Ola Electric Roadster X Launch: ઓલા ઇલેક્ટ્રિકે દ્વારા તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ રોડસ્ટર એક્સ લોન્ચ કરવામાં આવી છે. ઓલા રોડસ્ટર એક્સ બાઇકના 5 વેરિયન્ટ રજૂ કરવામાં આવ્યા છે. વેરિયન્ટ અનુસાર ઓલાઇ રોડસ્ટર બાઇકની કિંમત 74,999 રૂપિયા થી શરૂ થઇ 1,54,999 રૂપિયા સુધી પહોંચે છે. ગયા અઠવાડિયે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની ન્યુ જનરેશન એસ 1 રેન્જના લોન્ચિંગના થોડાક દિવસ બાદ જ ઓલા રોડસ્ટર એક્સ મોટરસાઇકલ લોન્ચ થઇ છે.
ઓલા રોડસ્ટર એક્સ બાઇકના સત્તાવાર લોન્ચિંગ બાદ હવે માર્ચના મધ્યમાં ઇલેક્ટ્રિક બાઇકની ડિલિવરી શરૂ થવાની ધારણા છે. ઓલા રોડસ્ટર એક્સ મોટરસાઇકલનું ઉત્પાદન ગયા મહિનાની શરૂઆતમાં તમિલનાડુના કૃષ્ણાગિરીમાં આવેલી કંપનીની ફ્યુચર ફેક્ટરીમાં શરૂ થયું હતું.
Ola Roadster X Price According Variants : ઓલા રોડસ્ટર એક્સ બાઇકની કિંમત વેરિયન્ટ મુજબ
| રોડસ્ટર રેન્જ બાઇક | પ્રારંભિક કિંમત | વાસ્તવિક કિંમતો |
|---|---|---|
| રોડસ્ટર X 2.5 kWh | ₹ 74,999 | ₹ 89,999 રૂપિયા |
| રોડસ્ટર X 3.5 kWh | ₹ 84,999 | ₹ 99,999 રૂપિયા |
| રોડસ્ટર X 4.5 kWh | ₹ 94,999 | ₹ 1,09,999 રૂપિયા |
| રોડસ્ટર X+ 4.5 kWh | ₹ 1,04,999 | ₹ 119,999 રૂપિયા |
| રોડસ્ટર X+ 9.1 kWh | ₹ 1,54,999 | ₹ 16,9,999 રૂપિયા |
Ola Roadster X, Roadster X+: ઓલા રોડસ્ટર એક્સ બાઇકની ડિઝાઇન
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની જેમ જ, ઓલા રોડસ્ટર એક્સ મોટરસાઇકલમાં મિનિમલિસ્ટ એસ્થેટિક અને શાર્પ, એજ બોડી પેનલ સાથે ફ્યૂચરિસ્ટિક ડિઝાઇન આપવામાં આવી છે. બેટરી પેકને સિમ્યુલેટેડ ફ્યુઅલ ટેન્કની નીચે મૂકવામાં આવ્યું છે, જેમાં આવશ્યક ચીજવસ્તુઓ માટે એક નાનો સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ પણ છે. ડિઝાઇનની મુખ્ય ખાસયિતમાં ક ઇન્ટિગ્રેટેડ ડીઆરએલ (DRL) સાથે એક સ્લીક એલઇડી હેન્ડલેમ્પ ક્લસ્ટર, એક ફ્લેટ સિંગલ પીસ સીટ અને સિંગલ-પીસ પિલિયન ગ્રેબ રેલ આવે છે.

આમ કુલ મળીને તેની સ્ટાઇલિંગ મોર્ડન એન્ટ્રી-લેવલ કમ્યુટર મોટરસાયકલ જેવી છે. ઓલા રોડસ્ટર એક્સ અને રોડસ્ટર એક્સ+ માં સિરામિક વ્હાઇટ, પાઈન ગ્રીન, ઇન્ડસ્ટ્રીયલ સિલ્વર, સ્ટેલર બ્લુ અને એન્થસાઇટ જેવા પાંચ કલર ઓપ્શન આપવામાં આવી રહ્યા છે.
Ola Roadster X, Roadster X+ : ફીચર્સ
ફીચર્સની વાત કરીએ તો, ઓલા રોડસ્ટર એક્સ મોટરસાઇકલમાં 4.3 ઇંચના એલસીડી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, હેડલેમ્પ્સ માટે એલઇડી લાઇટિંગ, ટેઇલલાઇટ્સ અને ટર્ન ઇન્ડિકેટર્સ તેમજ ક્રુઝ કન્ટ્રોલ, ઓલા મેપ્સ, રિવર્સ મોડ, ઓટીએ અપડેટ્સ, ડિજિટલ કી અને ડીઆઈવાય મોડ દ્વારા ક્રુઝ કન્ટ્રોલ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે. સેફ્ટી ફીચર્સમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, જીઓ અને ટાઇમ ફેન્સિંગ, ટો અને થેફ્ટ ડિટેક્શન, ઇમરજન્સી એસઓએસ અને વ્હીકલ લોકેટરનો સમાવેશ થાય છે.

Ola Roadster X, Roadster X+ : હાર્ડવેર
હાર્ડવેરની વાત કરીએ તો ઓલા રોડસ્ટર એક્સમાં ડબલ-ડાઉન ટ્યૂબ ચેસિસ છે જે પરંપરાગત ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને ડબલ કોઇલ રિયર સસ્પેન્શન પર ફીટ છે. બ્રેકિંગ સિસ્ટમ ફ્રન્ટ ડિસ્ક અને રીઅર ડ્રમ બ્રેક્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 18 ઇંચના એલોય વ્હીલ્સ આવે છે.
Ola Roadster X, Roadster X+ Battery Warranty : પાવરટ્રેન સ્પેક્સ અને બેટરી
ઓલા રોડસ્ટર એક્સમાં ત્રણ બેટરી પેકની પસંદગી કરવામાં આવી છે: 2.5 kWh, 3.5 kWh અને 4.5 kWh. ત્રણેય વેરિયન્ટ 7 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે જે 9.4 bhp પમ્પ કરે છે. રોડસ્ટર એક્સ 118 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે અને 3.1 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી શકે છે.
ટોપ-સ્પેક 4.5 કેડબલ્યુએચ બેટરી વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 252 કિમીની રેન્જનું વચન આપે છે. બીજી તરફ રોડસ્ટર એક્સ+માં બે બેટરી ઓપ્શન છે: 4.5 kWh અને 9.1 kWh. રોડસ્ટર એક્સ+ માં 11 કિલોવોટની મોટર છે જે 14.75 બીએચપી જનરેટ કરે છે, 125 કિમી પ્રતિ કલાકની ઝડપે અને 2.7 સેકન્ડમાં 0થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ પકડી શકે છે. 4.5 kWh વેરિઅન્ટ 252 કિમીની રેન્જ આપે છે જ્યારે 4680 ભારત સેલ સાથે 9.1 kWhની બેટરી સિંગલ ચાર્જ પર 501 કિમીની લાંબી રેન્જનો દાવો કરે છે.