OnePlus 12R : વનપ્લસ 12આર (OnePlus 12R) સ્માર્ટફોન ભારતમાં 23 જાન્યુઆરીએ યોજાનારી ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. હવે લોન્ચ પહેલા આ વનપ્લસ (OnePlus) ફોનને ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઇન્ડિયા (Amazon India) પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ લિસ્ટિંગ દર્શાવે છે કે ફોન ભારતમાં એમેઝોન પર ખરીદી માટે ઉપલબ્ધ હશે. તમને જણાવી દઈએ કે આવનાર વનપ્લસ 12આર (OnePlus 12R) સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરાયેલ OnePlus Ace 3 નું રિબ્રાન્ડેડ વર્ઝન હશે. આ હેન્ડસેટમાં 5500mAh બેટરી, Snapdragon 8 Gen 2 ચિપસેટ, 100W SuperVOOC ચાર્જિંગ જેવી સુવિધાઓ છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વનપ્લસ (OnePlus) એ ફ્લેગશિપ OnePlus 12 હેન્ડસેટ સાથે OnePlus 12R સ્માર્ટફોનને દેશમાં લોન્ચ કરવાની પુષ્ટિ કરી હતી. Amazon પરની તસવીરો સૂચવે છે કે OnePlus 12R સ્માર્ટફોન 23 જાન્યુઆરીએ લોન્ચ થશે. હેન્ડસેટ કાળા અને વાદળી રંગમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સમયે માઇક્રોસાઇટમાંથી વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: Home Loan: બીજી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? સૌથી પહેલા આ બાબત ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા
OnePlus 12R
OnePlus Ace 3 સ્માર્ટફોન પહેલાથી જ ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આ ફોન ભારતમાં OnePlus 12R બ્રાન્ડિંગ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. OnePlus 12R સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટ, 16 GB રેમ જેવી સુવિધાઓ હોવાની અપેક્ષા છે. OnePlusના આ હેન્ડસેટમાં 6.78 ઇંચની LTPO AMOLED સ્ક્રીન હશે જેનો રિફ્રેશ રેટ 120 Hz હોઈ શકે છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 4500 nits છે. ચીનમાં OnePlus Ace 3 સ્માર્ટફોન 1 TB સુધી સ્ટોરેજ મેળવી શકે છે.
OnePlus 12R માં અપર્ચર F/1.8 અને OIS સાથે 50 મેગાપિક્સલ પ્રાઈમરી સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હશે, અપર્ચર F/2.2 સાથે અલ્ટ્રા વાઈડ-એંગલ અને અપર્ચર F/2.4 સાથે 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર હશે. સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે હેન્ડસેટમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો હોઈ શકે છે જેમાં અપર્ચર F/2.4 છે.
આ પણ વાંચો: Union Budget 2024 | કેન્દ્રીય બજેટ 2024 : દેશનું સામાન્ય બજેટ કેવી રીતે તૈયાર થાય છે? જાણો બધુ જ
કનેક્ટિવિટી માટે, OnePlus 12Rમાં 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટૂથ 5.3, NFC, GPS સહિત અન્ય કનેક્ટિવિટી વિકલ્પો છે. OnePlus 12R માં 5500mAh બેટરી છે જે 100W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ભારતમાં 23 જાન્યુઆરીએ યોજાનારી ‘સ્મૂથ બિયોન્ડ બિલીફ’ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે.