scorecardresearch
Premium

NPS Vatsalya Scheme: એનપીએસ વાત્સલ્ય એટલે બાળકો માટેની પેન્શન યોજના, માત્ર 1000 થી ખાતું ખોલાવો, જાણો નિયમ અને ફાયદા

NPS Vatsalya Scheme Rules And Benefits: એનપીએસ વાત્સલ્ય યોજનામાં સગીર બાળકોને ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા પુરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. તેમા માત્ર 1000 રૂપિયાના રોકાણથી ખાતું ખોલાવી શકાય છે. જાણો એનપીએસ વાત્સલ્ય યોજનાના નિયમ અને ફાયદા

NPS vatsalya scheme | NPS vatsalya scheme Rules | NPS vatsalya scheme Benefits | NPS vatsalya scheme eligibility | NPS vatsalya scheme withdrawal rules | saving scheme for children | investment tips
NPS Vatsalya Scheme: એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ માતા પિતાના પોતાના સગીર બાળકના નામે ખાતું ખોલાવી બચત કરી શકે છે. (Photo: Freepik)

NPS Vatsalya Scheme Rules And Benefits: એનપીએસ વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવી છે. વર્ષ 2024ના બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને NPS વાત્સલ્ય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે 18 સપ્ટેમ્બર 2024ના રોજથી શરૂ થઇ છે. એનપીએસ વાત્સલ્ય યોજના સગીર બાળકોને ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા પુરી પાડવાના હેતુ શરૂ કરવામાં આવેલી પેન્શન યોજના છે. એનપીએસ વાત્સલ્ય મારફતે માતા પિતા તેમના બાળકોના ભવિષ્ય માટે પેન્શન એકાઉન્ટમાં રોકાણ કરી શકી શકે. એનપીએસ વાત્સલ્ય યોજના માટે ખાતું ખોલાવી શકે, નિયમો અને કેટલું પેન્શન મળશે તેના વિશે વિગતવાર જાણીયે

એનપીએસ વાત્સલ્ય યોજના શું છે?

એનપીએસ વાત્સલ્ય યોજના એ ભારતની પેન્શન સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ પગલું છે. બાળકોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. NPS વાત્સલ્ય યોજનાના સંચાલનનું કામ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના હાથમાં રહેશે. NPS વાત્સલ્ય યોજના માતાપિતા અને વાલીઓને પેન્શન ખાતામાં રોકાણ કરીને તેમના બાળકોના ભવિષ્યને બચાવવા અને ભંડોળ પૂરું પાડવાની મંજૂરી આપશે.

NPS વાત્સલ્યની શરૂઆત એ સરકારના લાંબા ગાળાના નાણાકીય આયોજન અને બધા માટે સુરક્ષાને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતનું ભવિષ્ય એટલે કે બાળકોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.

SBI પેન્શન ફંડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતીના આધારે નવી સ્કીમની શરૂઆત પહેલા, અમે અહીં તમને બાળકોના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવેલ રોકાણ વિકલ્પ NPS વાત્સલ્ય યોજના વિશે જણાવી રહ્યા છીએ.

એનપીએસ વાત્સલ્ય યોજના ખાતું કોણ ખોલાવી શકે?

એનપીએસ વાત્સલ્ય યોજના એ ભારતમાં એક નાણાકીય રોકાણ વિકલ્પ છે જેમાં માતાપિતા અથવા વાલીઓ તેમના બાળકો વતી તેમના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે નાણાં જમા કરી શકે છે.

એનપીએસ વાત્સલ્ય યોજનામાં કેટલું રોકાણ કરી શકાય?

એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ, માતા-પિતા અથવા વાલીઓ તેમના બાળકના નામે ઓછામાં ઓછા રૂ. 1000 સાથે NPS-વાત્સલ્ય ખાતું ખોલાવી શકશે. 18 વર્ષની ઉંમર સુધી માતાપિતા અથવા વાલીએ દર વર્ષે બાળકના એનપીએસ વાત્સલ્ય ખાતામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા કે નિર્ધારિત રકમ જમા કરાવવાની રહેશે. SBI પેન્શન ફંડ પ્લેટફોર્મ અનુસાર, આ ખાતામાં જમા મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. એટલે કે માતા-પિતા તેમના બાળકના NPS-વાત્સલ્ય ખાતામાં વાર્ષિક લઘુત્તમ 1000 રૂપિયા અને તેનાથી વધુ ગમે તેટલી રકમ જમા કરાવી શકશે.

એનપીએસ વાત્સલ્ય યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે?

એનપીએસ વાત્સલ્ય યોજનામાં ખાતું ખોલાવવા માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ એનપીએસ વાત્સલ્ય યોજનામાં માતા પિતા અને વાલી પછી તે ભારતીય નાગરિક હોય, એનઆરઆઈ હોય કે OCI હોય, પોતાના 18 વર્ષથી નાની વયના બાળકોના નામે ખાતું ખોલાવી શકે છે. આ યોજના માટે કેવાયસી સબમિટ કરવું જરૂરી રહેશે.

એનપીએસ વાત્સલ્ય યોજનાના ફાયદા

  • નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા અને અનિશ્ચિત પરિસ્થિતિઓનો સામનો કરી શકાશે.
  • નાણાકીય જવાબદારીની સમજ, પૈસાનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પેન્શન આયોજનના હેતુને સમજવા માટે.
  • લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપવા માટે.
  • ભવિષ્યના નાણાકીય આયોજનમાં સુગમતા લાવવા.
  • લાંબા ગાળાના રોકાણો સાથે સંયોજનની શક્તિને સમજવા માટે.

એનપીએસ વાત્સલ્ય યોજના માંથી ક્યારે પૈસા ઉપાડી શકાય?

એનપીસી વાત્સલ્ય યોજનામાં ખાતાધારક બાળકની ઉંમર 18 વર્ષ થાય તેની પહેલાં પૈસા ઉપાડવાની સુવિધા મળે છે.

  • NPS વાત્સલ્ય યોજના હેઠળ ખાતું ખોલવાની તારીખથી 3 વર્ષ બાદ
  • બાળકના નામે ખોલેલા ખાતામાં જમા થયેલી કુલ રકમના 25 ટકા પૈસા ઉપાડી શકાશે
  • બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આંશિક ઉપાડની આ સુવિધા માત્ર 3 વખત ઉપલબ્ધ રહેશે
  • પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઉલ્લેખિત બીમારીની સારવાર, 75 ટકાથી વધુ વિકલાંગતા, શિક્ષણ જેવી બાબતો માટે ખાતામાંથી આંશિક ઉપાડ કરી શકાય છે.

એનપીસી વાત્સલ્ય યોજનામાં ખાતાધારક બાળકની ઉંમર 18 વર્ષ થયા બાદ પૈસા ઉપાડવાની સુવિધા મળે છે.

  • ખાતાધારકની ઉંમર 18 વર્ષ થયા બાદ પુખ્ત વયની વ્યક્તિ ઈચ્છે તો એનપીએસ વાત્સલ્ય ખાતામાં તેમનું યોગદાન ચાલુ રાખી શકે છે .
  • ખાતાધારક પુખ્ત થાય ત્યારબાદ એનપીએસ વાત્સલ્ય ખાતું સામાન્ય લોકોની જેમ રેગ્યુલર એનપીએસ એકાઉન્ટમાં રૂપાંતરિત થઈ જશે.
  • 18 વર્ષની ઉંમર થયા બાદ 3 મહિનાની અંદર પુખ્ત વયની વ્યક્તિએ નવેસરથી કેવાયસી કરવાનું રહેશે
  • ખાતાધારક પુખ્ત થયા બાદ ઇચ્છે તો તેનું એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ બંધ કરાવી શકે છે

NPS વાત્સલ્ય યોજના હેઠળ, ખાતું ખોલાવ્યા પછી અને બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી ખાતામાં જમા કરેલી કુલ રકમના 80 ટકા પૈસાનું એન્યુટી પ્લાનમાં ફરી રોકાણ કરવું પડશે. તેનો અર્થ એ છે કે ખાતામાં જમા કરાયેલ કોર્પસના ઓછામાં ઓછા 80 ટકાનો ઉપયોગ વાર્ષિકી યોજના ખરીદવા માટે કરવો પડશે. બાકીના 20% ઉપાડી શકશે.

તમને જણાવી દઈએ કે રેગ્યુલર એનપીએસમાં રોકા કરનાર લોકોને ઓછામાં ઓછા પોતાન કુલ જમા રકમના 40 ટકા પૈસા નિવૃત્તિ પર એન્યુટી ખરીદવા માટે તેમની ડિપોઝિટના ઓછામાં ઓછા 40 ટકા રોકાણ કરવું પડશે. આ એન્યુટી માંથી વૃદ્ધાવસ્થામાં માસિક પેન્શન મળે છે.

જો એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટમાં જમા થયેલી કુલ રકમ 2.5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોય તો બધી રકમ ઉપાડી શકાય છે.

આ પણ વાંચો | IPO માં રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન

દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં

  • બાળકના મૃત્યુના કિસ્સામાં, કુલ જમા રકમ માતાપિતા અથવા વાલીને પરત કરવામાં આવશે.
  • હકીકતમાં બાળકના એનપીએસ વાત્સલ્ય ખાતામાં નોમિની તરીકે જોડાયેલા માતાપિતાને આ રકમ મળશે.
  • વાલીના મૃત્યુના કિસ્સામાં, નવા કેવાયસી દ્વારા વાલી તરીકે અન્ય વ્યક્તિને નોંધણી કરવાનો વિકલ્પ હશે.
  • માતા-પિતા એટલે કે માતા અને પિતા બંનેના મૃત્યુના કિસ્સામાં, NPS વાત્સલ્ય ખાતાધારક બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી કાયદેસરના વાલી વાર્ષિક યોગદાન ચૂકવ્યા વિના રહી શકે છે.
  • રેગ્યુલેર એનપીએસ જેમ, બાળકો માટે શરૂ કરવામાં આવેલી NPS વાત્સલ્ય યોજનામાં રોકાણના બે વિકલ્પો ઉપલબ્ધ હશે – એક્ટિવ ચોઈસ અને ઓટો ચોઈસ.

Web Title: Nps vatsalya scheme eligibility benefits withdrawal rules and other details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×