Nothing Phone 3 : Nothing Phone 3 ની લોન્ચિંગ 1 જુલાઈના રોજ થશે. અત્યાર સુધી આ હેન્ડસેટ અંગે ઘણા લીક્સ અને ઓફશિયલ ફીચર્સ સામે આવ્યા છે. લંડન સ્થિત આ કંપનીએ એક ફીચરની પુષ્ટિ કરી છે. આ સ્માર્ટફોનમાં 50 MP પેરિસ્કોપ કેમેરા, ફ્રેશ લુક અને ઘણી સારી ફીચર્સ જોવા મળી શકે છે. Nothing Phone 3 ની સાથે કંપની 1 જુલાઈના રોજ HeadPhone 1 લોન્ચ કરી શકે છે અને આ કંપનીનો પહેલો હેડફોન હશે.
લીક્સ રિપોર્ટ્સ અનુસાર આ હેન્ડસેટની કિંમત 60 હજાર રૂપિયા હોઈ શકે છે, જોકે કંપનીએ હજુ સુધી આ કિંમતની પુષ્ટિ કરી નથી. હવે મંગળવારે તેમની કિંમત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
ભારત અને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવશે
Nothing Phone 3 ભારત સહિત વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર એક ડિવાઇસ માટે એક સમર્પિત પેજ તૈયાર કરવામાં આવ્યું છે. કંપની આ સ્માર્ટફોન અને હેડફોન ભારતમાં લોન્ચ કરશે. આ લોન્ચ રાત્રે 10.30 વાગ્યે થશે, જેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકાય છે.
Nothing Phone 3 ના સંભવિત ફિચર્સ
ફોનમાં પહેલાની જેમ પારદર્શક બેક પેનલ હશે, પરંતુ આ વખતે તેમાં એક નવું ડોટ-મેટ્રિક્સ સ્ટાઇલ ડિસ્પ્લે પણ સામેલ કરવામાં આવ્યું છે, જે નોટિફિકેશન અને અન્ય એલર્ટ બતાવશે. ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમાં 6.7-ઇંચની FHD + OLED સ્ક્રીન મળી શકે છે, જે LTPO ટેકનોલોજી સાથે 0Hz થી 120Hz સુધીના અડૈપ્ટિવ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનમાં Snapdragon 8s Gen 4 ચિપસેટ આપી શકાય છે.
આ પણ વાંચો – Suzuki Alto 2025 મોડલ લોન્ચ, ADAS સેફ્ટી, કિંમત સાત લાખથી ઓછી, જાણો ફિચર્સ
કેમેરા વિશે વાત કરીએ તો, Nothing Phone 3 માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હશે. તેમાં 50MP ટેલિફોટો લેન્સ, 50MP મુખ્ય સેન્સર અને 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા સામેલ છે. ફોનના ફ્રન્ટ ભાગમાં 50MP નો હાઇ-રિઝોલ્યુશન સેલ્ફી કેમેરા પણ છે, જે ફક્ત સારી ફોટોગ્રાફી જ નહીં પરંતુ 4K વિડિઓ રેકોર્ડિંગ પણ શક્ય બનાવશે.
Nothing Phone 3 માં 5150mAh બેટરી છે, જે ચાર્જિંગ માટે 100W ફાસ્ટ ચાર્જિંગ મેળવી શકે છે. આ સ્માર્ટફોન Android-આધારિત Nothing OS પર કામ કરશે. કંપની તેની સાથે 5 વર્ષ માટે Android OS અપડેટ્સ પ્રદાન કરી શકે છે.