scorecardresearch
Premium

Home Loan For NRI: એનઆરઆઈ હોમ લોન લઇ ભારતમાં ઘર ખરીદી શકે છે? જાણો નિયમ

Home Loan Interest Rate For NRI : એનઆરઆઈ ભારતના રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા ઉત્સુક હોય છે. એનઆરઆઈ ભારતમાં મકાન – ઓફિસ ખરીદી શકે છે પરંતુ તેની માટે ચોક્કસ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

home loan | હોમ લોન | home loan for nri | nri home loan interest rate | nri
Home Loan For NRI: એનઆરઆઈ એ હોમ લોન લઇ ઘર ખરીદવા ફેમા એક્ટ અને આરબીઆઈના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. (Photo: Freepik)

Home Loan Interest Rate For NRI : ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. હાલ લોન લઇ ઘર ખરીદવું સરળ છે. ઘર એટલ કે મકાન ફ્લેટ કે ઓફિસ રોકાણ માટે ઉત્તર વિકલ્પ પણ હોય છે. વિદેશ વસતા એનઆરઆઈ પણ ભારતમાં પોતાના પરિવારજનોના રહેવા કે રોકાણ માટે મકાન ખરીદવાનું વિચારે છે. મકાનના ભાવ આસમાને પહોંચતા લોન લેવી પડે છે. એનઆરઆઈ માટે ભારતમાં મકાન ખરીદવા લોન લેવા અંગે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. ચાલો જાણીયે એનઆરઆઈ માટે હોમ લોન માટે ક્યા ક્યા નિયમો છે.

એનઆરઆઈ માટે ફેમા અને આરબીઆઈના નિયમનું પાલન કરવું જરૂરી

એનઆરઆઈ ને ભારતમાં મકાન ફ્લેટ કે ઓફિસ જેવી સંપત્તિમાં રોકાણ કરવા માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 (FEMA) અને આરબીઆઈના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. ખાસ કરીને જો એનઆરઆઈ ભારતમાં હોમ લોન લઇ મકાન ખરીદવાનું ઇચ્છે છે તો અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

પ્રથમ તો એનઆરઆઈ માટે હોમ લોનના વ્યાજદર થોડાક ઉંચા હોઇ શકે છે. આવું એટલા માટે મોટાભાગની બેંક એનઆરઆઈને ઉંચા જોખમ ધરાવતા કસ્ટમર કેટેગરીમાં મૂકે છે, કારણ કે તેઓ ભારતની બહાર રહે છે.

ખેતીની જમીન અને ફાર્મ હાઉસ ખરીદવાની પરવાનગી નથી

મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ ભારતના સામાન્ય નાગરિકની જેમ એનઆરઆઈ તમામ પ્રકારની રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવા માટે હોમ લોન લઇ શકે છે. તેમા અંડર કન્સ્ટ્રક્શન અને તૈયાર મકાન ફ્લેટ સામેલ છે. એનઆરઆઈ પ્લોટ ખરીદવા માટે પણ બેંક પાસેથી લોન મેળવી શકે છે. તે હોમ રિનોવેશન કે તેમાં રિપેરિંગ માટે પણ લોન લઇ શકે છે. પરંતુ ફેમાના નિયમ હેઠળ એનઆરઆઈ પ્લાન્ટેશન, ખેતીની જમીન કે ફાર્મ હાઉસ ખરીદતા શકતા નથી.

Home Loan EMI Payments | Home Loan Tips | Home Loan EMI Payments Tips | Home Loan interest rate calculator | cheapest home loan interest rate
Home Loan EMI Payments: હોમ લોન ઇએમઆઈ પેમેન્ટ ઝડપથી ચૂકવવા લોનનો સમયગાળો ઓછો રાખવો જોઇએ. (Photo – Freepik)

એનઆરઆઈ માટે હોમ લોનની શરતો

એનઆરઆઈને ભારતમાં હોમ લોન માટે અમુક શરતો પુરી કરવી ફરજિયાત છે. તેમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સામેલ છે. દાખલા તરીકે જો 25 વર્ષની કોઇ વ્યક્તિ અમેરિકામાં રહે છે અને તે ભારતમાં હોમ લોન માટે અરજી કરે છે. એનઆરઆઈ પાસે સ્નાતક ડિગ્રી કે ડિપ્લોમાની ડિગ્રી હોવી જરૂરી છે. તેની પાસે વિદેશમાં ઓછામાં ઓછા 3 વર્ષ કામ કરવાનો અનુભવ હોવો જોઇએ. જો એનઆરઆઈ સેલ્ફ એમ્પ્લોયડ છે તો તેની પાસે હાઇ સ્કૂલ, સિનિયર સેકેન્ડરી કે તેની સમકક્ષ શૈક્ષણિક સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

આ પણ વાંચો | ATM કાર્ડ પર મળે છે 20 લાખ સુધીનો મફત વીમો, જાણો નિયમ અને શરતો

લોન રિપેમેન્ટની શરતો

એનઆરઆઈ હોમ લોનના રિપેમેન્ટ માટે NRO અને NRE એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. તે ઉપરાંત અન્ય દેશમાંથી લોન ઇએમઆઇની રકમ ઈન્ટરનેશનલ મની ટ્રાન્સફર મારફતે સીધી મોકલી શકે છે. એનઆરઆઈ માટે લોન પ્રીપેમેન્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ પ્રીપેમેન્ટ માટે માત્ર તેના હાલના એનઆરઆઈ એકાઉન્ટનો જ ઉપયોગ કરવો પડશે અથવા વિદેશમાંથી ઈન્ટરનેશનલ રેમિટન્સ મારફતે પૈસા મોકલવા પડેશે.

Web Title: Nri home loan interest rate rule in india all you need to know as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×