scorecardresearch
Premium

NSDL IPO GMP: એનએસડીએલ આઈપીઓ સબ્સક્રાઇબ માટે આજે છેલ્લો દિવસ, જાણો GMP અને શેર લિસ્ટિંગ તારીખ

NSDL IPO Subscription Last date: એનએસડીએલ આઈપીઓ બે દિવસમાં 5 ગણાથી વધુ ભરાયો છે. અનલિસ્ટેડ શેરમાં ઉંચું ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. આ આઈપીઓ માટે અરજી કરવી કે નહીં? જાણો બ્રોકેરજ હાઉસ શું કહે છે.

NSDL IPO Date | NSDL IPO Open | NSDL IPO Price | NSDL IPO GMP
NSDL IPO GMP News : એનએસડીએલ આઈપીઓ 30 જુલાઇ થી 1 ઓગસ્ટ સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. (Photo: @NSDL_Depository)

NSDL IPO GMP Share Listing : એનએસડીએલ આઈપીઓ સબ્સક્રાઇબ કરવાનો આજે 1 ઓગસ્ટ છેલ્લો દિવસ છે. આ સાથે જ અનલિસ્ટેડ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ વધ્યું છે. રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળતા એનએસડીએલ આઈપીઓ ખુલવાના પ્રથમ દિવસ થોડાક જ કલાકમાં આઈપીઓ સંપૂર્ણ સબ્સક્રાઇબ થઇ ગયો હતો. પ્રથમ દિવસે આઈપીઓને 1.78 ગણો ભરાયો હતો.

NSDL IPO 5 ગણો ભરાયો

રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળતા એનએસડીએલ આઈપીઓ બે દિવસમાં 5 ગણો ભરાયો છે. એનએસઇના આંકડા મુજબ ગુરુવાર સુધી 4,011 કરોડ રૂપિયાના NSDLના IPOને 3.51 કરોડ શેરની સામે 17.65 કરોડ શેર માટે બીડ મળી હતી. નોન ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સ (NII) 11.08 ગણો ભરાયો હતો. તો રિટેલ ઇન્વેસ્ટર (RII) કેટેગરી 4.17 ગણી અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરી 1.96 ગણી સબ્સક્રાઇબ થઇ છે.

NSDL IPO GMP : એનએસડીએલ આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ વધ્યું

એનએસડીએલ આઈપીઓ માટે ગ્રે માર્કેટમા પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે. ગ્રે માર્કેટમાં NSDL શેરમાં 17 ટકા એટલે કે 135 રૂપિયા પ્રીમિયમ બોલાઇ રહ્યું છે, જે મુજબ 934 રૂપિયાના ભાવે શેર લિસ્ટિંગ થઇ શકે છે.

NSDL IPO Price Band : એનએસડીએલ આઈપીઓ પ્રાઇસ બેન્ડ

એનએસડીએલ કંપની આઈપીઓ દ્વારા 4011.60 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 760 થી 800 રૂપિયા પ્રતિ શેર છે. રોકાણકાર 1 લોટમાં 18 શેર માટે અરજી કરી શકે છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે, જેમાં કુલ 5.01 કરોડ શેર વેચવામાં આવશે.

NSDL IPO Share Listng : એનએસડીએલ આઈપીઓ શેર લિસ્ટિંગ આ તારીખે થશે

એનએસડીએલ આઈપીઓ 30 જુલાઇથી 1 ઓગસ્ટ દરમિયાન સબ્સક્રાઇબ કરવાનો છે. આઈપીઓ રોકાણખારોને 4 ઓગસ્ટે શેર એલોટ કરવામાં આવશે. ત્યારબાદ 6 ઓગસ્ટે BSE પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.

NSDL IPO વિશે બ્રોકરેજ હાઉસના રેટિંગ

બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ IPO પર સબ્સ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ મુજબ, IPO ના ઉપલા પ્રાઇસ બેન્ડ પર કંપનીનો P/E રેશિયો 46.6x છે (FY25 કમાણીના આધારે), અને તેનું માર્કેટ કેપ રૂ. 16,000 કરોડ હશે. IPO પછી, કંપનીનું નેટ વર્થ પર વળતર (RoNW) 17.1% રહેશે. એનએસડીએલ આઈપીઓ સબ્સક્રાઇબ કરવો કે નહીં? જાણવા અહીં ક્લિક કરો

Web Title: Nsdl ipo gmp share listing last date for ipo subscription as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×