scorecardresearch
Premium

OnePlus 13: વનપ્લસનો નવો ધમાકેદાર સ્માર્ટફોન, 24 જીબી સુધીની રેમ, 1 ટીબી સ્ટોરેજ અને 50MP કેમેરા

OnePlus 13 : વનપ્લસના આ લેટેસ્ટ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 6.82 ઇંચની એમોલેડ સ્ક્રીન પણ આપવામાં આવી છે

OnePlus 13, OnePlus 13 launched
OnePlus 13 launched : વનપ્લસ 13 એ કંપનીનો લેટેસ્ટ ફોન છે

OnePlus 13 launched : વનપ્લસે ચીનમાં પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. વનપ્લસ 13 એ કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તે નવા ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. OnePlus 13માં 24GB સુધીની રેમ અને 1TB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. વનપ્લસના આ લેટેસ્ટ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 6.82 ઇંચની એમોલેડ સ્ક્રીન પણ આપવામાં આવી છે. વનપ્લસના આ નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.

વનપ્લસ 13 કિંમત

વનપ્લસ 13ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,499 યુઆન (લગભગ 53,100 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડલને 4,899 યુઆન (લગભગ 57,900 રૂપિયા) માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 5,299 ચાઇનીઝ યુઆન (લગભગ 62,600 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 24 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ મોડલની કિંમત 5,999 યુઆન (લગભગ 70,900 રૂપિયા) છે. આ ફોન ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. હેન્ડસેટનું વેચાણ 1 નવેમ્બરથી શરૂ થયું છે. આ ડિવાઇસ ટૂંક સમયમાં ભારત સહિતના વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા છે.

વનપ્લસ 13 સ્પેસિફિકેશન્સ

વનપ્લસ 13 એન્ડ્રોઇડ 15 આધારિત કલરઓએસ 15 પર ચાલે છે. ડિવાઇસમાં 6.82 ઇંચની ક્વાડ એચડી+ (1440×3168 પિક્સલ) એલટીપીઓ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 1 હર્ટ્ઝથી 120 હર્ટ્ઝની વચ્ચે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 4500 નિટ્સ સુધી છે અને તે ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો – 7000mAh મોટી બેટરી, 10.1 ઇંચ મોટી ડિસ્પ્લે, જાણો ધમાકેદાર ડિવાઇસના બધા ફિચર્સ

વનપ્લસના આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 830 જીપીયુ છે. ડિવાઇસમાં 24 જીબી સુધીની રેમ છે. હેન્ડસેટમાં 1 ટીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે. વનપ્લસ 13માં એપર્ચર એફ/1.6 અને ઓઆઇએસ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને એપર્ચર એફ /2.2 સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરો અને ઓઆઇએસ સાથે 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં એપર્ચર એફ/2.4 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને 4 માઇક્રોફોન આપવામાં આવ્યા છે. વનપ્લસ 13 પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, એનએફસી, યુએસબી 3.2 જેન 1 ટાઇપ-સી પોર્ટ સામેલ છે. ફોનમાં પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇ-કંપાસ, એક્સેલેરોમીટર, ગાયરોસ્કોપ, હોલ સેન્સર, લેસર ફોકસ સેન્સર અને સ્પેક્ટરલ સેન્સર છે.

6000mAhની બેટરી

વનપ્લસ 13માં અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 100W ફ્લેશ ચાર્જ (વાયર્ડ) અને 50W ફ્લેશ ચાર્જ (વાયરલેસ) માટે સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં રિવર્સ વાયર્ડ રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ છે.

વનપ્લસ 13માં ઇન્ફ્રારેડ (આઇઆર) ટ્રાન્સમિટર પણ આપવામાં આવ્યું છે, જે હોમ એપ્લાયન્સીસને કંટ્રોલ કરી શકે છે. ફોનમાં IP68 અને IP69 રેટિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. વનપ્લસ 13નું ડાયમેંશન 162.9×76.5×8.9 એમએમ છે અને તેનું વજન 210 ગ્રામ છે.

Web Title: Oneplus 13 launched price features and specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×