્ડસેટમાં 12 જીબી રેમ અને 16 જીબી રેમ સાથે 256 જીબી/512 જીબી અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. OnePlus Ace 3માં OIS સાથે 50 મેગાપિક્સલનો Sony IMX890 પ્રાઇમરી, 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

આ પણ વાંચો | વનપ્લસ નોર્ડ 3 સ્માર્ટફોન 4000 સસ્તો થયો, જાણો શાનદાર મોબાઇલના ફિચર અને સ્પેસિફિકેશન

OnePlus Ace 3 ને પાવર આપવા માટે, 5400mAh બેટરી આપવામાં આવી છે જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, ઉપકરણમાં 5G, 4G LTE, WiFi 7, બ્લૂટૂથ 5.3, IR બ્લાસ્ટર, GPS જેવા ફીચર્સ છે. ઉપરાંત આ સ્માર્ટફોનમાં ડોલ્બી એટમોસ સાથે સ્ટીરિયો સ્પીકર, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને એલર્ટ સ્લાઇડર પણ આપવામાં આવ્યા છે. હેન્ડસેટનું વજન 207 ગ્રામ છે.

Web Title: Oneplus ace 3 launch china price features specifications latest smartphone in 2024 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×