Oneplus 13 Smartphone Details: વનપ્લસના નવા ફ્લેગશીપ વનપ્લસ 13 સ્માર્ટફોન વિશે રસપ્રદ માહિતી આવી છે. વનપ્લસ 12 કરતા અપકમિંગ વનપ્લસ 13 સ્માર્ટફોન ઘણા શાનદાર ફીચર્સ તેમજ પાવરફુલ કેમેરા અને બેટરીથી સજ્જ હોવાની ધારણા છે.ચાલો અપકમિંગ વનપ્લસ 13 સ્માર્ટફોનની ડિઝાઇન બેટરી, કેમેરા અને ફીચર્સ વિશે જાણીયે
વનપ્લસ 13 સ્માર્ટફોન બેટરી
વનપ્લસ 13 એક ફ્લેગશિપ ડિવાઇસ હશે, જે ઘણા ફેરફાર સાથે લોન્ચ થઇ શકે છે. જેમાં ખાસ કરીને પ્રોસેસર અને ચાર્જિંગ સપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટિપસ્ટરેના રિપોર્ટ અનુસાર અપકમિંગ વનપ્લસ 13માં 100W વાયર્ડ ચાર્જિંગના સપોર્ટ સાથે 6,000mAH બેટરી પેક હોવાની અપેક્ષા છે.
વનપ્લસ 13 કેમેરા અને ડિસ્પ્લે
વનપ્લસ 13 સ્માર્ટફોનની ડિઝાઇન અને ડિસ્પ્લેમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે. ઓનલાઇન વાયરલ જાણકારી અનુસાર વનપ્લસ 13માં 50 મેગાપિક્સલના 3 કેમેરા સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે છે. જેમાં ટેલિફોટો લેન્સ 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50 એમપી સેન્સર હોવાનું કહેવાય છે. અપકમિંગ વનપ્લસ 13માં કેમેરા વનપ્લસ 12 સેટઅપ જેવો જ હોઈ શકે છે, જેમાં 50 એમપીનો પ્રાયમરી સોની LYT-808 સેન્સર, 48 એમપીનો અલ્ટ્રા વાઇડ એંગલ સેન્સર અને 64 એમપીનો પેરિસ્કોપ ટેલિફોટો કૅમેરો 3omzoom હોઇ શકે છે.
વનપ્લસ 13 ફીચર્સ અને સ્પેસિફિકેશન
વનપ્લસ 13 સ્મા્ટફોન માં Snapdragon 8 gen 4 SoC હોઈ શકે છે. તેમા 6.8-ઇંચ ડિસ્પ્લે અને અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર આવવાની ધારણા છે. અપકમિંગ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછા 12 જીબી રેમ અને ફોસ્ટ યુએફએસ 4.0 સ્ટોરેજ આવી શકે છે. વનપ્લસ 13 માં OnePlus 12 ની તુલનામાં સુધારેલ ડિઝાઇન દર્શાવવામાં આવી શકે છે. વનપ્લસના લેટેસ્ટ ડિવાઇસ જેમ આ હેન્ડસેટમાં OLED સ્ક્રીનના ફીચર્સ હોવાની અપેક્ષા છે. ઉપરાંત આ મોબાઇલમાં હાલના ઓપ્ટિકલ સેન્સરની તુલનામાં ઝડપી અને વધુ વિશ્વસનીય બાયોમેટ્રિક વેરિફિરેશન હોઇ શકે છે.
વનપ્લસ 13 સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે?
વનપ્લસ 13 લોન્ચ થવાની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. વનપ્લસ 13 સ્માર્ટફોન લોન્ચ થવા વિશે કંપની દ્વારા સત્તાવાર કોઇ જાણકારી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર અપકમિંગ વનપ્લસ 13 ડિવાઇસ આગામી ઓક્ટબર કે ચાલુ વર્ષ 2024ના અંત સુધીમાં લોન્ચ થવાની ધારણા છે.