OnePlus 12 : વનપ્લસ 12 (OnePlus 12) ટૂંક સમયમાં કંપની અનુસાર ઇન્ડિયામાં ત્રીજા કલર વેરિઅન્ટમાં લોન્ચ થશે, હેન્ડસેટ ભારતમાં આ વર્ષની શરૂઆતમાં બે કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, અને ત્રીજો લિમિટેડ -એડિશન કલરવે આવતા અઠવાડિયે ખરીદ માટે ઉપલબ્ધ થશે. હેન્ડસેટ એ જ હાર્ડવેર સ્પેસિફિકેશન્સ સાથે આવવાની ધારણા છે જેના લીધે ભારતમાં અને ગ્લોબલ માર્કેટમાં હાસલબ્લેડ-ટ્યુન્ડ રીઅર કેમેરા સેટઅપ અને સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપ સાથે 16GB સુધીની RAM સાથે તેની શરૂઆત કરી હતી.

વનપ્લસ 12 (OnePlus 12) : ગ્લેશિયલ વ્હાઇટ કલર ઓપ્શન લોન્ચ ડેટ
સ્માર્ટફોન મેકરએ ગુરુવારે જાહેરાત કરી હતી કે OnePlus 12 ગ્લેશિયલ વ્હાઇટ કલર ઓપ્શન ભારતમાં 6 જૂને લોન્ચ કરવામાં આવશે. કંપનીએ હજુ સુધી ગ્લેશિયલ વ્હાઇટ કલરવેની ઇમેજની જાહેર કરવાની બાકી છે, જે ફ્લોય એમરાલ્ડ અને સિલ્કી બ્લેક કલર ઓપ્શન સાથે જોડાશે. જાન્યુઆરીમાં ની પ્રારંભિક કિંમતે ₹64,999 માં લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Moto G04S : માત્ર ₹ 6999માં શાનદાર સ્માર્ટફોન, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો ફીચર્સ
OnePlus 12 : સ્પેસિફિકેશન
વનપ્લસ 12 ગ્લેશિયલ વ્હાઇટ કલર વેરિઅન્ટમાં આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવેલા મૉડલ જેવા જ સ્પેસિફિકેશન જોવા મળે તેવી શક્યતા છે. તે 6.82-ઇંચ ક્વાડ-એચડી+ (1,440 x 3,168 પિક્સેલ્સ) LTPO 4.0 AMOLED સ્ક્રીન સાથે રિફ્રેશ રેટ કે 1Hz અને 120Hz વચ્ચેની રેન્જ, 4,500 nits ની ટોચની બ્રાઇટનેસ અને Gorusilla2 સિક્યોરિટી સાથે સજ્જ હોવાની ધારણા છે.
હેન્ડસેટ Qualcomm તરફથી Snapdragon 8 Gen 3 ચિપ પર ચાલે છે, અને તેમાં 16GB ની LPDDR5x RAM સાથે 512GB સુધી UFS 4.0 સ્ટોરેજ છે. તે એન્ડ્રોઇડ 14 પર ચાલે છે, જેમાં કંપનીના OxygenOS 14 ટોચ પર છે. OnePlus 12માં સોની LYT-808 સેન્સર સાથે 50-મેગાપિક્સલનો પ્રાઈમરી કૅમેરો, 48-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એન્ગલ કૅમેરો અને 64-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કૅમેરો, 3-ઝોમ ઑપિક્સ સાથે હેસલબ્લેડ-ટ્યુન્ડ ટ્રિપલ રિયર કૅમેરા સેટઅપ છે. ફ્રન્ટમાં, OnePlus 12 માં 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
આ પણ વાંચો: Redmi Pad Pro 5G : 10000mAh બેટરી સાથે લોન્ચ, આમાં છે 256GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફિચર્સ
OnePlus 12 પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, GPS, NFC અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. બોર્ડ પરના સેન્સરમાં જાયરોસ્કોપ, એક્સીલેરોમીટર, મેગ્નેટોમીટર, પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે. તે ડસ્ટ અને સ્પ્લેશ પ્રતિકાર માટે IP65 રેટિંગ ધરાવે છે.
OnePlus 12 માં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તે 100W SuperVOOC ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,400mAh બેટરી પેક કરે છે. હેન્ડસેટને પ્રોપરાઇટરી ચાર્જરનો ઉપયોગ કરીને 50W પર પણ ચાર્જ કરી શકાય છે, કંપનીના જણાવ્યા અનુસાર તે રિવર્સ વાયરલેસ ચાર્જિંગનો ઉપયોગ કરીને 10W પર સુસંગત એક્સેસરીઝને ચાર્જ કરી શકે છે.