Rule Change From 1 November 2024: 1 નવેમ્બરથી ઘણા નિયમ બદલાઇ ગયા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા અન બચત પર થવાની છે. તમને જણાવી દઇયે કે, 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધી ગઇ છે. તો બેંકિંગ થી લઇ એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમ, પેટ્રોલ ડીઝલ થી લઇ લાઈટ બિલ પેમેન્ટ સંબંધિત ઘણા નિયમો બદલાઇ ગયા છે. આવી સ્થિતિ તમે તમને આ વિશે જાણકારી હોવી જરૂરી છે. આ બાબતને નજરઅંદાજ કરવી તમને ભારે પડી શકે છે. ચાલો જાણીયે નવા નિયમો વિશે.
LPG ગેસ સિલિન્ડર મોંઘો થયો
દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત બદલાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 62 રૂપિયા વધારી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થતા હોટલ રેસ્ટોરેન્ટ વાળાને સીધી અસર થશે. જો કે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
UPI Lite પ્લેટફોર્મ પર બે મોટા ફેરફાર
1 નવેમ્બર 2024 થી યુપીઆઈ લાઇટ પ્લેટફોર્મમાં બે મોટા ફેરફાર થઇ રહ્યા છે. તેમા યુપીઆઈ લાઇટ યૂઝર્સ વધારે પેમેન્ટ કરી શકશે. RBI એ તેની ટ્રાન્ઝેક્શન લિમિટ પણ વધારી છે. તો બીજા મોટા ફેરફાર હેઠળ UPI Lite બેલેન્સ એક નિર્ધારિત લિમિટથી નીચે થઇ જશે. નવા ઓટો ટોપ અપ ફીચર વડે UPI Liteમાં ફરીથી બેલેન્સ એડ થઇ જશે. તેનાથી મેન્યુઅલ ટોપ અપની જરૂરી રહેશે. જેનાથી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) લાઈટની મદદ વડે અટક્યા વગર ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે.
મની ટ્રાન્સફરના નવા નિયમ
RBI એ જણાવ્યું હતું કે, ડોમેસ્ટીક મની ટ્રાન્સફર માટે નવા નિયમ 1 નવેમ્બર 2024થી લાગુ થઇ જશે. જેનાથી છેતરપીંડ માટે બેન્કિંગ ચેનલનો દુરૂપયોગ રોકી શકાશે. આરબીઆઈ એ પોતાના પરિપત્રમાં કહ્યું હતુ કે, બેન્કિંગ આઉટલેટ્સની ઉપલબ્ધતામાં વધારો થયો છે. કેવાયસી આવશ્યકતા પૂરી કરવામાં સરળતા રહેશે. હવે યુઝર્સ પાસે મની ટ્રાન્સફર માટે ઘણા ડિજિટલ વિકલ્પ છે. તાજેતરમાં જ હાલના ફ્રેમવર્કમાં સુવિધાજનક વિવિધ સેવાઓની સમિક્ષા કરવામા આવી હતી.
ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર
દેશની સૌથી મોટી સરાકરી બેંક SBIની પેટાકંપની એસબીઆઈ કાર્ડ (SBI Card) એ 1 નવેમ્બરથી મોટા ફેરફાર કર્યા છે. તે ક્રેડિટ કાર્ડ મારફતે યુટિલિટી બિલ પેમેન્ટ અને ફાઈનાન્સ સર્વિસ સંબંધિત નિયમ છે. 1 નવેમ્બરથી અનસિક્યોર્ડ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર દર મહિને 3.75 ફાઈનાન્સ ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત વીજળી, પાણી, એલપીજી ગેસ સહિત અન્ય યુટિલિટી સર્વિસમાં 50000 રૂપિયાથી વધુ પેમેન્ટ પર 1 ટકા એકસ્ટ્રા ચાર્જ લાગશે.
ટ્રેન ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર
1 નવેમ્બરથી એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગ કરવાના નિયમ બદલાયા છે. હવે ટ્રેન ટિકિટ 120 દિવસ નહીં પણ માત્ર 60 દિવસ પહેલા એડવાન્સ બુક કરાવી શકાશે. ભારતીય રેલવે એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમમાં મુસાફરો માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કર્યો છે.