National Pension System Rule Changes: નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) સરકાર દ્વારા સંચાલિત નિવૃત્તિ યોજના છે. હાલમાં જ સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. દેશમાં રિટાયરમેન્ટ સિક્યોરિટીને લઇને વધી રહેલી ચિંતાના કારણે આ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારોનો હેતુ પેન્શન યોજનાને વધુ સરળ અને બધા માટે વધુ મૈત્રીપૂર્ણ બનાવવાનો છે. આજે અમે તમને હાલમાં જ એનપીએસમાં કેટલાક મહત્વના ફેરફારો અંગે માહિતી આપીશું, આવો જાણીએ…
What Is NPS?: એનપીએસ શું છે?
એનપીએસ માર્કેટ બેઝ્ડ ડિફાઇન્ડ કોન્ટ્રિબ્યૂશન સ્કીમ છે. તેની શરૂઆત વર્ષ 2004માં માત્ર સરકારી કર્મચારીઓ માટે જ કરવામાં આવી હતી. બાદમાં આ યોજના તમામ નાગરિકોને સ્વૈચ્છિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ યોજના 18 થી 70 વર્ષની વયના તમામ નાગરિકો માટે છે.
એનપીએસમાં છેલ્લા બે દાયકામાં ઘણા નોંધપાત્ર ફેરફારો થયા છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં જે ફેરફારો થયા છે તે તેને વધુ વ્યાપક અને આકર્ષક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
તાજેતરમાં NPS નિયમમાં 5 મોટા ફેરફાર
ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે NPS લિન્ક
NPS ને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ) સાથે જોડવામાં આવી છે. આનાથી રોકાણકારોને ચૂકવણી કરવી ઘણી સરળ થઈ ગઈ છે. આ પરિવર્તન રોકાણની સુવિધા આપવાની દિશામાં એક મોટું પગલું છે.
આંશિક ઉપાડના નિયમમાં સુધારો
નિવૃત્તિ પહેલા કેટલાક ભંડોળ ઉપાડવાની સુવિધા સરળ બનાવવામાં આવી છે. રોકાણકારો હવે તેમની જરૂરિયાતો અનુસાર ભંડોળનો કેટલોક ભાગ સરળતાથી ઉપાડી શકે છે.
OPS નો વિકલ્પ
કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેરાત કરી છે કે એનપીએસ હેઠળ નિયુક્ત અખિલ ભારતીય સેવા (એઆઇએસ) અધિકારીઓને નિયુક્તિ સમયે નિર્ણય લેવાનો વિકલ્પ મળશે કે તેઓ એનપીએસમાં રહેવા માગે છે કે પછી ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ)નો વિકલ્પ પસંદ કરવા માગે છે.
ઝડપી પેન્શન પ્રક્રિયા
એનપીએસ હેઠળ પેન્શનની પ્રક્રિયાને હવે સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાની તર્જ પર સરળ અને ઝડપી બનાવવામાં આવી છે.
એનપીએસ વાત્સલ્ય યોજના
એનપીએસ વાત્સલ્ય યોજના યોજના 18 સપ્ટેમ્બર, 2024 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે. તે એનપીએસની જેમ જ યોગદાન આધારિત યોજના છે. આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) હેઠળ પણ આવે છે.